ડાક પાર્સલની આડમાં ક્ધટેનરમાં રૂ.૨૪.૫૦ લાખની ૬,૪૬૮ બોટલ વિદેશી દારૂ ઘુસાડતા હરિયાણાના શખ્સની ધરપકડ: રામોદ બાદ આરઆર સેલના સ્ટાફે એક સપ્તાહમાં વિદેશી દારૂનો બીજો મોટો દરોડો
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થતા ક્ધટેનરમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવી લાવવામાં આવતો હોવાની બાતમીના આધારે રાજકોટ રેન્જ આઇજીપી સંદિપસિંહના માર્ગ દર્શન હેઠળ આરઆરસેલના સ્ટાફે દરોડો પાડી રૂા.૨૪.૫૦ લાખની કિંમતની ૬,૪૬૮ બોટલ વિદેશી દારૂ સાથે હરિયાણાના શખ્સની ધરપકડ કરી ક્ધટેન્ર કબ્જે કર્યુ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા બુટલેગર દ્વારા વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરતા હોવાથી રાજકોટ રેન્જ આઇજીપી સંદિપસિંહ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરતા વાહનો પર ચાપતી નજર રાખવા આપેલી સુચનાના પગલે ગતરાતે રાજકોટ રેન્જ રીડર પી.આઇ. એમ.પી.વાળા, પી.એસ.આઇ. જે.આર. ડેલા, હેડ કોન્સ્ટેબલ શિવરાજભાઇ ખાચર, કુલદિપસિંહ ચુડાસમા, રામભાઇ અને સંદિપસિંહ રાઠોડ સહિતના સ્ટાફે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ ગોઠવી વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી મુજબનું એમ.એચ. ૪૬બીએમ. ૦૧૬૯ નંબરનું ડાક પાર્સલ લખેલું ક્ધટેનર પસાર થતા પોલીસે ક્ધટેનરના સીલ તોડી તપાસ કરતા તેમાંથી રૂા.૨૪.૫૦ લાખની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૫૩૯ પેટી વિદેશી દારૂ મળી આવતા પોલીસે હરિયાણાના ક્ધટેનર ચાલક રઘુવીરસિંહ રામેશ્ર્વરલાલ બિશ્નોઇ નામના શખ્સની ધરપકડ કરી રૂા.૧૬ લાખની કિંમતનું ક્ધટેનર કબ્જે કર્યુ છે.
વિદેશી દારૂ કયાંથી લાવ્યો અને કોને પહોચાડવાનો હતો તે અંગે પોલીસ દ્વારા રઘુવીરસિંહ બિશ્નોઇની પૂછપરછ હાથધરી છે. તાજેતરમાં જ રાજકોટ રેન્જના આરઆર સેલના સ્ટાફે કોટડા સાંગાણીના રામોદ ખાતેથી રાજકોટના બુટલેગરનો રૂા.૯ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધા બાદ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે.