નારી સ્ટુડીયો, તાલીમ કેન્દ્ર, ચિલ્ડ્રન પ્લે એરીયા, લઘુવન, ડ્રીલ નર્સરી, નવી પોલીસ ચોકીઓની સુવિધાઓ માટે જહેમતશીલ મનોજ અગ્રવાલનો કાર્યકાળ પોલીસ પરિવારને ખુબ ફળ્યો
મુખ્યમંત્રી તા.૨૧/૦૧/૨૦૨૧ના રોજ રાજકોટ શહેર ના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર છે ત્યારે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેર પોલીસ પરિવારના વિકાસ તથા તેઓની સગવળતા માટે પોલીસ હેડકવાટર્સ ખાતે નવી સુવીઘાઓ તેમજ રમત ગમતને પ્રોત્સાહન મળે તે માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે તેમજ હાલના ગ્લોબલ વોર્મીગ સમયે પર્યાવરણની કાળજી રાખવા માટે મીયાવાતી પધ્ધતીથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા લોકડાઉન બાદ દેશના અર્થતંત્ર ને વેગ આપવા માટે “આત્મ નીર્ભર ભારતનું સુત્ર આપેલ તેમજ ભારત દેશના યુવાનો આર્થીક રીતે આત્મનિર્ભર બને તેવો વીચાર આપેલ હોય તેમજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી દ્વારા મહિલા સુરક્ષા તેમજ મહિલા આત્મનિર્ભર બને તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહેલ છે ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સા. દ્વારા ગુજરાત રાજયમાં પ્રથમવાર રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ પરિવારના બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી આત્મનિર્ભર નારી ટુડીયો તથા તાલીમ કેન્દ્ર પોલીસ હેડ કવાર્ટર ખાતે આવેલ લાખાણી હોલ ખાતે આધુનિક સુવિધાઓ સાથે કાર્યરત કરવામાં આવેલ છે જેમાં પોલીસ પરિવારના ૧૦ બહેનો દ્વારા સદરહુ સ્ટુડીયોનું સંચાલન કરવામાં આવે છે જેમાં શહેર પોલીસ પરિવારોના તમામ બહેનોના લાભાર્થે નિ:શુલ્ક બ્યુટી પાર્લરની તાલીમ આપવામાં આવે છે. સદરહુ સ્ટુડીયોમાં તાલીમ પામેલ બહેનો સેવા આપી આત્મનિર્ભર બની શકે તે હેતુથી કામ કરે છે સદરહુ બ્યુટી સ્ટુડીયો પોલીસ પરિવાર માટે તથા આમ જનતા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે જેથી કરી મહિલા આત્મનિર્ભર બને જેની મુખ્યમંત્રી દ્વારા મુલાકાત લઇ લોકાપર્ણ કરવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતે આવેલ ગ્રાઉન્ડ વૃક્ષો તથા નવનિર્મિત ગાર્ડનને લીધે અત્યંત રમણીય તથા આહલાદક વાતાવરણ રહે છે જેમાં વોકીંગ ટ્રેક, બેઠક વ્યવસ્થા સહિતની સુવીધાઓથી સજ્જ આ ગાર્ડનનો ૭૦૦ જેટલા પોલીસ પરિવારના મહિલા તથા બાળકો બહોળા પ્રમાણમાં લાભ લઇ શકે છે જે ગાર્ડનની મુખ્યમંત્રી દ્વારા મુલાકાત લઇ લોકાર્પણ કરવામાં આવનાર છે. પોલીસ પરિવારના બાળકોના મનોરંજનના હેતુથી ચીલ્ડ્રન પ્લે એરીયા (બાલ ક્રીડાંગણ) બનાવવામાં આવેલ છે જેમાં બાળકોને મનોરંજન મળી રહે અને મુકત વાતાવરણમાં રમી શકે તે હેતુથી ફેન્સીંગ કવર્ડ આ ક્રીડાંગણમાં હીચકા, લસરપટ્ટી, ચકરડી, વોલ કલાઇબીંગ, રોપકલાઇબીંગ સહીત તમામ સાધનો મુકવામાં આવેલ છે જેનો લાભ ૭૦૦ પોલીસ પરિવારના બાળકો લઇ શકે છે જે રીક્રીએશન કરેલ ચીલ્ડ્રન પ્લે એરીયા ની માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા મુલાકાત લઇ લોકાર્પણ કરવામાં આવનાર છે.
