કોરોના ઉપર પ્રહાર: શહેરમાં ૬ સ્થળોએ વેકસીનેશનનો મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરાયો : પ્રથમ દિવસે અંદાજે ૬૦૦થી વધુ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરને રસી અપાઈ
કોરોના ઉપર રાજકોટે આજે પહેલો એટેક કરી દીધો છે. જેમાં આજથી રાજકોટે કોવિશિલ્ડનું સુરક્ષા કવચ પહેરી લીધું છે. આજે શહેરના ૬ સ્થળોએ વેકસીનેશનનો મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો. દિવસભરમાં અંદાજે ૬૦૦ જેટલા ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરોએ રસી લીધી હતી. આજે સવારે ૧૦:૩૦ વાગ્યે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ કોરોના વેક્સીનેશન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં રાજકોટના કુલ ૬ બુથ પરથી વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતેના વેક્સીનેશન બુથની કામગીરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નિહાળી હતી. જ્યારે અન્ય ૫ બુથ પર આ કાર્યક્રમ વિડીયો સ્ક્રીન દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના મંત્રી આર.સી.ફળદુ, પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને કોઠારીયા આરોગ્ય કેન્દ્ર ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતાની ઉપસ્થિતીમાં વેકસીનેશન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
દેશમાં રસીકરણની તબક્કાવાર પદ્ધતિથી કોરોના નાથવા તંત્ર સજ્જ: આર સી ફળદુ (કેબિનેટ મંત્રી)
કેબિનેટ મંત્રી આર સી ફળદુ એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જાણવ્યું હતું કે દેશની ફાર્મસ્યુટ કંપનીઓએ દેશને ખરા સમયમાં પોતાની તાકાત અને દેશ પ્રેમ દેખાડ્યું છે દુનિયા આખી જ્યારે આ કોરોના મહામારી વચ્ચે ઝઝુમી રહ્યાં હતાં ત્યારે દેશ ની ફાર્માસ્યુત કંપની એ સરાહનીય કામગીરી કરી છે વડા પ્રધાન મોદી સાઈબ દ્વારા તેઓ ને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે દેશમાં જ્યારે રસીકરણ માટેના લોન્ચિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે મને ખુબ ખુશી થાય છે કે હવે સતાવાર આ કોરોના મહામારીમાંથી ઉભરી શકાશે રસીકરણના બંને તબક્કા ફરજિયાત કર્યા બાદ કોરોનાને આસનીથી ક્ધટ્રોલમાં લાવી શકાશે ફ્રન્ટલાઈનના કોરોના વોરિયર્સ તેમજ જે દેશના સાહસિક કોરોના વોરિયર્સ છે તેઓને પ્રથમ વેક્સિનેશન આપવાની જરૂર છે ત્યારબાદ બીજા તબક્કામાં જે રીતની ગાઈડલાઈન અનુસરવામાં આવશે તે જ રીતનું કામ કરવામાં આવશે દેશના દરેક જિલ્લા કે ગામડાઓમાં લોકોને એક આશા ઊભી થઈ છે હવે આ કોરોના મહામારીને આપણે નથી સંપૂર્ણ દેશ સ્વસ્થ બનશે કોરોના સામે વેક્સિન દિવાલ બનીને ઉભી છે ત્યારે લોકોમાં રાજીપો જોવા મળે છે રસીકરણ લીધા બાદ પણ આજની દરેક વ્યક્તિએ સરકારની ગાઇડ લાઇન અનુસરવાની તો ફરજીયાત રહેશે અને આ મહામારી થી સતર્ક રહેવાનું રહેશે.
