ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ દ્વારા હોસ્પિટલના કર્મચારીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું
ભુજ જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર, કચ્છ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચ્છના દિશાનિર્દેશ હેઠળ તા. ૬-૧ બુધવારના રોજ જીલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચેરી, ભુજ અને મુખ્ય જીલ્લા તબીબી અધિકારીની કચેરીના સંકલન અને માર્ગદર્શન સહ જિલ્લાના ભુજ ખાતે જી.કે. જનરલ હોસ્પિટલ, દિશાન લાઇફ કેર હોસ્પિટલ, અંજલી (સેન્ટ્રલ) હોસ્પિટલ મુન્દ્રા ખાતે એલાયન્સ હોસ્પિટલ, મીમ્સ હોસ્પિટલ, માંડવી ખાતે એન્કરવાલા હોસ્પિટલ અને અંજાર, ગાંધીધામની સેન્ટ જોસેફ હોસ્પિટલ ન્યુ હરિ ઓમ, સ્ટલીંગ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો ખાતે ફાયર મોકડ્રીલ આયોજીત કરવામાં આવી હતી.
મોકડ્રીલના ભાગરુપે આઇ.સી.યુ. વોર્ડમાં ફાયર એકટ્ટીન્ગવીશ કરવું, ક્રિટીકલ પેશન્ટ ઇવેકયુલેશન તથા જરુરી ઇમરજન્સી પ્રોટોકોલ, કિલનીકલ પ્રોટોકોલ, ઇલેકટ્રીકલ સેફટી અવલોકન વગેરે ડ્રીલ એકસરસાઇઝના ભાગરુપે કરાઇ હતી. જેમાં તબીબો, પેરા મેડીકલ નસીંગ સ્ટાફ, સિકયુરીટી તથા ફરજ પરના સફાઇ કામદારોએ ભાગ લીધો હતો.