અમેરિકાની તાજેતરની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા જો બિડેન 20મી જાન્યુઆરીના રોજ શપથ ગ્રહણ કરવાના છે. આ સાથે જ તેઓ વિશ્વના મહાસત્તા ગણાતા દેશ અમેરિકાના મહારથી બની જશે. ત્યારે જો બિડેનની ટીમની વાત કરવામાં આવે તો તેમાં ભારતીયોનો દબદબો જોવા મળી રહ્યો છે. બિડેનની ટિમમાં 19 ભારતીયોને સ્થાન મળ્યું છે. ત્યારે હવે, વધુ એક ગુજરાતના ગૌરવ તરીકે કચ્છના રીમાં શાહનો પણ સમાવેશ થયો છે. આ સાથે જ કુલ 20 ભારતીયો બન્યા છે કે જેમને બિડેન ટીમમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જે ભારત માટે ગૌરવ લેવા જેવી બાબત છે.
અગાઉ અમેરિકાનાં ઓહિયા સ્ટેટની ચૂંટણીમાં ભુજના નીરજ અંતાણીની સેનેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે ફરી કચ્છની જ યુવતીને અમેરિકામાં મહત્વપર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના દુર્ગાપુર ગામની રહેવાસી રીમાં શાહને ડેપ્યુટી એસોસિયેટ્સ કાઉન્સિલ તરીકે વરણી કરવામાં આવી છે. પ્રીતિબેન અને ભરતભાઈની પુત્રી રીમા ફકત 31વર્ષની જ છે. જે એક જૈન પરિવારમાંથી આવે છે. તેણે નાની વયે અમેરિકામાં જો બાઇડન ટીમમાં ડેપ્યુટી એસોશીઍટ્સનું પદ સંભાળીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.