આજ રોજ રાજકોટ ખાતે ફેડરેશન ઑફ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કાર્યક્રમમા માનનીય મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને વિજયભાઈ રુપાણીનો ગુજરાત વેપાર અને ઉદ્યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર નાં ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો હાજર રહ્યાં હતાં. ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સૌરાષ્ટ્રમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓને મુંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી વેપાર ધંધાને વિકાસ કરી રોજગારી વધારવા જરૂરી પગલાં ભરવા ખાત્રી આપી હતી.કેશોદ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી અશોકભાઈ સહમંત્રી સાગરભાઈ મોબાઈલ એસોસિએશન પ્રમુખ રાજુભાઇ બોદર, હરસુખભાઈ સિદ્ધપરા, કાનભાઈ પાલા એ હાજરી આપી કેશોદના વિવિધ પ્રશ્નોની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.
સૌરાષ્ટ્રમાં પ્રવાસન ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા વધારાનું બજેટ ફાળવવામાં આવે છે ત્યારે કેશોદ એરપોર્ટ શરૂ કરવામાં આવશે તો પ્રવાસીઓની સંખ્યા વધશે, કેશોદના ચાર ચોક વિસ્તારમાં આવેલા રેલવે ફાટક ને બદલે અંડરબ્રીજ બનાવવાથી કાયમી ટ્રાફિક હળવો બની શકે અને કેશોદ પંથકમાં મહિપરીએ જ અને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવેલ છે એ પાણી ઉધોગો માટે ફાળવવામાં આવે તો ઉધોગોનો વિકાસ થાય તો રોજગારી ની તકો ઉભી થઇ શકે એવું જણાવ્યું હતું. ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કેશોદ ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો દ્વારા કરવામાં આવેલ રજુઆત ધ્યાને લઈને યોગ્ય ઉકેલ લાવવા માટે ખાત્રી આપી હતી.