વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ સાથે જિલ્લામાં શૈક્ષણિક કાર્યનો શુભારંભ: વિરાણી વિવિધલક્ષી હાઈસ્કૂલના છાત્રોને સલામતી કિટ અર્પણ

કોરોના સંક્રમણમાં રાહત સાથે જ રાજય સરકાર દ્વારા ધો. ૧૦ અને ધો. ૧૨ ના વિદ્યાર્થીઓ માટેના શિક્ષણ માટેના મહત્વના વર્ષમાં પાછળ ન રહે તથા તેઓના ઉજ્જવળ ભવિષ્યને હાની ન પહોંચે તેવા શુભ હેતુસર આજરોજ થી સમગ્ર રાજયમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં રાજયના કૃષિ મંત્રી આર.સી.ફળદુના હસ્તે  શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી હાઇસ્કુલના ધો. ૧૦ અને ધો. ૧૨ના વિદ્યાર્થીઓને સલામતી કીટ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. કૃષિ મંત્રી ફળદુએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને આ તકને ઝડપી આવનાર વાર્ષિક કસોટી માટે પુરા જોમ અને જુસ્સા સાથે તૈયારીઓ કરવા અને તેઓનું લક્ષ્ય પ્રાપ્ત કરવા શૂભાશિષ આપ્યા હતા. આ સાથે શિક્ષકોનો પણ કોરોનાના કપરા કાળની વિકટ પરીસ્થિતીને ધ્યાને લઇને જરૂર પડયે જાહેર રજાના દિવસોમાં પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખી વિદ્યાર્થીઓને મદદરૂર થવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. વિરાણી હાઇસ્કુલ ખાતે આજ રોજ ધો. ૧૦માં ૧૮૨ અને ધો.૧૨માં ૧૫૬ વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે ઉપસ્થીત રહયા હતા.કાર્યક્રમના પ્રારંભે આચાર્ય  હરેન્દ્રસિંહ ડોડીયાએ મંત્રી ફળદુ અને ઉપસ્થીત મહાનુભાવોનું પુસ્તક અને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સ્વાગત કર્યુ હતું. આ તકે તેઓએ શાળાના વિદ્યાર્થીઓને પણ આશીષ સાથે  આવકાર્યા હતા.

IMG20210111093035

રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ માસ્ક અને સેનીટાઇઝર આપી વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે ગુજરાતે મહદઅંશે કોરોનાને કંટ્રોલ કરવામાં સફળતા હાસિલ કરી છે.ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રૂંધાઇ નહિ તે માટે સરકાર અને વાલીઓ ચિંતિત હતા .કોરોના ગાઇડલાઈન સાથે રાજ્યમાં શાળાઓ શરૂ થાય તે નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો.

રાજકોટમાં ૯૦૦ જેટલી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય આજથી શરૂ થયું છે. શાળાઓને ચુસ્ત પણે કોરોના ગાઇડલાઈન નું પાલન કરવાનું રહેશે.બાળકોને કોરોના દરમ્યાન સતર્ક રહેવા અપીલ કરી છે.ફરજીયાત વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સેનેટાઇઝર નો ઉપયોગ કરવા જણાવ્યું છે.આખું વર્ષ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું છે.હવે ફિઝિકલી શિક્ષણ શરૂ થયા બાદ બોર્ડ ની પરીક્ષાઓ પણ આવશે.

આવનારા દિવસોમાં ૧૦૦% વિદ્યાર્થીઓ આવશે  તેવી આશા છે: બી.એસ.કૈલા (ડીઈઓ રાજકોટ )

IMG 20210111 115242

રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ અબતક મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખૂબ જ સારી વાત છે આજે ૩૦૦ દિવસ બાદ શાળાઓ શરૂ થઈ છે.કોરોનાની ગાઇડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવા સખ્ત સૂચના આપવામાં આવી છે.રાજકોટ જીલ્લામાં કુલ ૪૦% વિદ્યાર્થીઓના વાલીઓએ સંમતિ પત્ર આપ્યું છે. આવનારા દિવસોમાં તમામ વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલી તેવી નમ્ર વિનંતી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.