જાન્યુઆરી-કૃષિમંત્રી આર.સી.ફળદુએ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતેથી કોરોના રસીકરણ કાર્યક્રમનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમથી દેશના નાગરિકોને કોરોના સામે લડવાનો સધિયારો સાંપડ્યો છે. મંત્રી ફળદુએ કોરોના સામેના યુદ્ધમાં જીવનને હોડમાં મૂકી કોરોના દર્દીઓની સારવારમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર આરોગ્ય કર્મીઓની સેવા ભાવનાને બિરદાવી હતી અને ઉત્તમ સેવાની પ્રેરણા પૂરી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પીડીયુ હોસ્પિટલ ખાતે યોજાયેલા કોરોના રસીકરણનો સૌપ્રથમ ડોઝ અધિક્ષક ડોક્ટર પંકજ બુચે લીધો હતો અનેકોરોના સામેની લડાઇનું રાજકોટ ખાતેનું સૌપ્રથમ કવચ ગ્રહણ કર્યું હતું. આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે સ્વાગત પ્રવચનમાં આજના રસીકરણ કાર્યક્રમની ટૂંકી રૂપરેખા રજૂ કરી હતી. રસીકરણના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્સાહવર્ધક પ્રવચનમાં ઉપસ્થિત સૌ સામેલ થયા હતા. રાજ્યની કોરોના સ્થિતિનો ચિતાર રજુ કરતી ટૂંકી ડોક્યુમેન્ટરીનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં રસીકરણ માટે કુલ ૨૭ હજારથી વધુ રસીકરણ બુથ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ૪.૪૦ લાખ હેલ્થ વર્કર્સને તાલીમબદ્ધ વેક્સિનેટર દ્વારા રસી આપવામાં આવશે. રાજ્યમાં કુલ ૨૨૩૬ કોલ્ડ ચેઇન પોઇન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને કોવિડને અનુરૂપ વ્યવહાર સાથે એક્ સેશન સાઇટ પર સો લાભાર્થીઓને રસીકરણ આપવામાં આવશે. એક વેકસીનેટર અને અન્ય ચાર વેક્સિનેશન અધિકારીઓ લાભાર્થીઓની સેવામાં ઉપલબ્ધ રહેશે.
આ કાર્યક્રમમાં કલેકટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયા, પોલીસ અધિક્ષક બલરામ મીના, અધિક કલેકટર પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, વિભાગીય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતા, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, અગ્રણીશ્રી કમલેશ મિરાણી અને જયમીન ઠાકર,ડીન ડો. મુકેશ સામાણી, રસી લેનાર આરોગ્ય વિભાગના લાભાર્થીઓ, ખાનગી ડોક્ટર્સ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રસીકરણના બીજા તબક્કામાં માર્ગદર્શિકા પ્રમાણે તૈયારીઓ શરૂ થશે: કલેક્ટર રૈમ્યા મોહન
કલેકટર રમ્યા મોહન એ અબતક સાથ ખાસ મુલાકત માં જણવ્યું હતું કે આજે આખા ભારતમાં જ્યારે રસીકરણ અભિયાન શરૂ થયું છે ત્યાર મને જણાવતા ખુબ આનંદ થાય છે અત્યાર સુધી જે વાતો થતી હતી કે ક્યારેય રસીકરણ શરૂ કરવામાં આવશે આજે એ દિવસ આવી ગયો છે આજે આ પહેલો તબક્કો શરૂ થયો છે માન્ય વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે આરોગ્ય કર્મચારીઓ ડોક્ટર, નર્સ કોવિડના જે ફ્રન્ટલાઈન વોરીયર્સ છે એ લોકો બધા દરેક સાઇટ પર આજે ટીકા કરણ લઈ રહ્યા છે જય બીજા તબક્કા વારમાં પણ સરકારની માર્ગદર્શિકા હેઠળ રહીને જ સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરવામાં આવશે.
