પાંચ વર્ષે બે વખત ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી જ થઇ નથી
વર્તમાન વા.ચેરમેને ચૂંટણી રોકવા સુપ્રીમમાં દાદ માગી: ચૂંટણીમાં મતદાન થઇ શકશે
જામનગર જીલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ચેરમેન, વાઇસ ચેરમેનની ચુંટણી સામાન્ય કરાવવા સુપ્રીમ કોર્ટમાં દાદ માગવામાં આવતા સુપ્રીમ કોર્ટે ચુંટણી કાર્યવાહી શરુ થઇ ગઇ હોય મતદાન થઇ શકશે પણ મતગણત્રી અને પરિણામ જાહેર કરવા સ્ટે આપ્યો છે. જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણી આગામી ૧૩મીએ યોજાનાર છે આ અંગેના જાહેરનામા સાથે ચુંટણી કાર્યક્રમ ચાલુ થઇ ગયો છે. હાલ જિલ્લાની ૧૪ બેઠકો માટે ર૩ જેટલા ઉમેદવારોએ જિલ્લા બેંકની ચુંટણીના જંગમાં ઝુકાવ્યું છે.
ઉમેદવારો પૈકીના હાલના વાઇસ ચેરમેન પ્રવીણસિંહ ઝાલાએ સુપ્રીમ કોર્ટમાં દાદ માગી હતી કે બેંકની ૨૦૧૫ની સાલમાં થયેેલા ચુંટણી બાદ નિયમ મુજબ ચેરમેન કે વાઇસ ચેરમેનની બે વાર ચુંટણી થવી જોઇએ તે થઇ નથી જેથી આ ચુંટણી જાહેર કરવી અયોગ્ય ગણાય, સુપ્રીમ કોર્ટે બન્ને પક્ષકારોને સાંભળી હાલમાં ચુંટણી જાહેર થઇ ચૂકી હોવાથી ચુંટણીનું મતદાન થઇ શકશે પણ મત ગણત્રી કે પરિણામ જાહેર થઇ શકશે નહીં તેમ ઠરાવ્યું હતું. આમ ચુંટણી થઇ શકશે પણ મતગણત્રી અને પરિણામ જાહેર કરવા પર સ્ટે આપ્યો છે. જામનગર જિલ્લાના સહકારી ક્ષેત્રમાં ચુંટણી ગરમાવો આવી ગયો છે. અને ચુંટણી જંગમાં ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી અને અગ્રણી વેપારીઓએ ઝંપલાવ્યું છે. ત્યારે રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો છે. નવો વળાંક આવ્યો છે. આગામી જિલ્લામાં સુપ્રીમ કોર્ટ શું નિદેશ આપે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.
બેંકની મતદાર યાદી પ્રસિદ્ધ
જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર હોય ત્યારે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.આ કામ ચલાઉ મતદાર યાદી હાલ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી જામનગર (શહેર) જિલ્લા રજીસ્ટરની કચેરી જામનગર તથા ધી જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંક લી.ની કચેરી ખાતે જોઈ શકાશે. આ કામચલાઉ મતદાર યાદી સામે દવા કે વાંધાઓ આગામી તા ૧૩-૧ સુધીમાં રજુ કરી શકશે અને તા.૧૮-૧ સુધીમાં તેમનો નિકાલ કરવામાં આવશે.ત્યારબાદ તા.૧૯-૧ ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ આખરી મતદાર યાદી ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી તથા જિલ્લા રજિસ્ટ્રાર કચેરી અને જામનગર ડિસ્ટ્રીકટ ખાતે જોઈ શકાશે.