મેષ
ધાતુ તથા અગ્નિ-વિદ્યુત સંબંધિત કોઈ પણ ઓદ્યોગિક એકમ કે વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ અનેક રીતે લાભદાયક તથા વ્યસ્ત નીવડશે. હેવી મશીનરી સંબંધિત ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્માકેમિલ્સ ત્થા ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તેમજ હળવું લાભદાયી નીવડશે. જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે મધ્યમ સપ્તાહ. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. ૨૮, ૨૯ જાન્યુઆરીનાં દિવસો સાધારણ જણાશે.
વૃષભ
રેડીમેડ ગાર્મેંટ્સ, ફેશન એસેસરીઝ, જનરલ ફેબ્રીક, કોસ્મેટીક, ફોટોગ્રાફી, મોડેલીંગ સંબંધિત તમામ નાના મોટાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારે હળવો આર્થિક લાભ મળશે સાથોસાથ નવી નવી તકો મળવાંની સંભાવનાઓ. આ સિવાયનાં અન્ય ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ થોડુ ઘણું ચડાવ ઉતાર વાળુ પરંતુ લાભદાયક નીવડશે. રીટેઈલર્સ માટે સાનુકુળ સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨૭ તથા ૨૯ જાન્યુઆરી સાધારણ નીવડશે.
મિથુન
સરકારી ક્ષેત્રનાં તમામ વિભાગનાં તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું રહે તેવી સંભાવના, સાથોસાથ બદલી થવાંનાં પણ સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક નીવડશે. સર્વિસ બિઝ્નેશ તથા ફાઈનાંસ એજન્સી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક રહેવાંના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ ફાયદાકારક નીવડશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર રહેશે. મહિલા કર્મીઓ ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. ૨૬ તથા ૩૦ જાન્યુઆરી મધ્યમ રહેશે.
કર્ક
લો એન્ફોર્સમેંટ ડિપા. માં રહેલ તમામ વિભાગનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું તેમજ દોડધામ વાળુ તથા વ્યસ્ત રહેશે. સરકારી શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં તમામ જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેવાંનાં સંયોગો. કલા તથા કારીગરી ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી અને અનેક નવી તકો વાળુ જણાશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાંના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. ૩૦ જાન્યુઆરી અર્ધ મધ્યમ જણાશે.
સિંહ
નવાં ઉદ્યોગ ધંધા- વ્યવસાયની શરુઆત માટે આ સપ્તાહ ખુબ જ લાભકારક અને સાનુકુળ નીવડશે. સાથોસાથ નવા ટૂંકા ગાળાનાં રોકાણ માટે પણ આ સપ્તાહ ફાયદાકારક જણાશે. નાના મોટા તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વાણિજ્યક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડ્શે. નાના ત્થા છુટક વ્યાપારીઓ કે ફેરી કરતાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ ઉતમ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત અને હળવું લાભકારી નીવડશે. મહિલા કર્મી માટે આ સપ્તાહ બહુ લાભદાયક જણાશે. બઢતી મળવાંનાં સંયોગો. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ યથાવત રહેશે. ૩૦ જાન્યુઆરી સરેરાશ નીવડશે.
કન્યા
ટુર ટ્રાવેલ્સ એજંસીઝ તથા હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો તથા પબ્લીક ટ્રાસ્પોર્ટેશંસ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. હસ્ત કલા તથા અન્ય કલાકારીનાં ઔધોગિક વ્યાપારી એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો તથા તમામ કદ/પ્રકારનાં વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ ખુબ સાનુકુળ જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ આંશિક લાભદાયી નીવડશે. મિત્ર વર્તુળ સાથે સુમેળતાના સંયોગો યથાવત. છાત્રો, નિવૃતો, ગûહિણીઓ, મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ લાભકારી રહેશે. ૨૪ ત્થા ૨૭ જાન્યુઆરીનાં દિવસો જ સામાન્ય રહેશે.