લોકોએ ડરવાની જરૂર નથી: મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી
વિશ્વનું સૌથી મોટું રસી કરણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે રાજકોટમાં કુલ ૬ જગ્યાઓ પર વેસિનેશન આપવાનુ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે રાજ્યના મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ વેકસીનેસન શરૂ કરાવવામાં આવ્યું હતું. ધનસુખભાઈએ અબતક સાથે વાત કરતા જણાવ્યુ હતું કે દુનિયાનું સૌથી મોટું વેકસીનેસન આજથી શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આજે કુલ ૧૬૧ જગ્યાઓ પર વેકસીનેસન શરૂ કરવામાં આવ્યું હતું. અને આવતા દિવસોમાં ગુજરાતની જનતાને તેનો લાભ શરૂ થઈ ગયો છે. ત્યારે દેશની જનતા આ રસીનું ટીકાકરણ કરે તેવો અનુરોધ છે. ખાસ તો લોકો અફવાઓથી દૂર રહે રસી સંપૂર્ણ સંશોધન પછી જ ઉપયોગીમાં આવી છે. લોકોએ ડરવાની જરૂર નથી અને સરકાર અને વેકસીન માટે કાર્ય કરતા તમામને સહયોગ આપશો.
સરકારના પ્રયત્નો જરૂરથી સફળ થશે: ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ
આજે સમગ્ર ભારત દેશમાં કોવી – શિલ્ડ રસીનુ રસીકરણ અભિયાન શરૂ થયું જેમા રાજકોટ ખાતેની પદ્મા કુવરબા હોસ્પિટલમાં રસીકરણના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ગોવિંદ પટેલ સાથે અબતકની ટીમે વાતચીત કરી હતી જેમાં એમને જણાવ્યું હતું કે રસી ઉપર તેમને પૂરતો ભરોસો છે ભારત સરકારનો આ પ્રયત્ન જરૂરથી ખૂબ જ સફળ થશે તેવી તેમની આશા છે
રસીકરણથી લોકો આશા જાગી: મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશમાં જ્યારે મહારસિકર્ણ અભિયાન શરૂ થયું છે તેનાથી અમને ખૂબ ખુશી થઈ છે દેશના દરેક વર્ગના લોકોને રસી ક્યારે આવશે તેની ઉત્સુકતા નો આજે અંત આવ્યો છે ત્યારે સરકારના માર્ગદર્શન હેઠળ તેમજ તમામ એસ.ઓ.પી ને ધ્યાનમાં રાખી આ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા તમામ તકેદારીઓ ને ધ્યાન રાખી આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે જે ફ્રન્ટ લાઇન ના કોરોના વોરિયરસ છે તેઓને આ પ્રથમ તબક્કે રસી આપવામાં આવી રહી છે તેમજ બીજા તબક્કામાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ રસીકરણ કરવામાં આવશે બે તબક્કા ફરજિયાત પૂર્ણ કરવા જરૂરી વેક્સિન આપ્યા બાદ હવે દેશના લોકોમાં આશા જાગી છે ત્યારે આ કોરોના મહામારીમાંથી આપણે સંપૂર્ણપણે બહાર નીકળી શકીશું.
૩૦ મિનિટ સુધી રસી લેનારનું ઓબ્ઝર્વેશન: કોર્પોરેશનના આસી. કમિશનર સમીર ધડુક
અબતક સાથેની વાતચીત દરમિયાન મનપાના આસી. કમિશ્નર એસ.જે. ધડુકએ જણાવ્યું હતું. કે આજથી કોરોના મહાઅભિયાન શરુ થયું છે. ત્યારે રાજકોટમાં છ સ્થળોએ કોરોના વેકસીન આપવાનું શરુ થયું છે. પી.ડી.યુ. સીવીલ હોસ્પિટલ પદમકુંવરબા હોસ્પિટલ, સ્ટલીંગ હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા આરોગ્ય કેન્દ્રમાં કોરોના વેકસીન આપવાનું શરુ થયું છે. જે દરેક જગ્યા એક દિવસ દરમિયાનએ લોકોને વેકસિન આપવામાં આવશે. જે વ્યકિતને વેકસીન આપવામાં આવ્યું છે. તેને ૩૦ મીનીટ સુધી ઓબઝવેશન રૂમમાં બેસાડવામાં આવશે જેથી કોઇ લક્ષણો દેખાય કે આડઅસર થાય તો ખ્યાલ આવે અને સારવાર થઇ શકે.
