૧૪મી જાન્યુઆરીના મકરસંક્રાંતિના પર્વની રંગેચંગે ઉજવણી કરવાની આપણી પરંપરામાં આ વખતે જરા સરખો ફરક આવ્યો છે કોરોનાની મહામારી ની સાથે સાથે બર્ડ ફલુના વાયરાને લઈને ઉત્તરાયણની ઉજવણીમાં સોશિયલ ડીસ્ટન્સ અને વિવિધ નિયમો ની જાળવણીની ફરજ પડી છે ત્યારે ઉતરાયણનો તહેવાર આનંદ અને ખાસ કરીને સૂર્યના સીધા પડતા કિરણોમાંથી શરીરને વિટામિન ડી ભરપૂર પ્રમાણમાં મળી રહે તે માટે ઉત્તરાયણનો દિવસ આખો દિવસ વિતાવવાની વ્યવસ્થાના ભાગરૂપે પતંગબાજી અને દાન ધર્મનું ખૂબ જ મહત્વ રહેલું છે ઉત્તરાયણનો દિવસ આખો દિવસ સવારથી સાંજ સુધી તમામ વર્ગના લોકો નાના બાળકથી લઈને વૃદ્ધો ખુલ્લા આસમાન નીચે સૂર્યના સીધા પ્રકાશથી અભીભૂત થઈ જાય તે માટે ઉતરાયણના તહેવારોમાં પતંગ ઉડાડવા નું મહત્વ હશે તહેવાર પ્રિય ગુજરાતની જનતામાં ઉતરાયણ ની ઉજવણીનો આનંદ વર્ષો પહેલા અમદાવાદ પૂરતું સીમિત હતું હવે તો સમગ્ર ગુજરાતમાં પતંગની આ મોસમનું આખું વરસ ઇંતેજાર રહે છે આ વખતે કોરોના અને બર્ડફલુના વાયરા ને લઈને ઉત્તરાયણની ઉજવણી કેટલાક નિયમો અને મર્યાદાઓ વચ્ચે ઉજવવાનું ફરજીયાત બને છે ત્યારે જાહેરમાં મેળાવડા અને ધાબા પર ઘર સિવાય બીજા કોઈને ભેગા ન કરી વાતાવરણમાં ધ્વની પ્રદુષણ ફેલાય તે માટે ડીજે પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉત્તરાયણનો તહેવાર ઉજવવાની છૂટ છે પરંતુ સયમના પેચ લડાવવાના આ વખતના સંજોગો ને તમામ લોકોએ સહર્ષ સ્વીકારીને મહામારીના આ દોરમાંથી જ્યારે સમગ્ર સમાજ પસાર થઈ રહ્યું છે અને હવે તો કોરોનાની રસી પણ આવી ગઈ છે અને આ મહામારી સંપૂર્ણપણે નિયંત્રણમાં આવવાની આશા જાગી છે તેવા સંજોગોમાં ઉતરાયણનો આ તહેવાર લોકોની ભીડ અને બેવકૂફી ના કારણે બદનામ ન થઈ જાય તે માટે દરેકે સાવચેતી અને કાયદાનો પાલન કરીને આ તહેવારની ઉજવણી અને ખરા અર્થમાં સાર્થક કરવાની ફરજ બજાવવાની જરૂર છે
Trending
- આજે ઉત્પન્ના એકાદશી વ્રત,જાણો મહુર્ત, વ્રત કથા અને પારણાં સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં