સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ હરિભકત વગેરેને વહેચવામાં આવે છે. મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલમાં દરવરસે સીઝન પ્રમાણે ફલકુટોત્સવ, આમ્રકૂટોત્સવ, અન્નકૂટોત્સવ વગેરે થાય છે ને તેનો પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવે છે.
તે રીતે અત્યારે શેરડીની સીઝન ચાલે છે ત્યારે સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે પવિત્ર ધનુર્માસમાં સફલા એકાદશીના પુનિત પર્વે, તેમજ ભગવાન સ્વામિનારાયણ દ્વારા આજના દિવસે સ્વામિનારાયણ મહામંત્રનો ઉદધોષ કરવામાં આવ્યો હતો, તે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિવસ નિમિતે ઠાકોરજીની ૫૦૦૦ કિલો શેરડી ધરાવી માધવપ્રિયદાસજી સ્વામીએ આરતિ ઉતારી હતી અને શેરડી ઉત્સવ કરવામાં આવ્યો હતો.
એ રીતે ઠાકોરજીને ધરાવેલ તમામ શેરડી મકરસંક્રાન્તિના દિવસે પ્રસાદરુપે, અનાથાશ્રમો,નિરાધારો, ઝુંપડપટ્ટી વગેરે સ્થળોએ ગરીબોને કોઠારી મુ્ક્તસ્વરુપદાસજી સ્વામીની સુચનાથી ગુરુકુલના યુવક મંડળના સભ્યો દ્વારા વહેંચવામાં આવશે.