તબીબોને પ્રથમ રસી દેવાનો સાચો નિર્ણય: જ્યોતિન્દ્ર મહેતા (બેન્કિંગ અને સામાજીક ક્ષેત્રના અગ્રણી)
કો.ઓ. બેંકના ચેરમેન અને સામાજીક અગ્રણી જયોતિન્દ્ર મહેતાએ રસીકરણ અંગે જણાવ્યું હતુ કે દેશમાં આજથી કોરોના સામેની લડતમાં રસીકરણ કરવાનું શરૂ કરાયું છે. અને તબીબો, મેડિકલ સ્ટાફને પ્રથમ રસીકરણ કરવાનો નિર્ણય એ સાચો નિર્ણય છે. દેશના લોકોને કોરોનાથી બચાવવા રસીકરણ અભિયાનએ દુનિયાનું સૌથી મોટુ અભિયાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાગણી છે કેદેશના બધા સપુતોને રસીકરણ થાય આજે દેશભરમાં ત્રણ હજાર જગ્યાએથી રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. રસીકરણ પછીની પ્રક્રિયા પણ પારદર્શક છે. જેમાં પ્રમાણપત્ર અને મોબાઈલ પર સંદેશો આવી જાય છે. દેશના હિતમાં રસી બચાવવા ભકિતભાવ સાથે કામ કરવું જોઈએ.
સ્વદેશી કોવીશિલ્ડ રસી ખૂબ સુરક્ષિત છે: ડો. હાર્દિક મહેતા (નાયબ આરોગ્ય અધિકારી)
નાયબ આરોગ્ય અધિકારી ડો. હાર્દિક મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે આપણા આખા ભારત દેશની અંદર ૩૬૦૦થી વધારે જગ્યા પર રસીકરણ લોન્ચિંગ નો કાર્યક્રમ છે તે શરૂ કર્યો છે. આદરણીય વડાપ્રધાન દ્વારા રસીનું લોન્ચિંગ કરીને આજે રસીકરણ ની પ્રારંભ કર્યો છે. આ ખૂબ જ ગર્વની અને સારી વાત છે. આટલા ટૂંકા સમયની અંદર ભારત દેશે રસી બનાવી લીધી છે અને આ કોવિશિલ્ડ અને કોવેક્સીન બધા હેલ્થ વર્કરોને આપી રહ્યા છીએ. બધા લોકોને તબક્કાવાર રસી આપવામાં આવશે. મારી લોકોને એટલી જ અપીલ છે કે કોવિડની જે રસી છે તે ખૂબ સુરક્ષિત છે બીજા રસીની જેમ ૮૦ ટકા અસરકારક છે. બધા નાગરિકોએ આ રસી લેવી જોઈએ.
રસી ઉપર સંપૂર્ણ ભરોસો: ડો. હિરેન કોઠારી (આઇએમએન પ્રતિનિધિ)
આજે સમગ્ર ભારત દેશમાં કોવી – શિલ્ડ રસીનુ રસીકરણ અભિયાન શરૂ થયું જેમા રાજકોટ ખાતેની પદ્મા કુવરબા હોસ્પિટલ માં રસી લેનાર પહેલા વ્યક્તિ ડોક્ટર હિરેન કોઠારી સાથે અબતક ની ટીમ એ વાતચીત કરી હતી જેમાં એમને જણાવ્યું હતું કે કોવી -શિલ્ડ વેક્સિન પર તેમને પૂરતો ભરોસો છે. તેમજ વેક્સિન પ્રક્રિયા વિશે તેમને અબ તક ટીમ સાથે વાતચીત કરી હતી.
