ગુજરાતનાં દ્વારા ઉદ્યોગપતિએ રૂ.૧૧ કરોડ આપ્યા
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર શ્રીરામમંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનનો આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના હસ્તે પ્રારંભ થયો છે. રાષ્ટ્રપતિએ રૂ.૫ લાખ ૧૦૦ આપી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. બાદમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રૂ.૧ લાખનો સહયોગ આપ્યો હતો.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવગીરી મહારાજ તથા વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યધ્યક્ષ આલોકકુમાર સહિત વિહિપના મોટા નેતાઓ સવારે ૧૧ કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. રામમંદિર નિર્માણ માટે અમદાવાદના હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકીયાએ રૂ.૧૧ કરોડનો સહયોગ આપ્યો હતો. ગોવિંદભાઈ વર્ષોથી આરએસએસ સાથે સંકળાયેલા છે. રામબરેલીના સુરેન્દ્રસિંહે રામમંદિર નિર્માણ માટે રૂ.૧ કરોડના સહયોગ આપ્યો હતો.
૨૭ ફેબ્રુઆરી સુધી નિધિ સમર્પણ અભિયાન ચલાવાશે
તમને એ જણાવીએ કે આજથી શરૂ કરાયેલું આ નિધિ સમર્પણ અભિયાન દરમિયાન પાંચ લાખથી વધુ ગામોનાં ૧૨ કરોડથી વધુ લોકોનો સીધો સંપર્ક કરી મંદિર નિર્માણ નિધિ એકત્ર કરવામાં આવશે. અને આ અભિયાન તા.૨૭ ફેબ્રુઆરી સુધી ચલાવવામાં આવશે. આ અભિયાન હેઠળ રામમંદિર નિર્માણ માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ લોકોએ સમર્પણ સહયોગ માગશે.