રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૧૭૪.૦૬ સામે ૪૮૫૨૪.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૦૩૭.૮૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૨૦.૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૦.૭૪ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૦૯૩.૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૧૮૯.૪૫ સામે ૧૪૨૦૦.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૧૭૫.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૨૦૩.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૨૦ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન શરૂ થવા જઈ રહી હોઈ અને આઈટી જાયન્ટ ટીસીએસના આવતી કાલે શુક્રવારે રજૂ થનારા રિઝલ્ટ પૂર્વે ફંડોએ આઈટી શેરોમાં અવિરત તેજી કર્યા બાદ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા, આજે સતત બીજે દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. આ સાથે કોરોના મહામારીના દોરમાં વેક્સિન ડેવલપમેન્ટમાં સારી પ્રગતિ સાથે ભારતમાં બે કંપનીઓની વેક્સિનને અપાયેલી મંજૂરીથી હવે વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધવાના સંકેતે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ફોરેન ફંડોએ શેરોમાં ખરીદી કરી હતી. જો કે નબળા વૈશ્વિક સંકેત અને બજાર મૂલ્ય ઊંચું હોવાને કારણે બે તરફી અફડાતફડી બાદ ઘટાડા તરફી ચાલ જોવા મળી હતી.
સ્થાનિક શેરબજારમાં વર્ષ ૨૦૨૧ના કેન્દ્રીય બજેટ પૂર્વે સાવચેતી સાથે બે તરફી ચાલ જોવા મળી રહી છે, કારણ કે કોરોનાના આ સમયમાં બજેટ આશા પ્રમાણે રહેશે કે નહીં..? ઉપરાંત, સર્વિસીઝ પીએમઆઈ નવેમ્બર માસમાં ૫૩.૭ રહ્યો હતો, તે ડિસેમ્બર માસમાં ઘટીને ૫૨.૩ રહ્યા સાથે વર્લ્ડ બેન્ક દ્વારા ભારતનો ચાલુ નાણાકીય વર્ષનો જીડીપી ગ્રોથ -૯.૬% રહેવાના અંદાજે સેન્ટિમેન્ટ ખરડાયું હતું. વળી, આઈટી શેરોમાં બે દિવસની તેજી પછી પ્રોફિટ બુકિંગ જોવા મળતા માર્કેટ બ્રેડ્થ ઘણાં દિવસો પછી સામાન્ય નેગેટિવ જોવા મળી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં એફએમસીજી, હેલ્થકેર, આઇટી, યુટિલિટીઝ, પાવર અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બેસિક મટિરીયલ્સ, સીડીજીએસ, એનર્જી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૦૮ અને વધનારની સંખ્યા ૧૯૬૯ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….. મિત્રો, કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ અત્યારે ત્રસ્ત છે ત્યારે ઘણાં દેશોના અર્થતંત્ર સંકટમાં આવી ગયા છે. આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છે, ત્યારે આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. આ પડકારો વચ્ચે ભારત સરકાર દ્વારા અનેક રાહતો-પ્રોત્સાહનોના પગલાં હાલ લેવાઈ રહ્યા છે. જેમાં હવે આગામી દિવસોમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર વિશ્વની નજર છે. કોરોના મહામારીમાંથી મુક્ત થવા મથતાં વિશ્વને કોરોનાના નવા સ્વરૂપે ચિંતા વધારી છે તો ફરી ઘણા દેશોમાં લોકડાઉન લાદવામાં આવી રહ્યા છે, ત્યારે વિશ્વની આર્થિક રિકવરી પર સ્વાભાવિક દબાણ વધી રહ્યું છે. જેથી આ બાબતે હવે વેક્સિન ડેવલપમેન્ટની સાથે ભારતમાં ક્યારે વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થશે એના પર નજર રહેશે. હવે આગામી દિવસોમાં કંપનીઓના ડિસેમ્બર અંતના ત્રિમાસિકના નાણાકીય પરિણામો શરૂ થનારી સીઝન નજર પર રહેશે. કોરોના મહામારી સાથે હવે ડિસેમ્બરના અંતના પરિણામો કેવા નીવડશે, એના પર ચાલુ નાણાકીય વર્ષની કંપનીઓની કામગીરીના અંદાજ મળશે. આઈટી કંપનીઓ માટે આ વખતે સારી કામગીરીના અંદાજ મૂકાઈ રહ્યા છે, ત્યારે આવતી કાલે ૮,જાન્યુઆરી ૨૦૨૧ના જાહેર થનારા ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના પરિણામ પર સૌ કોઈની નજર રહેશે.
તા.૦૮.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૭.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૧૯૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૧૦૪ પોઈન્ટના પ્રથમ અને ૧૪૦૪૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૪૨૭૨ પોઈન્ટ થી ૧૪૩૦૩ પોઈન્ટ, ૧૪૩૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૦૪૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૨૪ ) :- ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૫૩ થી રૂ.૧૯૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૯૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૮૪ થી રૂ.૯૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- રામકો સિમેન્ટ ( ૮૩૬ ) :- રૂ.૮૧૮ નો પ્રથમ તેમજ રૂ.૮૦૮ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૪૮ થી રૂ.૮૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- ટાટા સ્ટીલ ( ૭૨૨ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૩ થી રૂ.૭૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારત પેટ્રોલિયમ ( ૩૯૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક રિફાઈનરીઓ / પેટ્રો પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૦૪ થી રૂ.૪૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!