મામાનું ઘર કેટલે ?!!…
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધુ ૧.૬૮ લાખ ઘરોને ‘સરકારી’ મંજૂરી !!!
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના પ્રત્યેક નાગરિકની રોટી, કપડા ઔર મકાનની સુવિધાઓ પુરી પાડવા માટે સરકારના દિર્ધકાલીન, દિર્ધદ્રષ્ટિભર્યા આયોજનનો હવે પરિણામદાયી બન્યા છે. મોદી સરકારે ૧.૧ કરોડ મકાનોના પ્રોજેકટને લીલી ઝંડી આપી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધુ ૧.૬૮ લાખ ઘરોને મંજૂરીની મહોર મારીને વધુમાં વધુ લોકોના ઘરના ઘરનું સ્વપ્ન પૂરુ થાય તે માટે પ્રયાસો શરૂ કરી દીધા છે.
કેન્દ્ર સરકારે ૧.૬૮ લાખ નવા મકાનોનું બાંધકામ શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવાનું તાજેતરમાં જ કેન્દ્રીય મંજૂરી અને દેખરેખ સમીતીની ૫૨મી બેઠકમાં લીલીઝંડી આપી હતી. સરકારે દેશમાં કુલ ૧.૧ કરોડ ઘરોનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ બની છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના આ મકાનો સમગ્ર દેશમાં એફોર્ડેબલ હાઉસીંગ અને ઝુંપડપટ્ટી પુન: વસન યોજનાને પ્રોત્સાહિત કરવાના પ્રોજેકટ અંતર્ગત બનાવવામાં આવશે. કોઈ પરિવાર ઘર વિહોણુ ન રહે અને દરેકને ઘરના ઘર મળે તે માટે સરકારના મહત્વકાંક્ષી પ્રોજેકટ જલ્દીથી પુરા થાય તે માટે સરકારે આદેશો જારી કર્યા છે.
દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૪ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોના પ્રતિનિધિઓની આ બેઠકમાં રાજ્યોએ પણ અલગ અલગ રીતે પોતાની દરખાસ્તો અને જમીન સંપાદન, આંતરીક વિસ્થાપન અને હેતુફેરના પ્રશ્ર્નો ઉકેલ માટે મુક્યા હતા. ૭૦ લાખ ઘરો અત્યારે વિવિધ રાજ્યોમાં બની રહ્યાં છે અને ૪૧ લાખ ઘરો આ યોજના અંતર્ગત સંપૂર્ણપણે થઈ ચૂક્યા છે. દરેકને ઘરના ઘરનું સ્વપ્ન પૂરું કરવાના લક્ષ્ય માટે વડાપ્રધાન આવાસ યોજનાના મકાનો જલ્દીથી પૂર્ણ થાય તે માટે વિવિધ વિભાગોને તાકીદ કરવામાં આવી છે. મંત્રાલયના સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં આ યોજનાના મકાનો લાભાર્થીઓને જલ્દીથી મળી રહે તે માટે તંત્ર પ્રયત્નશીલ બન્યું છે.
તમામ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશો લાઈટ હાઉસ પ્રોજેકટમાં અગરતલા, ત્રિપુરા, રાંચી, ઝારખંડ, લખનૌ, ઉત્તરપ્રદેશ, ઈંદૌર, મધ્યપ્રદેશ, રાજકોટ, ગુજરાત, ચેન્નઈ તામિલનાડુમાં આ પ્રોજેકટો વેગમાં છે. કોવિડ-૧૯ બાદ બીજા તબક્કાની મળેલી આ બેઠકમાં તમામ લાભાર્થીને ૨૦૨૨ સુધીમાં મકાન સોંપાઈ જાય તેની ચર્ચા કરવામાં આવી હતી.
ભારતમાં રીયલ એસ્ટેટમાં સુવર્ણ દિવસ જોતા વિદેશીઓ !!!
ભારતમાં માળખાગત વિકાસ અને સંસ્થાકીય રોકાણમાં હવે સમગ્ર વિશ્ર્વના રોકાણકારો રસ દાખવતા થયા છે. ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે સુવર્ણ દિવસો જોઈને વિશ્ર્વના રોકાણકારો ભારતમાં રોકાણ કરવા આતુર બન્યા છે. ૨૦૨૦ સુધીમાં ૫ મીલીયન ડોલરનું વિદેશીઓનું રોકાણ ૫ બીલીયન ડોલર સુધી પહોંચી જશે. વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે, ત્રિમાસીક સમયગાળા દરમિયાન આ ક્ષેત્રે ૩.૫ બીલીયન ડોલરનું રોકાણ થઈ ચૂક્યું છે. ભારતમાં આંતર માળખાકીય સુવિધાના વેગની સાથે સાથે રોકાણકારો માટે વિશ્ર્વાસનું વાતાવરણ ઉભુ થયું છે. ભારતમાં રોકાણ માટે વિદેશીઓને સુવર્ણ યુગ દેખાઈ રહ્યો છે. ૨૦૨૦માં ૩૫૦૦૦ કરોડ રૂપિયાનું વિદેશી રોકાર એક નવો (અનુ. આઠમા પાને)
ઈતિહાસ સર્જશે. ૩૦ મીલીયન સ્કવેર ફૂટના પ્રોજેકટમાં વિદેશીઓ મન મુકીને પૈસા ઠાલવી રહ્યાં છે. કોરોના કટોકટીમાં વિશ્ર્વ જ્યારે આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ૨૦૦૯ થી ૨૦૨૦ દરમિયાન ભારતમાં આર્થિક સુધારા અને રીયલ એસ્ટેટ ક્ષેત્રે રહેલી મોટી તકોને લઈ વિશ્ર્વભરના રોકાણકારો માટે ભારતનું રોકાણ શાણપણના સોદા બની રહ્યાં છે.
વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ૨૦૨૦માં રૂ.૩૫૦૦૦ કરોડના રોકાણ કર્યા
ભારતમાં રોકાણ માટે વિદેશીઓને સુવર્ણ યુગ દેખાઈ રહ્યો છે. ૨૦૨૦માં ૩૫૦૦૦ કરોડ રૂપિયાનું વિદેશી રોકાર એક નવો ઈતિહાસ સર્જશે. ૩૦ મીલીયન સ્કવેર ફૂટના પ્રોજેકટમાં વિદેશીઓ મન મુકીને પૈસા ઠાલવી રહ્યાં છે. કોરોના કટોકટીમાં વિશ્ર્વ જ્યારે આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ૨૦૦૯ થી ૨૦૨૦ દરમિયાન ભારતમાં આર્થિક સુધારા અને રીયલ એસ્ટેટ ક્ષેત્રે રહેલી મોટી તકોને લઈ વિશ્ર્વભરના રોકાણકારો માટે ભારતનું રોકાણ શાણપણના સોદા બની રહ્યાં છે.