માત્ર ૧૬ ટેસ્ટમાં ૧૦૮૮ રન સાથે ૪૩.૫૨ની એવરેજ ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં ૪૦ મેચમાં ૫૦.૬૮ ની એવરેજથી ૨૯૪૦ રન કર્યા, પ્રથમ કક્ષાના મેચમાં ૩૦૮ નો સર્વોચ્ચ સ્કોર કર્યો
ઋષભ રાજેન્દ્ર પંત માત્ર ૧ર વર્ષની ઉંમરે માતા સાથે દિલ્હીની સોન્નેટ ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટના એકડા-બગડા શીખવા લાગ્યો, કોચ તારક સિંહા પાસેથી પ્રશિક્ષણ મેળવી અંડર-૧૩ ને ૧પ રમ્યો, પ્રેકટીશ માટે માતા સાથે મોતીબાગના ગુદ્વારામા રોકાતા કારણ કે તેમને ઘર ન હતું. હેંડ આઇ કો ઓર્ડિનેશનની સર્તકતાને કારણે આસામ સામે અંડર- ૧૯માં પ્રથમ મેચ રમ્યો જેમા ૩૫ રનનો સ્કોર કર્યો, આજ મેચની બીજી ઇનીંગમાં ૧પ૦ રન બનાવીને તરખાટ મચાવ્યો હતો. ઓકટોબર-૨૦૧૫માં દિલ્હી રણજી ટીમમાં પ્રવેક કર્યો, આજ ગાળામાં તે વિજય હઝારે ટ્રોફી પણ રમ્યો, ૨૦૧૬-૧૭ માં મહારાષ્ટ્ર વિઘ્ધ રમતાં ૩૦૮ રન બનાવી જો દેશનો સૌથી નાનો ત્રીજો ખેલાડી બન્યો, આજગાળામાં ગૌતમ ગંભીરના સ્થાને તેણે દિલ્હીની કેપ્ટન શીપ સંભાળી, ૧૪ જાન્યુઆરીએ ૨૦૧૭-૧૮ માં ર૦ લીગમાં હિમાચલ પ્રદેશ સામે માત્ર ૩ર દડામાં સદી ફટકારીને નેશનલ સિલેકટરોની આંખમાં વસી ગયો.
૬ ફેબ્રુઆરી ૨૦૧૬માં દિલ્હી ડેર ડેવિલ્સે ૧.૯ કરોડમાં ખરીદયો આજ દિવસે અંડર -૧૯ વિશ્ર્વકપમાં તેણે ફાસ્ટ સદી ફટકારી હતી. આઇ.પી.એલ. ૨૦૧૮માં માત્ર ૬૩ દડામાં સનરાઇજર્સ સામે ૧ર૮ રને નોટ આઉટ રહીને ટીમને ભવ્ય વિજય અપાવ્યો, ૨૦૧૭માં ઇગ્લેન્ડ વિઘ્ધ ટી-ર૦ માં સ્થ્ાન મળ્યું, માત્ર ૧૯ વર્ષે ટી-ર૦ માં રમનાર ને સૌથી નાનો ખેલાડી હતો.
આજ વર્ષે તેને ટેસ્ટ ટીમમાં પણ સ્થાન મળ્યું, ઇગ્લેન્ડમાં તેને ટેસ્ટમાં સદી લગાવી હતી. ૨૦૧૮માં વિદેશી ઓસ્ટ્રેલીયા દૌરામાં એક ટેસ્ટમાં ૧૧ કેચ પકડીને ભારતનો પહેલો વિકેટકિપ બની ગયો. ૨૦૧૯માં વેસ્ટ ઇન્ડિઝ સાથે ઝડપી ૧૦૦૦ રન કરનાર પ્રથમ વિકેટ કિપર બની ગયો હતો. પંતે ટેસટમાં બે સદી સાથે ચાર ફિફટી, વન-ડેમાં ૧ ફિફટી, ટી.ર૦માં બે ફિકટી અને પ્રથમ કક્ષાના મેચમાં ૭ સદી સાથે ૧ર ફિફટી કરી છે. ટેસ્ટમાં ૬૭ કેચ અને વિકેટ પાછળ બે સ્ટંમ્પીંગ કરેલ છે.
૨૦૧૯માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે ઋષભ પંતને ઉભરતે હુએ સીતારે નો યંગ એવોર્ડ આપ્યો હતો.
યુવા ખેલાડીઓને શ્રેષ્ઠ કોચીંગ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડે આપી રહ્યા છે. બ્રિસબેન ટેસ્ટની જીત પછી તેની પ્રશંસા કરાઇ કારણ કે યુવા ખેલાડીને પ્રશિક્ષણમાં તેની મહેનત હતી. સીનીયર ખેલાડી ઇજાગ્રસ્ત હોવાથી દ્રવિડની યંગ બ્રિગેડ દબાણ વચ્ચ પણ પોતાની શ્રેષ્ઠ પ્રતિભા બતાવી ને ભારત દેશનું નામ રોશન કર્યુ છે. જેમાં શુભમન ગીલ, વાશિંગટન સુંદર, ટી. નટરાજન, મોહમ્મદ સિરાજ અને ઋષભ પંત જેવા એ અવસરને પકડીને શ્રેષ્ઠ જીતમાં બાજી પલટાવી નાખી હતી. રવિ શાસ્ત્રીના વડપણ હેઠળ યંગ બ્રિગેડે અસંભવને સંભવ કરીને દુનિયાભરને બતાવી દીધું, ઋષભ પંતે આગલા મેચમાં કેચ છોડયા બાદ થતી આલોચનાની પરવા કર્યા વગર નિડરતાથી પોતાની નેસર્ગીક ગેમ આત્મ વિશ્ર્વાસ સાથે રમી, આજ કારણે આગામી ઇગ્લેન્ડ સામેની શ્રેણીમાં શુભમન ગીલ, વોશિંગટન સુંદર, ઋષભ પંત, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ જેવા યુવાનોને પ્રથમ બે ટેસ્ટની ટીમમાં સ્થાન મળ્યું છે.
હાલ ભારત તરફથી ૩૦૧ ક્રિકેટરો ટેસ્ટ મેચ રમી ગયા છે. જેમાં ૨૯૧ ક્રમ બાદ પંત, વિહારી, પૃથ્વી શો, શાર્દુલ ઠાકુર, મયંક અગ્રવાલ, શુભમન ગીલ, મોહમ્મદ સિરાઝ, નવદીપ સૈની, તટરાજન અને વોશિંગટન સુંદર છે.
શુભમન ગીલ પંજાબમાંથી અને આઇ.પી.એલ. કોલકતમાંથી રહે છે. ૨૦૧૯માં તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું, ગીલ ઓપનીંગ બેસ્ટમેન સાથે ઓફ બ્રેક બોલર પણ છે. ૨૦૧૮ના અંડર-૧૯ વર્લ્ડકપમાં ઉપ કપ્તાન તરીકેની જવાબદારી સંભાળી હતી. તેમના િ૫તા ખેડુત છે. તે એક ક્રિકેટર બનવા માંગતા હતા પણ ન બની શકયા તેથી તેના પુત્રને ક્રિકેટર બનવા પ્રોત્સાહીત કર્યો, પ્રેકટીસમાં તેમના પિતા બોલ નાખતા હતા. ૨૦૧૪માં અંડર-૧૬ માં બેવડી સદી અને ૩૫૧ રન સાથે ધમાકેદાર બ્લુના કેપ્ટન પદે નિયુકત થયા હતા., પછી દેવધર ટ્રોફીમાં કપ્તાની કરી હતી. આ સમયે તે સૌથી નાની ઉંમરનો કેપ્ટન હતો.
વાશિંગટન સુંદર બેટસમેન અને ઓફસ્પીનર બોલર છે. તે અંડર-૧૯ ક્રિકેટ ટીમમાં બેટસમેન તરીકે રમ્યો હતો. તામિલનાડુના આ ક્રિકેટર ની બહેન શૈલની સુંદર પણ ક્રિકેટ છે. ૨૦૧૬-૧૭ માં રણજી ટ્રોફીથી શઆત કરીને ૨૦૧૮માં રાજસ્થાન રોયલની આઇ.પી.એલ. ટીમમાં રમ્યો, ૨૦૧૭માં શ્રીલંકા સામે ટી-ર૦માં પસંદગી થઇ, ૨૦૨૦-૨૧ માં નેટ બોલર તરીકે ઓસ્ટ્રેલીયા લઇ ગયા હતા. પણ ખેલાડી ઘાયલ થતાં તેને ટીમમાં સ્થાન મળ્યું હતું. પ્રથમ ટેસ્ટમાં જ ૬ર રન સાથે શાર્દુલ ઠાકુર સાથે ૧૨૩ રનની ભાગીદારી કરીને મેચ ડ્રો કરાવ્યો હતો. અંતિમ ટેસ્ટની જીતમાં પણ તેની મહત્વની ભૂમિકા હતી.
શાર્દુલ ઠાકુર મુંબઇની ટીમમાંથી તે ૨૦૧૭ થી આઇ.પી.એલ. રમે છે. બેટીંગની સાથે ફાસ્ટ બોલર તરીકે સા યોગદાન આપે છે. ૨૦૧૮માં ટેસ્ટ, ૨૦૧૭માં વન-ડે અને ૨૦૧૮ માં ટી-ર૦ માં પસંદગી પામ્યા હતા. તેમની ટી-ર૦ માં ૪રની એવરેજ છે તો ટેસ્ટમાં ૩૬.૫૦ રનની એવરેજ છે. બોરીવલી ટીમમાંથી રમતા તેણે એક મેચમાં ૬ બોલમાં ૬ સિકસર લગાવી હતી.