હાલમાં સમગ્ર વિશ્રવમા ગ્લોબલ વોર્મીગની પરિસ્થીતીનું નિર્માણ થયેલ છે અને જે સતત વધીરહેલ વાહન વ્યવહારો તથા ઉઘોગોના પ્રદુષણને કારણે ફેલાયેલ હોય અને જે પ્રદુષણ ફેલાતુ અટકાવવા માટે વૃક્ષારોપણ કરી તેમાં અંકુશ લાવી શકાય જેથી સમાજમાં એક શુભ સંદેશ પ્રસરે તે માટે રાજકોટ શહેર પોલીસ હેડ કવાટર્સ ખાતે વિશ્વ વિખ્યાત જાપાની વનસ્પતિ શાસ્ત્રી એવા અકીરા મીયાવાડીની પધ્ધતી થી વૃક્ષા રોપણ કરી મીની ફોરેસ્ટ બનાવવામાં આવનાર છે. આ મીની ફોરેસ્ટનુ દ્વારા મુલાકાત લઇ વૃક્ષારોપણ કરી શુભારંભ કરવામાં આવનાર છે જેમાં પોલીસ હેડ કવાટર્સ ખાતે ૬૦ બાય ૬૦ ફુટમાં કુલ ૩૦૦થી વઘુ અલગ અલગ દેશી જાતના વૃક્ષોનુ સદભાવના વૃધ્ધાશ્રમના સહયોગથી વાવેતર કરવામાં આવનાર છે.
રાજકોટ શહેર પોલીસ અધિકારી/ જવાનો તથા પરિવારના બાળકો ના ઉત્કર્ષ હેતુથી પોલીસ હેડ કવાર્ટર ખાતે ફુટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ, જેમાં ડી.જી.પી. કપની પ્રેકટીસ, પોલો રાજકોટ ઓપન સ્ટેડીયમ, સ્કુલ / કોલેજ લેવલ પુર્વ તૈયારી તથા બાળકોને ફુટબોલ ગેમ્સમાં કારર્કીદીમાં લાભ થાય તે હેતુથી પોલીસ હેડ કવાર્ટર ખાતે ફુટબોલ કલબ ચલાવવામાં આવે છે જેમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા નેશનલ ગેમ્સ કવોલીફાઇડ પોલીસ કર્મચારીઓ દ્વારા જ તાલીમ આપવામાં આવે છે જે ફુટબોલ ગ્રાઉન્ડ ની માન. મુખ્ય મંત્રી શ્રી દ્વારા મુલાકાત લઇ લોકાર્પણ કરવામાં આવનાર છે.
છેલ્લા બે વર્ષથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અંગત રસ લઇ અને તેમના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ સ્પોર્ટ મીટનુ પણ ભવ્યરીતે આયોજન કરવામાં આવેલ છે જેમા એથલેટીકસ, કબ્બડી, ક્રીકેટ, ફુટબોલ, વોલીબોલ, રસ્સાખેંચ, સ્વીમીંગ, બેડમીન્ટન, ટેબલ ટેનીશ તથા ચેસ, કેરમ જેવી ઇન્ડોર ગેમ્સનો પણ સમાવેશ કરવામાં આવેલ છે જે ખુબજ સારા વાતાવરણમાં રમાયેલ હતી.
