જે સ્ત્રીઓ નિયમિતપણે રાત્રે છ કલાકે કે એથી ઓછી ઊંઘ લેતી હોય તેમને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ ૬૨ ટકા જેટલી વધારે હોય છે. ઓછી ઊંઘ અથવા તોે ઊંઘમાં તકલીફ થવાને કારણે શરીરમાં મેલેટોનિન હોર્મોનના ઉત્પાદનમાં પણ ખલેલ પહોંચે છે. આ હોર્મોન બ્રેસ્ટમાં કેન્સરની ટયુમર થતી અટકાવવામાં મદદ કરે છે. હોર્મોનની કમીને કારણે શરીરની કેન્સરના કોષો સામે લડવાની શક્તિ ઘટી જાય છે અને ટયુમર પેદા થવાની શક્યતાઓ વધી જાય છે.
જે સ્ત્રીઓ પૂરતું સૂએ છે એની સરખામણીએ ઓછું સૂવા પામતી સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ લગભગ લગભગ ૬૨ ટકા જેટલી વધારે હોય છે.કેન્સરના અનેક કારણો છે. જેમાં વ્યક્તિમાં રહેલી આળસ પણ કેન્સરનો એક ભાગ છે. સતત ઊંઘ પણ કેન્સર નોતરી શકે છે. શરીરમાં રહેલા મેલેટોનિન હોર્મોનના ઉત્પાદનમાં ઓછા વત્તા થવાના કારણે કેન્સરની બીમારી થાય છે.શરીરને યોગ્ય પ્રમાણમાં આરામ આપીને સતત કાર્યશીલ રાખવાથી કેન્સરને રોકી શકાય છે. શરીરની ઉર્જાને બહાર જવાનો માર્ગ મળે તો શરીર સ્વસ્થ રહે છે.