વોર્ડ-૧૬
આજી રિવરફ્રન્ટ અને નાલાનું કામ વહેલી તકે થાય તેવી સ્થાનિકોની માંગ
સ્માર્ટ સિટી માટે સ્માર્ટનેસ વાપરવી જરૂરી રહીએ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?
ભાજપ શાસનમાં કોંગી નગરસેવકનું ઉણું ઉતરવું તે ભાજપ માટે ઉજળી તક
રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.
પ્રજાનો એક નારો વિકાસ એટલે રોડ-રસ્તા, પાણી અને સફાઈ
છેવાડાનો વિસ્તાર અને છેવાડાના લોકો વિકાસ ઝંખે છે
જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
લોકોને નેગેટિવિટીના ચશ્મા “વિકાસ માટે પડકાર
નગર સેવકો વીઆઈપી કલ્ચરમાં, પ્રજા સંપર્ક વિહોણી
શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આગામી પાંચ વર્ષમાં રાજકોટ વિકાસની હરણફાળ ભરશે તેવી રાજકોટવાસીઓને અપેક્ષા છે. આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસનો પ્રશ્ન સ્માર્ટ બની જશે. ઘણો વિકાસ થયો છે, છત્તા શહેર સ્માર્ટ વિકાસને જંખે છે. નગરસેવકો કર્મનિષ્ઠા ઉપર સઘળો આધાર છે. પ્રજા પણ એવા નગરસેવકને ઈચ્છે છે જેને પાયાના પ્રશ્નો ઉકેલવામાં રસ હોય, આગામી પાંચ વર્ષ વિકાસની પરિભાષા સામાન્ય લોકો નક્કી કરશે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અથવા તો અન્ય ગમે તે પક્ષને આ પરિભાષાને માન્ય રાખી તેના મુજબ કામ કરવું પડશે.
વોર્ડ નં ૧૬ ના પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર રસીલાબેન ગરૈયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા પાંચ વર્ષમાં આ વોર્ડમાં રોડ રસ્તા કરાવ્યા છે. આરસીસી નાખેલી છે. તેમજ રાજકોટ સ્માર્ટ સિટી અંગે જણાવ્યું હતું કે રાજકોટમાં હજુ ઘણું ઘટે છે. રાજકોટમાં હજી વિકાસ થયો જ નથી. સિટી તો ખાલી નામની જ છે પણ અત્યારે ખાડા રાજકોટ તરીકે ઓળખાય છે. રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા ગંદકી દૂર થવી જોઈએ. આગામી ચુંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે અમારે આ વોર્ડમાં ચુંટણીમાં કોઈ તૈયારી કરવાની જરૂર છે નથી કેમ કે અમારું કામ જ બોલે છે.
વોર્ડ નં ૧૬ ના લોકોએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાંચ વર્ષમાં તંત્રએ સારા કામ કર્યા છે. ભૂગર્ભ લાઇનનું કામ ચાલુ થઈ ગયું છે. અમારા વિસ્તારમાં ગાંડી વેલનો પ્રશ્ન હતો તો તે હટાવવામાં માટે પણ મશીન આવી ગયું છે. હાઇવે નું પાણી અમારી સોસાયટી માં આવે છે તેની સમસ્યા હલ થવી જોઈએ. અડધી રાતે પણ લોકોના પ્રશ્ન માટે ખડેપગે ઊભા હોય તેવા કોર્પોરેટર અમારે જોઈએ છે.
રાજકોટના વિકાસ માટે હજી ઘણા કામ કરવાના છે જેમ કે આજી રિવરફ્રન્ટ અને નાલાના કામ થવા જોઈએ. આ બધા કામ વહેલી તકે થાય તેવી અમારી અપેક્ષા છે.
સ્વચ્છતા ત્યાં પ્રભુતા: સફાઈને પ્રાધાન્યતા
વોર્ડ નંબર ૧૬ ના ભાજપ નેતા ભાર્ગવભાઈ મીયાત્રાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વોર્ડમાં પૂર્વ ચુંટણીમાં કોંગ્રેસની પેનલ ચૂંટાઈને આવી હતી. કોર્પોરેટર ક્યારેય વિસ્તારમાં લોકોની વચ્ચે રહ્યા નથી. અમે જે કાર્યો કરાવ્યા તે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી ની ગ્રાન્ટ માંથી કરાવ્યા છે. વોર્ડ નં ૧૬ માં ડામર રોડના કામો છે, નવી પાણીની પાઇપલાઇન ના કામો છે અને પાયાના તમામ પ્રશ્નો ના કામ થયા છે પણ આ બધા ધારાસભ્ય અરવિંદભાઈ અને મનપાના સહકારથી થયા છે. રાજકોટ સ્માર્ટ સીટી અંગે જણાવ્યું હતું કે સફાઈમાં રાજકોટ આખા દેશમાં સાતમાં ક્રમે આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ એ સૌની યોજનાના માધ્યમથી ચેકડેમ અને મોટા ડેમ ભરવામાં આવે છે. એઇમ્સ રાજકોટને ફાળવવામાં આવી છે.આ બધા કામો સ્માર્ટ સીટીના ભાગરૂપે થયા છે.