દેશમાં આજે ઐતિહાસિક પળ: એ. આર. સિંઘ (ડે.મ્યુ. કમિશ્નર)
કોરોના રસીકરણ અંગે ડે.મ્યુ. કમિશ્નર એ.આર. સીંઘે જણાવ્યું હતુ કે દેશમાંઆ એક ઐતિહાસીક ક્ષણ છે. કોરોના રોકવા રસીનો ડોઝ લીધા બાદ એક મહિના બાદ બીજો ડોઝ લેવાનો રહેશે ત્યારબાદ ૧૪ દિવસ પછી રસીની અસર દેખાશે. રસીકરણનો સમય નોંધાશે અને અમૂક સમય ઓબ્ઝર્વમાં રખાશે. રસી લીધા બાદ પણ માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવા જેવી તકેદારી રાખવી પડશે.
ડો.અમિત હાપાણી અને ડો. બબિતા હાપાણીએ રસી મુકાવી
શહેરના સિનિયર ફિઝીશિયન ડો. અમિત હાપાણીને પીડીયું મેડિકલ કોલેજ ખાતે પ્રથમ દશ વેકસીનના લાભાર્થી તરીકે કોરોનાની વેકસીન લઈ રાજકોટ શહેરીજનો માટે એક આદર્શ ઉદાહરણ પુરૂ પાડેલ છે અને એમને રાજ્ય સરકાર દ્વારા અપાયેલ બેજ (બિલા) લગાળી અભિવાદન કારેલ છે. ઉપરાંત ડો. બબિતા હાપાણીએ પણ સિવિલ હોસ્પિટલ ખાતે રસી મુકાવી હતી. તેમને કોઇ આડઅસર જોવા મળી ન હતી. ડો. દંપતિએ રસી ચોક્કસ લેવી જોઇએ તેવી હાંકલ કરી હતી.
મારી જાતને ભાગ્યશાળી અનુભવું છું: ડો. ચિરાગ માત્રાવડિયા
વોક હાર્ટ હોસ્પિટલના ડો ચિરાગ માત્રવાડિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ભારત સરકારનો આભાર માનું છું કે જેમને સ્વદેશી રસી વિકસાવી અને બધા સ્વાસ્થ્ય કર્મી ને પ્રાથમિકતા આપી. આજે જે રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે તે આપણા માટે ખૂબ ગર્વની વાત છે. હું આજે ખૂબ જ હર્ષ અનુભવું છું કે જે કોરોના થી અમે એક વર્ષથી લડી રહ્યા છીએ. વધારે ને વધારે લોકોને રસી મળતી જશે તેમ વધારે ને વધારે લોકો સુરક્ષિત થશે. કોરોના નબળો થતો જાય તેવી પ્રાર્થના છે. ધીમે ધીમે આપણો સમગ્ર દેશ અને સમગ્ર દુનિયા કોરોના મુક્ત બને. હું લોકોને એક જ વાત કરીશ કે તમે જ્યારે તમારા બાળકોને રસી મુકાવવા માટે લઈ ગયા હતા ત્યારે પણ બાળકોને એક બે દિવસ તાવ આવતો . તે રીતે આ એડલટ રસી છે તો તેમાં સામાન્ય તાવ આવે નબળાઈ આવે એલરજી જેવું લાગે તો તે ટેમ્પરારી છે તેનાથી સિરિયસ કશું નથી થતું. પણ જો કોઈ વ્યક્તિ ને સિરિયસ કોરોના લાગી જાય અને તેને હોસ્પિટલ માં દાખલ કરવો પડે છે અને દુ:ખ આવે છે તે આપણે આટલા મહિનામાં જોયું છે તો તેની સામે રસીથી જે સુરક્ષા મળે છે કોરોના તમને થશે નથી અને થશે તો હળવા પ્રકારનો થશે. માટે નાની સાઈડ ઇફેક્ટથી ગભરાવું નહીં. શક્ય હોય એટલી વહેલી રસી લેવી જ જોઈએ. મે આજે રસી લીધી છે જેનો મને ગર્વ છે. મારી જાતને ભાગ્યશાળી અનુભવું છું. મારા પરિવારને રસિકરણની ચિંતા બિલકુલ નહોતી કેમ કે મારા પપ્પા અને પત્ની ડોકટર છે જ્યારે મારો પુત્ર પણ એમબીબીએસ કરે છે. એટલા માટે તેઓ બધા રસી પ્રત્યે જાગૃત છે અને તેના નાના અસરોની જાણ છે. પણ સર્વે જનતાને એવી વિનંતી છે કે હળવી સાઈડ ઇફેક્ટ છે તેમજ સોશિયલ મીડિયામાં જે અફવાઓ ગેરસમજણો ફેલાઈ રહી છે તેનાથી દૂર રહેજો. રસી સંપૂર્ણ પણે વૈજ્ઞાનિક રીતે તૈયાર થાય છે. ત્યારપછી જ એને પરમિશન આપવામાં આવે છે. તો રસીનો ફાયદો લઈ દરેક વ્યક્તિએ પોતાની અને કુંટુંબને કોરોનમુક્ત કરવા જોઈએ.
