ક્રાઇમ બ્રાંચે સુત્રધાર, સાગ્રીત અને ઉચ્ચ અભ્યાસ કરેલી ચાર યુવતિ સહીત સાત શખ્સો ત્રણ દિવસના રિમાન્ડ પર પર
ડીમેટ એકાઉન્ટ ધરાવતી કંપની પાસેથી ડેટા મેળવી ટેલીકોલર યુવતિઓ મારફતે ગ્રાહક મેળવતા
૧૦૦ ટકા વળતરની ખાત્રી આપી ૩૦ ટકા કમિશનની લાલચ આપી મોબાઇલ એપ્લીકેશનમાં નફો દેખાડી કમિશન જમા લઇ અનેક લોકો સાથે ઠગાઇ કર્યાનું ખુલ્યું
ફુલછાબ ચોકમાં આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પલેક્ષના ચોથા માળે એક ઓફિસમાં કોલ સેન્ટરની આડમાં ફોરેક્ષ ટ્રેડિંગના નામે બે ગેરકાયદે એપ્લીકેશનનો ઉપયોગ કરી શેરબજારમાં ડિમેટ ધરાવતાં હોય તેવા દેશભરના અલગ અલગ રાજ્યોના લોકોને અમારી એપ્લીકેશન કે તેને છેતરીને નાણા પડાવી લેવાતા હતાં. એ પછી જે તે કસ્ટમરનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવતું હતું. આ પ્રકારના છેતરપીંડીના જબરા ઊભાંડનો પર્દાફાશ કરી ક્રાઇમ બ્રાંચે સુત્રધાર ધોરાજીના સુત્રધાર, તેના બે સાથીદાર અને કોલ સેન્ટરમાં નોકરી કરતી રહેલી ચાર યુવતિઓ સહિત ૭ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. વધુમાં શહેર વિસ્તારમાં ગે.કા. પ્રવૃતી અટકાવવા અને આ વર્ષમાં સાયબર ક્રાઇમના ગુનાઓ શોધી કાઢવા ખાસ સુચના અપાઇ હોઇ તે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર વી. કે.ગઢવી, ડી.સી.બી પીએસઆઇ એચ.બી.ધાંધલ્યાની ટીમના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોસ્ટેબલ રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટબલ અશોકભાઈ ડાંગરને મળેલી ચોકકસ બાતમી હકીકતના આધારે ફુલછાબ ચોક સ્ટાર પ્લાઝા ચોથા માળે ઓફીસ નં. ૪૦૯ INSURE CAREનામની ઓફીસમા દરોડો પાડી થી ભારતના અલગ અલગ રાજયના નાગરીકો સાથે છેતરપીંડી કરતી ગેંગનુ કોલસેન્ટર પકડી લેવાયું છે. ફરીયદામા જણાવ્યા પ્રમાણે લતીફ ઇરશાદભાઈ નરીવાલા આમીર અમીનભાઈ નરીવાલા કોલ સેન્ટરમાં સુપરવાઇઝર છે. અને તે ધોરણ પાસ છે. નશરુલ્લાહ અસ્પા કભાઇ પારૂપીયા આ કોલ સેન્ટરમાં આસીસ્ટન્ટ સુપરવાઇઝર છે. અને તે ધોરણ – ૮ પાસ સુધી ભણેલ છે, કાજલબેન ડો.ઓ. ભરતભાઈ મકવાણા આ કોલ સેન્ટરમાં ટેલીકોલર છે. તે બી.બી.એ. સુધી ભણેલ છે. કોમલબેન હરેશભાઇ પ્રાગડા આ કોલ સેન્ટરમાં ટેલીકોલર છે. તે ગ્રેજયુએટ સુધી ભણેલ છે. પુજાબેન ડો.