૪,૮૬૦ બોટલ વિદેશી દારૂ અને ટ્રક મળી રૂ.૨૮.૨૫ લાખનો મુદામાલ કબ્જે કરતુ આરઆરસેલ
વાંકાનેર તાલુકાના સમથેરવા ગામ પાસે વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે રાજકોટ રેન્જ આરઆરસેલના સ્ટાફે દરોડો પાડી રૂા.૧૮.૨૨ લાખની કિંમતની ૪,૮૬૦ બોટલ વિદેશી દારૂ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન બુટલેગર સહિતના શખ્સો ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં સુરેન્દ્રનગરના પીપળી ગામના વસંત કાનજી વાણીયા નામના શખ્સે વિદેશી દારૂ મગાવી ટ્રકમાંથી જુદા જુદા વાહનમાં હેરાફેરી માટે કટીંગ કરી રહ્યો હતો તે દરમિયાન રાજકોટ રેન્જ આઇજીપી સંદિપસિંહના આરઆરસેલના પી.આઇ. વાળા, પી.એસ.આઇ. જે.આર.ડેલા, હેડ કોન્સ્ટેબલ ધમેન્દ્રસિંહ વાઘેલા, કુલદીપસિંહ ચુડાસમા, રસીકભાઇ પટેલ અને રાજદીપસિંહ ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
જી.જે.૩એટી. ૨૧૧૯ નંબરના ટ્રકમાંથી રૂા.૧૮.૨૨ લાખની કિંમતની ૪,૮૬૦ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે રૂા.૧૦ લાખની કિંમતના ટ્રક કબ્જે કર્યો છે. દરોડા દરમિયન બુટલેગર વસંત વાણીયા અને ટ્રકના ચાલક ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.