કોરોના સામે આત્મગૌરવ સાથે સંધર્ષ બાદ સ્વદેશી રસી તૈયાર કરી તે ગૌરવપૂર્ણ: જયેશભાઇ રાદડીયા
જેતપુર સી.એચ.સી. ખાતે રાજયના અન્ન અને નાગરિક પુરવઠામંત્રી જયેશભાઇ રાદડીયાની પ્રેરક ઉપસ્થિતીમાં ફ્રન્ટલાઇન કારોના વોરીયર્સ એવા ૨૭ તબીબો સહિત કુલ ૯૪ મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને કારોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો હતો.મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતુ કે, કોરોના મહામારીએ માનવીય સંવેદનાની ચરમસીમા સુધી અસરકારતા દર્શાવી છે. વિશ્વભરમાં લોકોને આર્થિક, સમાજીક, માનસીક યાતના અને નુકશાની વેઠવી પડી છે. આમ છતાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ આપણા સમગ્ર દેશવાસીઓએ જે આત્મગૌરવ અને ધિરજપૂર્વક આ મુશ્કેલ સમયનો સામૂહીક એકતા અને સહભાગીતા સાથે સામનો કર્યો છે. તે સમગ્ર વિશ્વ માટે અનુકરણીય બાબત બની રહી છે. ભારત દેશે કોરોના સામે સ્વદેશી રસીનું નિર્માણ કરી અને તેનું વિશ્વની મોટી જનસંખ્યામાં રસીકરણ સફળ શરૂ કરી સમગ્ર વિશ્વમાં અગ્રીમ હરોળમાં સ્થાન મેળવ્યું છે. તે સૌ દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ બાબત છે.
રસીકરણ કરાવ્યું છે તેમને ૬ અઠવાડિયા સુધી ધ્યાન રાખવું: ડો.પ્રફુલ દયાણી
સ્ટર્લિંગ હોસ્પિટલ મેડિકલ ડાયરેક્ટર ડો. પ્રફુલ દયાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ આખી પ્રક્રિયાનું પહેલાં સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ડ્રાઈ રન કરવામાં આવ્યું હતું. આખી પ્રોસેસનું સ્ટડી અને તેના કોઈ લૂપ હોલ હોય તો તે દૂર કરવામાં આવ્યા હતા. આજે જેમને રસી આપવામાં આવી હતી. તેમને મેસેજ કરવામાં આવ્યો હતો. તે રીતે ટાઇમ નક્કી કરી તેમને બોલાવવા આવ્યા હતા. ત્યારબાદ તેમને રજીસ્ટ્રેશન માં જવાનું થાય છે તેના પછી તેમનું રસીકરણ થાય છે. તેના પછી તેમને અડધો કલાક નિરીક્ષણમાં રહેવાનું છે. રસીકરણ સફળ રીતે થાય પછી તેમને ક્યું આર કોડ વાળું સર્ટિફિકેટ પણ મોકલવામાં આવે છે. જેમને રસીકરણ કરાવ્યું છે તેમને ૬ અઠવાડિયા સુધી ખાસ ધ્યાન રાખવું. કેમ કે આની ઇફેક્ટ ૬ અઠવાડિયા પછી આવે છે. જો કોઈને કોઈ અસર હોય તો અધિકારી અને મેસેજમાં જે નંબર આવે છે તેમાં જાણ કરવાની રહેશે. તાવ અને ઇચિંગ જેવા સામન્ય ઇફેક્ટ આવી શકે છે.