પોલીસ અધિકારીકર્મચારીઓના આઉટ ડોર તાલીમના હેતુથી તથા નવનિયુકત હોમગાર્ડ, જી.આર.ડી., ટી.આર.બી., એસ.પી.સી. વિગેરેને સારી તાલીમ આપી શકાય તે હેતુથી પી.જી.વી.સી.એલ.ના સૌજન્યથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ડ્રીલ નર્સરી બનાવવામાં આવેલ છે જેમાં પાયાની તાલીમ લઇ રહેલ ૧૧૫ લોકરક્ષકો તથા ૨૦૦ ટી.આર.બી. જવાનો તત્કાલ લાભ લઇ શકે છે ઉપરાંત સેરેમોનીયલ તથા પી.ટી. પરેડમાં ડ્રીલનું ધોરણ સુધારવા સારૂ પણ આ નર્સરીનો ઉપયોગ કરવામાં આવશે જે ડ્રીલ નર્સરી ગુજરાતમાં ફકત કરાઇ એકેડેમી તથા ગોઘરા ખાતે હતી અને બાદ ગુજરાતમાં ત્રીજા ક્રમે રાજકોટ ખાતે બનાવવામાં આવેલ છે જે અગાઉની બન્ને નર્સરી કરતા પણ અત્યાધ્વનીક કરીતે બનાવવામાં આવેલ છે જે ડ્રીલ નર્સરીનું મુખ્યમંત્રી દ્વારા મુલાકાત લઇ લોકાર્પણ કરવામાં આવનાર છે.
રાજકોટ શહેર પોલીસ હસ્તક રામનાથ પરા પોલીસ લાઇન ખાતે આવેલ બ્રીટીશ કાલીન જુની જેલનું રીનોવેશન કરી હેરીટેઝ ટુરીઝમ બનાવવાના હેતુથી રીનોવેશન કરવામાં આવનાર છે તેની બાજુમાં પોલીસ પરિવારના લાભાર્થે આશરે ૧ કરોડના ખર્ચે અત્યાધુનિક કોમ્યુનીટી હોલ બનાવવાનુ આયોજન કરવામાં આવેલ છે જેમાં પોલીસ પરિવારના લાભાર્થે લગ્ન પ્રસંગના હેતુથી રાહતદરે કોમ્યુનીટી હોલ ફાળવવામાં આવશે અને આધુનિક સુવિધાઓથી સજ્જ કોમ્યુનીટી હોલનો લાભ રાજયના કોઇ પણ પોલીસ અધિકારી/કર્મચારી લઇ શકશે જેનુ મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરાશે.
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે, ટ્રાફિક અને ગુનાખોરી નિવારણ માટે ચાર નવી એરપોર્ટ પોલીસ ચોકી, પંચાયત પોલીસ ચોકી, રેલનગર પોલીસ ચોકી, બજરંગવાડી પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે અને બે જુની ચોકી નાગરીક બેંક પોલીસ ચોકી, ગોંડલ પોલીસ ચોકી નુ નવીનીકરણ કરવામાં આવનાર છે જેનું અંદાજીત કુલ પરિયોજના ખર્ચ ૨૫,૦૦,૦૦૦/- છે જેનુ મુખ્યમંત્રી દ્વારા ખાતમુર્હત કરવામાં આવશે.
હીરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે રાજકોટ થી ૨૭ કી.મી.ના અંતરે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર કાર્યરત થવાનું હોય જેથી નવનીર્મીત ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા આજુબાજુના વિસ્તારના કૂલ ૧૮ ગમડાઓ સમાવિષ્ટ કરી અને નવું એરપોર્ટ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવનાર છે એરપોર્ટ ની આજુબાજુના ગામોના વિકાસ સાથે તેની સુરક્ષા પણ જળવાઇ રહે તે માટે તેમજ એરપોર્ટ પર આવનાર પ્રવાસીઓ ની કોઇ પણ મુશ્કેલીમા ત્વરીત પોલીસ સહાય મળી રહે માટે આ પોલીસ સ્ટેશન અત્યંત જરૂરી છે પ્રવાસીઓ પાસે પોતાના પ્રવાસ દરમ્યાન ખુબ જ ઓછો સમય હોય અને કોઇ પણ ફરીયાદ માટે કુવાડવા રોડ પો.સ્ટે. સુધી પહોચવામાં સમય વેડફાય તેમ હોય તે માટે એરપોર્ટથી નજીક પોલીસ સ્ટેશન જરૂરી છે જેનુ મુખ્યમંત્રી દ્વારા શુભારંભ કરવામાં આવશે.
