વઢવાણ પાલિકા દ્વારા ખોદકામ કરતા, લાઈન તૂટી: માત્ર એક ફૂટ નીચે જ લાઈન નાખી’તી!
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકમાં હાલમાં પાલિકા દ્વારા પાણીની પાઈપલાઈનનું કામ શિયાણી ની પોળ વિસ્તારમાં ચાલી રહ્યું છે ત્યારે ગઇકાલે મોડી રાત્રે ખોદકામ દરમિયાન શિયાણી ની પોળ વિસ્તારમાં અચાનક ખોદકામ દરમ્યાન જી.એસ.પી.સી.ની પાઈપલાઈનો ઉપર બોથડ પદાર્થના ઘા વાગતા જી.એસ.પી.સી.ની ગેસની લાઈન લીક થઈ જવા પામી હતી ત્યારે આ ગેસ ની લઈ જતા આજુબાજુના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિક ધોરણે જીએસપીસી ના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યું હતું.ત્યારે જીએસપીસીના અધિકારીઓને આ બાબતની જાણ થતા તાત્કાલીક ધોરણે વઢવાણ પંથકના વિસ્તારમાં પહોંચી અને જીએસપીસીના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ લાઇન રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જીએસપીસીના અધિકારીઓને શરૂઆતમાં આ શેની લાઈન છે તેની કોઈ પણ જાતની પ્રાથમિક વિગત કે માહિતી ખબર ન હતી પરંતુ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા જીએસપીસીના અધિકારીઓને આ ગેસની લાઈન હોવાનું જણાવવામાં આવ્યું હતું અને લીક લાઈન પણ દેખાડવામાં આવી હતી. ત્યારબાદ જીએસપીસીના ગેસ ની લાઈન પૂર્ણ રીતે શરૂ કરવામાં આવી હતી.ત્યારે રીપેરીંગ સમયે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ શરૂ થઇ જવા પામ્યા હતા ત્યારે નગરપાલિકા દ્વારા ખોદકામ દરમિયાન આ લાઈન તૂટી હોવાનું પ્રાથમિક તારણ જીએસપીસીના ના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું છે..