ભારતની રસી આપણા માટે ગૌરવ: દેવાંગ માંકડ
અબતક સાથેની વાતચીત દરમિયાન શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડે જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પુરા ભારત દેશ વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરુ કરવામાં આવેલ છે. તેઓએ વર્ચુઅલી શુભારંભ કરાવ્યો છે. ત્યારે રાજકોટમાં છ જગ્યાએ વેકસીનેશન આપવાની શરુઆત કરવામા આવી છે. આપણા માટે ગર્વની વાત કહી શકાય કે ભારતની રસી જ આપવામાં આવી રહી છે. આજે જે લોકો એ કોરોના કાળમાં પુરી નિષ્ઠાથી કામગીરી કરી છે. તેવા હેલ્થ વર્કરોને વેકસીનેશન આપવામાં આવશે. એક જગ્યાએ અંદાજીત સો લોકોને વેકસીનેશન આપવામાં આવશે. તમામ લોકોને ઓબ્વેઝશન રૂમમાં પણ રાખવામાં આવ્યાં છે જેનાથી કોઇ આડઅસર થાય તો તેનો ખ્યાલ આવી શકે.
ભલે વેકસીન લીધી પણ તકેદારીઓ રાખીશું જ: કિંજલ વાઘેલા
અબતક સાથેની વાતચીત દરમિયાન સ્ટલીંગ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા કિંજલ વાઘેલા જણાવ્યું હતું કે. અમે ઘણા વખતથી કોરોનાની કામગીરી કરી રહ્યા છીએ આજ દિવસ સુધી અમને કોરોના થયો નથી. અમે કોરોના પેશન્ટ સાથે જ હતા. પરઁતુ પૂરતી તકેદારીના કારણે આજ સુધી અમને કોરોના થયો નથી તે મહત્વની બાબત છે. મારે વેકસીન આપવું હતું ત્યારે ઘરે વાત કરી ઘરના તમામ લોકો સહમત થયા હતા. અને હોંશે હોશે મને કોરોના વેકસીન લેવાની પરવાનગી આપી હતી.
આજે મને જણાવતા ખુબ જ આનંદ થાય છે કે વેકસીન આવી ગઇ છે. અને જેના કારણે કોરોનાથી રક્ષણ મળશે. હજુ પણ કોરોના ગયો નથી ભલે વેકસીન લઇલીધી હોય પરંતુ તકેદારી તો રાખવી જ પડશે.
માસ્ક, સેનેટાઇઝ, સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવું જરુરી છે. જો કોઇ આડઅસર થશે કે કોઇ સિમટમ્સ દેખાશે તો નજીકના આરોગ્ય કેન્દ્રનો અમે સંપર્ક કરીશું.
