હોટલ, હોસ્પિટલોથી માંડી ફ્રૂટના ધંધાર્થીઓ પર આઈટીના દરોડા
પશ્ર્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં એક પછી એક ગેરકાયદે વહીવટના મામલાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક કાળા નાણાંનું કૌભાંડ ફૂટયું છે. આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતા ૪૫૦ કરોડ રૂપીયાનું કાળુનાણું ઝડપાયું છે. જેનાથી ૧૦૫ કરોડ રૂપીયા સુધીની રકમ ‘ચોપડે જ નોંધાયેલી’ ન હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ-સીબીડીટીએ જણાવ્યું છે. ગત ૧૩મી જાન્યુઆરીના રોજ આવકવેરા વિભાગ દ્વારા કોલકાતામાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટાલીટી સંબંધીત સ્થળો તેમજ હોટેલ, રીઅલ એસ્ટેટ, ઓટોમોબાઈલ, ફાઈનાન્સ અને ફળના ધંધાર્થીઓનો સમાવેશ છે. આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા આ તમામ કારોબારીના દસ્તાવેજો જપ્ત કરી લેવાયા છે. જેમાં રોકડ વ્યવહારની પરચીઓ, કંપનીઓનાં વેચાણની માહિતી જેવા દસ્તાવેજોનો સમાવેશ છે. આ દરમિયાન ૧.૫૮ કરોડ રૂપીયાની રોકડ રકમ પણ જપ્ત થઈ હતી.