ઓ. રશીકભાઇ સોલંકી આ કોલ સેન્ટરમાં ટેલીકોલર છે. જે એમ.એ.બી.એડ સુધી ભણેલ છે સાહીસ્તાબેન વા.ઓ. વસીમભાઇ કુંપી કોલ સેન્ટરમાં ટેલીકોલર છે. જે ગ્રેજયુએટ સુધી ભણેલ છે, તેની સામે ગુનો નોંધી સાતેયની અટકાયત કરવામાં આવી છે. સક્ષમ સંસ્થાના કોઇપણ પ્રકારના લાયસન્સ વગર આરોપીઓએ કોઇ ડેવલોપર પાસે ફોરેક્ષ ટ્રેડીંગની સુરત મુકામેના એન્જલ બ્રોકીંગના અને શેરબજારના એકાઉન્ટ માથી લીડ ડેટા (મોબાઇલ નંબરો) મેળવી તેના થકી ભારતના અલગ અલગ રાજયમાં રહેતા નાગરીકોને સૌપ્રથમ કોલસેન્ટર મારફતે કસ્ટમરને પકડાયેલ આરોપીઓ ધ્વારો ફોન કરી ૨૦૦ થી ૫૦૦ ડોલર એપ્લીકેશનમાં ટ્રેડ કરવાથી ચોકકસ નફો થાય અને ઉપરોકત બન્ને મોબાઇલ એપ્લીકેશનમાં ઓટોમેટીક ટ્રેડ થાય છે અને ૧૦૦ ટકા નફો આપે છે તેની ખાત્રી આપી વિશ્વાસમાં લઇ અને નફો થાય તેમાંથી ૩૦ ટકા કમીશન આપવાનુ તેવી લાલચ આપી ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, પાનકાર્ડ, બેંક ડીટેઇલ અલગ અલગ વોટસએપ નંબરથી મેળવી પાનકાર્ડ, બેંક ડીટેઇલ અલગ અલગ વોટસએપ નંબરથી મેળવી અને ઉપરોકત બન્ને મોબાઇલ એપ્લીકેશનમાં ફોરેક્ષ ટ્રેડીંગનું એકાઉન્ટ બનાવી દઇ અને એ એકાઉન્ટ એકટીવ કર્યા પછી કોલસેન્ટર મારફત ભારતના અલગ અલગ રાજયના નાગરીકને આરોપીઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં પ્રથમ આશરે રૂ. ૧૫,૦૦૦/- થી રૂ. ૩૫,૦૦૦/- જેટલા રૂપીયા યુ.પી.આઇ. અથવા બેંક એકાઉન્ટમાં જમા કરાવવાનું કહેવાતું હતું. જમાં કરાવે પછી બે ત્રણ દિવસમાં જ તેના એકાઉન્ટમાં માત્ર મોબાઇલ એપ્લીકેશનમાં સોફટવેર મારફત નફો મેન્યુપ્લેટ કરી ખોટો દેખાવ ઉભો કરાતો અને જે તે રોકાણકારને ફોન કરી તમને બે-ત્રણ દિવસમાં જ ૩૦ હજારનો નફો થયો છે. તમારે રકમ વિડ્રો કરવી હોય તો અમારા એકાઉન્ટમાં કમિશન પેટે ૩૦ ટકા રકમ દસ હજાર જમા કરાવો તો જ વિડ્રો થઇ શકશે તેમ કહેવાતું હતું. એ પછી દસ ટકા કમિશન જે તે ગ્રાહક જમા કરાવી દે ત્યારબાદ તે માત્ર ૫૦ ડોલર જ વિડ્રો કરી શકતાં. એ પછી તેને સમજાવી બીજી રકમ થોડા દિવસ પછી વિડ્રો થશે તેમ જણાવી બાદમાં તેનું એકાઉન્ટ બ્લોક કરી તેની સાથે વાત કરી હોય તે ફોન નંબર પણ બંધ કરી દઇ છેતરપીંડી કરાતી હતી. પોલીસે ઓફિસમાંથી લેપટોપ માઉસ રાઉટર મોબાઇલ ફોન નંગ- ૧૮ અને, સ્ક્રીપ્ટ, હાજરી રજીસ્ટર, લીડ ડેટા મળી મુદામાલ રૂ. ૯૯,૦૦૦નો કબજે કર્યો છે.