રાજકોટ શહેર પોલીસ અને જયોતી સી.એન.સી. અને સુરક્ષા સેતુ અંતગત “૯મી ઓપન ગુજરાત રાજકોટ શહેર પોલીસ અને જયોતી સી.એન.સી. ચેલેન્જ કપ – ૨૦૨૧ ફુટબોલ ટુર્નામેન્ટનુ આગામી તા.૨૧/૦૧/૨૦૨૧ થી ૨૮/૦૧/૨૦૨૧ સુધી આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટમાં રાજકોટ મહાનગરપાલીકા તથા રાજકોટ ડીસ્ટ્રીકટ ફુટબોલ એસોશીએશન અને વાય.સી.સી.ના સહકારથી ટુર્નામેન્ટ નું આયોજન કરેલ છે આ ટુર્નામેન્ટમાં ગુજરાતની ૨૪ નામાકીંત ટીમો ભાગ લેનાર છે આ ફુટબોલ ટુર્નામેન્ટનુ ઓપનીંગ મુખ્યમંત્રીશ્રી દ્વારા પોલીસ હેડ કવાટર્સ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે જે દરમ્યાન પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા તેમજ ભુતપુર્વ કેપ્ટન ઇન્ડીયન વુમન ફુટબોલ ટીમ અને ભુતપુર્વ નેશનલ કોચ ટ્રીપલ નેશનાલીસ્ટ ચેમ્પીયન, ૧૯૭૫ વુમન ફુટબોલર શ્રી શાંતી આઇસ મલીક તેમજ ભુતપુર્વ ઇન્ટરનેશનલ ફુટબોલ પ્લેયર ૧૯૮૪ તેમજ ઇન્ટરનેશનલ ઇન્દીરા ગાંધી ગોલ્ડ કપ ૧૯૮૬માં ભારતદેશ તરફથી પ્રતિનીધીત્વ કરેલ અને સતત દશ વર્ષ સુધી સંતોષ ટ્રોફી ફુટબોલ ટુર્નામેન્ટમાં વીજેતા રહેનાર અને હાલમાં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા ના ઇન્ટરનેશનલ કોચ શ્રી તરૂણ રોય નાઓ પણ આ ફુટબોલ ટુર્નામેન્ટ ઓપનીંગ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થીત રહેનાર છે તેમજ હાલમાં કોરોના મહામારીના કારણે આ ટુર્નામેન્ટમાં દર્શકોને એન્ટ્રી આપવામાં આવનાર નથી ફકત ખેલાડીઓ જ હાજર રહેશે તેમજ સદરહુ ટુર્નામેન્ટ ના વીજેતા ટીમને પ્રોત્સાહન રૂપે રૂ.૫૧,૦૦૦/- રોકડ ઇનામ તથા રનર્સઅપ ટીમને રૂ. ૩૫,૦૦૦/- ૨કડ ઇનામ આપવામાં આવનાર છે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુજરાત ઉર્જા વિજ નિગમ લી.ના સહયોગથી મહાકવચ એપ્લીકેશન બનાવવામાં આવેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી રીપોર્ટનું ઓટોમેટીક અને રીયલ ટાઇમ એલર્ટ જનરેટ દ્વારા પોલીસ કમિશ્નર સા. શ્રી થી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર સુધી ના ઓને કામગીરીનું મુલ્યાંકન કરી કામગીરી બાબતે જરૂરી યોગ્ય કાર્યવાહી કરી શકાય તે માટે મહાકવચ એપ્લીકેશન બનાવવામા આવેલ છે જેનુ માન. મુખ્યમંત્રીશ્રી ના વરદહસ્તે અનાવરણ કરવામાં આવનાર છે.
અનલોક ૭ ની કામગીરીની બુકલેટ નું વિમોચન અને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સને.૨૦૨૦ માં ગુમ થયેલ ૧૭૦૨ જેટલા મોબાઇલ ફોન કિ.રૂા.૨,૪૭,૩૦,૧૧૦/-ના પરત મેળવેલ છે અને જે તે માલીક ને પરત સોંપવામાં આવેલ છે. જે પૈકી ૬ મોબાઇલ ફોન મુખ્યમંત્રીના વરદહસ્તે જે તે માલીક ને પરત સોંપવામાં આવનાર છે.