નવદીપ સૈની દિલ્હીની ટીમમાંથી રમે છે. આ વર્ષે જ તેને ટેસ્ટ ટીમમાં રમવાનો મોકો મળ્યો છે. જો કે ગત વર્ષે તેને વન-ડેમાં પસંદગી થઇ હતી. તેમના પિતા હરિયાણાની સરકારી કચેરીમાં ડ્રાઇવર તરીકે છે તેમનાં દાદા સુભાષ ચંદ્ર બોઝની રાષ્ટ્રીય સેનામાં હતા. ૨૦૧૬માં મુસ્તાક અલી ટ્રોફી રમી, ૨૦૧૭માં આઇ.પી.એલ. દિલ્હીની ટીમ વતીને આજ વર્ષે દિલ્હીની રણજી ટીમમાં પણ પસંદગી થઇ, ૨૦૧૮માં ટેસ્ટ ટીમમાં લીધા બાદ ૨૦૧૯ માં વર્લ્ડ કપમાં સ્ટેન્ડ બાય બોલર તરીકે પસંદગી થઇ હતી. તે ભારતનો યુવા આશાસ્પદ ફાસ્ટ બોલર છે.
ટી નટરાજન ૨૦૨૦માં ભારતીય ક્રિકેટ ટીમમાં પર્દાપણ કર્યુ, ૨૦૨૧માં ટેસ્ટ ટીમમાં ચાન્સ મળ્યો, બોલીંગ સાથે બેટીંગમાં કુશળ છે. તેમની માતા ફાસ્ટ ફુડ મોલ ચલાવે છે. ગત વર્ષે જ તે પુત્રીનો પિતા બન્યો હતો. ૨૦૧૪થી તે તામિલનાડુની રણજી ટીમમ)ં રમે છે. ૨૦૧૭માં પંજાર તરફથી આઇ.પી.એલ.. રમ્યો હમણા જ પૂર્ણ થયેલ ઓસ્ટ્રેલીયા સામે ૨૦૨૦ના અંતમાં ટેસ્ટ ટીમમાં રમવાનો મોકો મળ્યો હતો. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમ યુવા ખેલાડીઓની ભરમાર છે. ગત વર્ષે અંતમાં રમાયેલ છે. આઇ.પી.એલ. માં શીવમ માવી, ઇશાન કિશન, સુર્યકુમાર યાદવે, કમલેશ નાગરકુરી, રવિ બિશ્નોઇ, નિતીન રાણા જેવા યંગ બ્રિગેડ નેશનલ ટીમ દ્વારા ખટખટાવી રહ્યા છે. યુવા ક્રિકેટોને જોતા ભારતીય ક્રિકેટ ટીમનું ભાવી ખુબ જ ઉજળું છે.
પુનિત બિશ્ત: આ છે ભારતનો નવો સિકસર સમ્રાટ
હાલમાં ચાલી રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મેઘાલયના વિકેટ કીપર કેપ્ટન પુનિટ બિશ્તે ટી-ર૦ મેચમાં ૧૭ સિકસર ફટકારીને મુંબઇના શ્રેયસ અય્યરનો રેકોર્ડ તોડયો છે. મિઝોરમ સામેની ગત સપ્તાહની મેચમાં ૩૪ વર્ષીય પુનિતે પ૧ બોલમાં અણનમ ૧૪૬ રન ફટકાર્યા હતા. મેઘાલયે પ્રથમ બેટીંગ કરીને ર૦ ઓવરમાં ૬ વિકેટે ર૩૦ રન કર્યા સામે મિઝોરમની ટીમ ર૦ ઓવરમાં ૯ વિકેટ ૧૦૦ રન બનાવી શકી હતી. પુનિત બીશ્તના રન જેટલા પણ વિરોધી ટીમ રન ના બનાવી શકી.
મૌકો મળ્યો ને છવાઇ ગયા યુવા ક્રિકેટરો
ઓસ્ટ્રેલીયાની ચાર ટેસ્ટ શ્રેણીની ઐતિહાસિક જીતમાં ભારતીય યુવા ખેલાડીનું અહમ યોગદાન છે. હવે આ યંગ બ્રિગેડ ઇગ્લેન્ડ સામે તેમની તાકાત બતાવવા તૈયાર છે. જેમાં ઓપનર શુભમન ગીલ – ઓપનર, ફાસ્ટ બોલર નટરાજન, ઓલ રાઉન્ડર વાશિંગટન સુંદર, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ, નવદિપ સૈની, ફાસ્ટ બોલર અને યુવા વિકેટ કીપર, બેસ્ટમેન ઋષભ પંત જેવી યંગ બ્રિગેડનો સમાવેશ થાય છે.શુભમન ગીલ માટે ક્રિકેટર કરશન ઘાવરીએ કહ્યું કે તે નિડર થઇને રમવાની તાકાત રાખે છે. હું તેને છેલ્લા ૧૦ વર્ષથી જોતો આવ્યો છું, નાની મરમા મે જ તેને તેના પિતાને રમવા મોકલવા વિનંતી કરી હતી. તે ફાસ્ટ બોલર સામે એટલું બધું સારુ રમતો કે હું નવાઇ પામ્યો હતો. ઋષભ પંતની શાનદાર ઇનીંગ માટે વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે જણાવેલ કે તેની રમતથી તે બધાના દિલો પર રાજ કરવા લાગ્યા છે.