તુલા
તમામ પ્રકારનાં સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ પણ વ્યસ્ત જણાવાંનાં સંયોગો. તમામ પ્રકારનાં ખાનગી શૈક્ષણિક એકમનાં જાતકો એવમ સરકારી શૈક્ષણિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. નાનાં મોટા તમામ ઔધોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારી જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી એકમના તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. ૨૯ જાન્યુઆરીનો દિવસ જ સરેરાશ જણાશે.
વૃશ્ચિક
આ સપ્તાહે ધંધા-વ્યવસાયમાં આકસ્મિક લાભ થવાંની સંભાવનાઓ. ખાનગી એકાઉંટસ અને એકાંટંસી ફર્મઝ કે તેને રીલેટેડ ફર્મઝનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. ફુડ બેવરેજીસનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી. તમામ ઔધોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર-વણિજના એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ પણ હળવું ફાયદાકારક નીવડશે. નાના, છુટક વ્યાપારી કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત પણ લાભદાયક નીવડશે. મિત્રો, સ્નેહીઓ તરફથી સાથ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. ફકત ૨૮ જાન્યુઆરીનો દિવસ જ સાધારણ નીવડશે.
ધન
હેવી મશીનરીઝ, તથા મોટા ઉદ્યોગ, ધાતુ ઉદ્યોગ સમેત અન્ય મોટા ઓદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હ્ળવું ફાયદાકારક નીવડશે. શેર બજાર તથા કોમોડીટી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે. ફેરી કરતાં, ગલ્લા પર વ્યાપાર કરતાં પરિશ્રમી વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ ખુબ લાભદાયી રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવુ લાભકારી અને વ્યસ્ત જણાશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે. ૨૭ તથા ૩૦ જાન્યુઆરીનો દિવસ સાધારણ રહેશે (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
પરિશ્રમી વર્ગ, કારીગર વર્ગ, શિલ્પી વર્ગનાં તમામ જાતકો માટે આ સપ્તાહ પણ કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયક નીવડશે. સીઝનલ વ્યાપારીઓ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક તથા ભાગદોડ વાળુ જણાશે. ઈલેક્ટ્રીક્લ્સ રીલેટેડ ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમો તથા સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ લાભકારક નીવડશે. ખાનગી એકમ તથા સરકારી શૈક્ષણિક એકમનાં તમામ જાતકો માટે અર્ધ- પ્રતિકુળ સપ્તાહ. અવૈધ વહીવટથી સંભાળવું. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સારુ નીવડશે. ૨૮, ૩૦ જાન્યુઆરી મધ્યમ રહેશે (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
આયુર્વેદીક- હર્બલ ઔષધિઓ, હર્બલ પ્રોડકટનાં ઉત્પાદક, વિક્રેતાઓ માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. મરીન એંજીનીયરીંગનાં જાતકો, શીપીંગ, બોડી બિલ્ડીંગ, ગેરેજ-રીપેરીંગ વર્કસ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવુ લાભકારી રહેશે. ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ મધ્યમ લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાતો માટે આ સપ્તાહે કામકાજનો બોજ રહેવા સંભવ. કુટુંબ તરફથી સાથ સહકારનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે. ૨૯ જાન્યુઆરી સામાન્ય રહેશે.(પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
મીન
જલ તત્વ સંબંધિત ઓદ્યોગિક એકમ તેમજ ફાર્મસી તથા ફાર્મા કેમિકલ્સ, રસાયણિક/ ઓર્ગેનિક ખાતર કે તેને સંબંધિત એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. પશુપાલન ડેરી વ્યવસાયનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું ફાયદાકારક જણાશે. શિક્ષકો, એકાઉંટંટસ માટે આ સપ્તાહ આંશિક લાભદાયી રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ તથા કામકાજ વાળુ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવુ લાભકારી નીવડશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક રહેશે. ૩૦ જાન્યુઆરી સામાન્ય નીવડશે.