સિવિલ હોસ્પિટલમાં ડો.પંકજ બુચ સહિત નામાંકિત તબીબોએ લીધી કોરોના વેકસીન
રાજ્યભરમાં આજથી શરૂ થયેલા કોરોના રસીકરણ કાર્યક્રમ અન્વયે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે પ્રાથમિકતા ક્રમ મુજબના તમામ કોરોના વોરિયર્સને રસીનો પ્રથમ ડોઝ આપીને રાજ્ય સરકારે સમાનતા દર્શક કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કોરોના રસીનો સૌ પ્રથમ ડોઝ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના ડોક્ટર પંકજ બુચે લીધો હતો.ત્યારે પ્રથમ કલાકમાં આ ડોઝ લેનાર અન્યોમાં ડીન ડો. મુકેશ સામાણી, ખાનગી ડોક્ટરો અમિત હપાણી અને બબીતા હપાણી, ડો. સ્વાતિ પોપટ અને ડોક્ટર યજ્ઞેશ પોપટ, નર્સ શ્રીમતિ કાજલબેન તથા વિજયભાઈ માંડ, સ્વિપર જયશ્રીબેન તથા વોર્ડબોય સાહિલભાઈ રાઠોડે પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
આ તમામ કોરોના વોરિયર્સે કોરોના રસીનો પ્રથમ ડોઝ લઈને કોરોના સામેનું કવચ પ્રાપ્ત કરી લીધું છે અને અન્યોને પણ આ કવચ પ્રાપ્ત કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે.
રસી વિશેની ગેરમાન્યાઓથી દુર રહેવું: ડો. સંદિપસિંહ ઝાલા
સ્ટર્લિંગ હોસ્પિટલ મેડિકલ ઓફિસર ડો. સંદીપ સિંહ ઝાલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે સૌથી પહેલો કેસ ૧૮ માર્ચે રાજકોટમાં નોંધાયો ત્યારથી સતત કોરોના ના એકપોઝર માં છીએ. અત્યાર સુધી ક્યારેય કોરોનાની ટ્રીટમેન્ટ દરમિયાન ડર નથી લાગ્યો પણ આજે જ્યારે સરકાર તરફથી એમને ગિફ્ટ તરીકે રસી આપવામાં આવી રહી છે ત્યારે એક સંતોષ થાય છે કે જે કામ કર્યું છે તેના માટે અમને રસી મળી રહી છે. રસીથી ફાયદો થશે કે નહીં થાય તેની કોઈ ચિંતા નથી. પણ રસી મળી છે તો તેની એફિકેસી સારી હશે એવું મારું ચોક્કસ માનવું છે. રસી બધાએ લેવી જ જોઇએ રસી વિશે જે પણ ગેરમાન્યતા છે કે ખોટી અફવાઓ છે તેનાથી દૂર રહેવું જોઈએ. જાગરૂક નાગરિક તરીકે બધાએ રસી લેવી જોઈએ. મારા પરિવારના લોકો બધા ખુશ હતા કે આજે મને રસી મળવાની છે. રસી લેવી જ જોઇએ. મારા ઘરમાંથી કોઈ નથી કહ્યું કે રસી ના લેવી જોઈએ.
કોરોનાની રસી લેનાર પ્રથમ વ્યકિત બન્યાં અશોકભાઈ ગોંડલીયા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવ્યાપી કોરોના વેક્સિનેશન અભિયાન આરંભ કરાવ્યાની ગણતરી જ મિનિટોમાં શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે ધન્વંતરી રથના ડ્રાઇવર અશોકભાઈ ગોંડલીયાને કોરોનાની વેક્સિન આપી દેવામાં આવી હતી.તેઓ રાજકોટમાં કોરોનાની રસી લેનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા.આ ઘટના સાક્ષી ધનસુખભાઇ ભંડેરી, ઉદયભાઇ કાનગડ અને બાબુભાઇ આહીર બન્યા હતા.વેક્સિન લીધા બાદ તેઓએ રાજકોટવાલીઓનો ઉત્સાહ વધારતા અને કોરોના વેક્સિન અંગે જે લોકોમાં અસમંજસ ચાલી રહી છે તે દૂર કરતા એવું જણાવ્યું હતું કે દરેક રાજકોટ વાસીઓએ કોરોનાનો જંગ જીતવા માટે વેક્સિન મૂકવી જોઈએ આ આ એકમાત્ર હથિયાર છે.જેનાથી કોરોનાને નાથી શકાશે રસીકરણ બાદ તેઓને કોઈ પણ જાતની આડ અસર થવા પામી ન હતી.