રાજુલા શહેરમાં ધારાસભ્ય અમરીશ ડેર તથા પાલિકા પ્રમુખ દ્વારા ગરીબો માટે એક સહાય નવતાર પ્રયાસ સૌની દિવાલ. રાજુલા શહેરમાં કેટલાય લોકો ઠેરઠેર કચરો ઉપાડી ભંગારમાં વેચી પોતાનું ગુજરાન ચલાવે છે કેટલા મગજના અસ્થિર લોકો ઠેરઠેર ભટકી રહ્યા છે જેમને પૂરતાં વસ્ત્રો અનાજ બુટ ચપ્પલ હોતા નથી ઝુપડ પટ્ટી માં વસતા લોકોને આ સમસ્યા ઉભી થાય છે એ વખતે ઘણી વખત શહેરના મુખ્ય વિસ્તારોમાં માંગવા જતા પણ કઈ મળતું નથી આ મુદ્દાને ધ્યાને લઇ ધારાસભ્ય અમરીશ ડેર પાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ એક નવતર આયોજન કર્યું એસટી સ્ટેશન નજીક વોટર પંપ પાસે સૌ ની દિવાલ બનાવી અલગ-અલગ ખાના બનાવ્યા અનાજ બુટ ચપ્પલ વસ્ત્રો આમ અપીલ કરી જેમની પાસે ઘણું બધું છે છતાં જરૂર નથી એવા લોકો અહીં આવી વસ્તુ મૂકી જાય અને જેની પાસે કશું નથી તે લોકો લઈ જાય આ નવતર પ્રયોગને ઘણી સફળતા મળી છે.
આ રીતે “સૌની દીવાલ” ગરીબ લોકો અને જરૂરિયાતમંદોને ખુબ મદદરૂપ સાબિત થઈ રહી છે. જો આ રીતની પહેલ રાજ્યના દરેક તાલુકા અને ગામડાઓમાં કરવામાં આવે તો ગુજરાતમાં કોઇ ગરીબ ભૂખ્યો સુવે નહિ. અને અન્ય લોકોની નકામી થઈ ગયેલી બિનજરૂરી વસ્તુઓ ગરીબોને કામ આવી શકે.