૩૯ વર્ષના સંયમ પર્યતમાં અનેક નાના મોટા ક્ષેત્રોમાં વિચરણ કરી ગોંડલ સંપ્રદાય અને જિન શાસનનો ડંકો વગાડયો છે

ગોંડલ સંપ્રદાયના પરમ શ્રધ્ધેય.પૂ.ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.નો  જેઓને આજે ૬૩મો જન્મ દિવસ છે. ર૪ વર્ષની ભર યુવાન વયે પિતા સાથે દીક્ષા લીધી હતી. સૌરાષ્ટ્રના ભાણવડ તાલુકાના ખોબા જેવડા જશાપર ગામમાં રત્નકુક્ષિણી માતા શાંતાબેન તથા ધમે પરાયણ પિતા પોપટભાઈ ઝીણાભાઈ મણિયાર પરીવારના ખમીરવંતા ખોરડે એક બાળકનું અવતરણ થયુંા મણિયાર પરિવારના ચાર સંતાનો મનહરભાઈ, નવીનભાઈ, જશવંતભાઈ અને *સૌથી નાના સૌના વ્હાલા ધીરજભાઈ. પુત્રના લક્ષણ પારણામાં તેમ આ બાલૂડાનો જન્મ થતાં જ સવેત્ર આનંદ – હષે છવાઈ ગયો.સમગ્ર માહોલ ધમેમય બની ગયો.મણિયાર પરિવાર એટલે સુખી સંપન્ન પૂણ્યશાળી પરીવાર.ધોમ – ધોમ સાહેબી વચ્ચે તેઓનો ઉછેર થતો હતો,પરંતુ સુખ સાહેબીને ઠોકર મારી માત્ર ૨૪ વષેની ભર યુવાન વયે સ્વેચ્છાએ પ્રભુ મહાવીરનો કઠોરતમ ત્યાગ માગે અંગીકાર કરવાનો સંકલ્પ જાહેર કર્યો. ઉપલેટાની પૂણ્ય અને પાવન ભૂમિ ઉપર તા.૧૫/૨/૧૯૮૨ સોમવારના શુભ દિવસે ૮૦ વષેના પોપટભાઈ અને ૨૪ વષેના ધીરજકુમાર એટલે  પિતા – પુત્ર ” બંનેની એક સાથે સાદાઈથી છતાં ગરીમાપૂણે અને જાજરમાન દીક્ષા મહોત્સવ ઉપલેટામાં ઊજવાયેલ. દીક્ષા મંત્ર – કરેમિ ભંતેનો પાઠ જ્ઞાન ગચ્છ સંપ્રદાયના પૂ.મહાત્માજી મ.સા.એટલે કે પૂ.જયંત મુનિ મ.સાહેબે ભણાવેલ.વડી દીક્ષા સંપ્રદાયનું વડું મથક ગોંડલ મુકામે ઉજવાયેલ.  દીક્ષા સમયે ચતુર્વિધ સંઘના શબ્દો હતાં કે આ આત્માઓ ગોંડલ સંપ્રદાય એવમ્ જિન શાસનને ગૌરવાન્તિત કરશે..એ વાક્યો આજે સાચા પડી રહ્યાં છે.ઈન્દ્રપ્રસ્થનગરના સેવાભાવી ટ્રસ્ટી જયશ્રીબેન શાહ કહે છે કે પૂ.ધીર ગુરુદેવના દો ફરમાન જ્ઞાન દાન..શય્યાદાન પૂ.ધીરગુરુની પ્રેરણાથી અનેક શાતાકારી ધમે સ્થાનકોનું નિમોણ થયું તથા જિર્ણોદ્ધારના સુકાયે થયા.પૂ.  ધીર ગુરુદેવે વૈયાવચ્ચ ગુણધરાણં નમો નમ : સૂત્ર ને ચરિતાર્થ કર્યું છે. ઘાટકોપર સંઘના ટ્રસ્ટી મુકેશભાઈ કામદારે જણાવ્યું કે પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.સદા ચતુર્વિધ સંઘની ખેવના કરતાં હોય છે.પૂ.સાધુ – સાધ્વીજીઓને સંયમ જીવનમાં સહાયક બનાય અને તેઓને શાતા ઉપજે તે લક્ષે નાના – મોટા અનેક ક્ષેત્રોમાં પાટ – પાટલા ઉપલબ્ધ કરાવ્યા.મનોજ ડેલીવાળાએ  જણાવ્યું કે પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ને વૈરાગી અને સંયમી આત્માઓ પ્રત્યે અનહદ લાગણી છે.અનેક આત્માઓને દીક્ષાના દાન આપી શાસનને જીવંત રાખવામાં પૂ.ગુરુદેવ અજોડ કાયે કરે છે.કોઈ પણ સંપ્રદાયમાં કોઈ હળુ કર્મી આત્મા સંયમ ધમેને અંગીકાર કરવાના ભાવ ધરાવે તો પૂ.ગુરુદેવ હજારો કિલોમીટરનો ઉગ્ર વિહાર કરી દીક્ષાના દાન દેવા પહોંચી જાય છે અને જિન શાસનની અપૂવે શાસન પ્રભાવના કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.