“બદસુરત” ફૂટપાથ, સ્માર્ટ સીટી ઉપર “બદનુમા દાગ”
વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માનધરાવતા ભારતમાં વિકાસ સર્વાંગી ધોરણે થઈ રહ્યું છે પાતાળ થી લઈને અવકાશ સુધી ભારતની ઉપલબ્ધિઓ નું માત્ર વખાણ જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશો તેનું અનુકરણ કરી રહ્યા છે, ભારતની અવકાશ સંશોધન સંસ્થા ’શતજ્ઞિ” અત્યારે સમગ્ર વિશ્વની તમામ મહાસત્તાઓ ઉપરાંત અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત દેશો ઇસરોનાલોન્ચિંગ પેડ નો ઉપયોગ કરીને પોતાના ઉપગ્રહો ઝડપથી અને કિફાયતી દરે અવકાશમાં મોકલી રહ્યા છે આમ અવકાશ સંશોધન ક્ષેત્રે ભારત યારે વિશ્વ ગુરુ બની રહ્યું છે, આ જ રીતે સંરક્ષણ ક્ષેત્ર હોય કે આરોગ્ય ક્ષેત્ર ભારતની ઉપલબ્ધિઓ નો અત્યારે વિશ્વ આફરીન બની ગયું છે કોરોના ની રસીના સંશોધનથી લઈને તેના આવિષ્કાર અને પ્રથમ લોન્ચિંગમાં પણ ભારતે સ્વદેશી ધોરણે તૈયાર કરેલી ત્રણ-ત્રણ રસીઓ સમગ્ર વિશ્વ માટે આશીર્વાદરૂપ બની રહી છે તેવા સંજોગોમાં ભારતના વધતા જતા શહેરીકરણ અને સર્વાંગી વિકાસ માં હવે સ્માર્ટ સિટીની પરંપરા ઊભી કરવામાં આવી છે ,નગર રચના થી લઈને પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થા તંત્ર માં ભારત અત્યારે વિશ્વના અનેક દેશો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે તેવા સંજોગોમાં નાના-મોટા શહેરોમાં આધાર વિહોણા રેન બસેરા કરી જીવન વિતાવતા નાગરિકો માટે નો આધાર બની ગયેલી ફૂટપાથો નું કલ્ચર સ્માર્ટ સિટીના આ દોરમાં દાગ જેવી બની રહી છે સુરતની ગઈકાલે સર્જાયેલી દુર્ઘટના માં ફૂટપાથ પર સૂતેલા શ્રમિકો પર ટ્રક ફરી વળતાં એક સાથે ૧૫ થી વધુ ને મોતની સોડમાં સૂઈ જવાની ફરજ પડી હતી .ફૂટપાથ પર રેન બસેરા કરવાની મજબૂરી અત્યારના સ્માર્ટ સિટીના આ દોરમાં સ્માર્ટ સિટી પર દાગ જેવી બની રહી છે, દરેકને રોટી કપડા ઓર મકાન ની વ્યવસ્થા મેળવવાનો અધિકાર છે સરકાર પણ શહેરોમાંથી ઝૂંપડપટ્ટીનું કલ્ચર દૂર કરીને તમામ ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે લગાતાર કામ ચલાવી રહી છે આવનારા એક દાયકામાં શહેરમાં વસતા તમામ ઘર વિહોણા અને ઘરનું ઘર મળી રહે તેવી આવાસ યોજનાઓ ની હારમાળા ઓ સર્જવામાં આવે છે તેવા સંજોગોમાં મોટા શહેરોમાં રોટી રળવા આવેલા લોકોને રાત્રે ફૂટપાથ ઉપર સુવા ની મજબૂરી જલ્દી થી દૂર થઈ જાય તેવી વ્યવસ્થા ની પણ જરૂર છે સરકાર આ દિશામાં એકથી વધુ આયામોમાં કામ કરી રહી છે ટૂંક જ સરકાર વિસ્થાપિત હિઝરતી ઘરથી દૂર સ્થાયી થયેલા તમામ લોકોની વસ્તી ગણતરી શરૂૂ કરવા જઈ રહી છે તેવા સંજોગોમાં લોકો કોઈ પણ પરિસ્થિતિમાં છત વિના ન રહે તેવી વ્યવસ્થા કરવાથીઆપોઆપ શહેરોમાં ફૂટપાથ ઉપર સુવા ની મજબૂરી દૂર થશે, સુરત જેવી ઘટનાઓ અને એકસાથે અનેક નિંદ્રાધીન લોકો અકસ્માતનો ભોગ બને તે સભ્ય સમાજ અને વિકાસશીલ વ્યવસ્થા માટે ખૂબ જ દુ:ખદાયીી ઘટના ફૂટપાથ ઉપર વાહ વારંવાર વાહનો ચડી જાય છે અને નિ શક્ર્ લોકોના ભોગ લેવાય છે તેવા સંજોગોમાં જેવીી રીતે ધોરી માર્ગો ઉપર અકસ્માત ઝોન જાહેેર કરવામાં તેવી રીતેે મોટા શહેરોમાં ફૂટપાથ ઉપર તંત્રની નજર રહેવી જોઈએ અને જ્યાં વાહનોો ગોઝારા બનવાની શક્યતા હોય તેવા વિસ્તારોમાંં રેન બસેરા કરનારાઓને સુરક્ષા મળી રહે તેવી વ્યવસ્થા હોવી જોઈએ ફૂટપાથ સ્માર્ટ સિટી માટે દાગ નો બનવી જોઈએ.