રાજકોટ જિલ્લાના ધોરાજી મામલતદાર દ્વારા ગેરકાયદેસર રીતે રેતીના ડંપરોને ચલાવતા અને રેતી ચોરી કરનારા ઉપર લગામ લગાવવા લાલ આંખ કરી અને આજે મામલતદાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં આજે સવારે ધોરાજી મામલતદાર દ્વારા સવારે બે ડંપરોને પકડી પાડવામાં આવેલ હતા જેમાં એક ડંપરને જેતપુર રોડ પરથી જ્યારે બીજો એક ડંપરને ઉપલેટા રોડ પરથી પકડી પાડેલ હતો. સવારે પકડાયેલ બંને ડમ્પરનો કુલ મુદ્દામાલ રૂપિયા ૨૫ લાખ કબજે કરી પોલીસ હવાલે કરેલ હતો. સવારે પકડેલ ડમ્પર બાદ એટલે કે બપોર બાદ પણ ફરી એક ટ્રક પકડી પાડવામાં આવેલો હતો. બપોર બાદ પકડાયેલા ડમ્પરને કબજે કરી કુલ રૂપિયા ૧૯ લાખનો બપોર બાદ બીજો મુદ્દામાલ કબજે કરી પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. ધોરાજી મામલતદાર દ્વારા સવારે બે ટ્રક જેમાં કુલ મુદ્દામાલ રૂપિયા ૨૫ લાખનો હતો ત્યાર બાદ એટલે કે બપોર બાદ ફરી એક ટ્રક પકડી કુલ રૂપિયા ૧૯ લાખનો મુદ્દામાલ બપોર બાદ કબજે કરી પોલીસ હવાલે કર્યો હતો.
આમ સવાર અને બપોર બાદ કુલ ૪૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ટ્રકોને સીઝ કરી પોલીસ હવાલે કર્યો હતો. આ ગેરકાયદેસર રીતે ચાલતા ટ્રકોને પકડી પાડી અને આ અંગેની જાણ ખાણ ખનીજ વિભાગને પણ કરવામાં આવી હતી. મામલતદાર દ્વારા કડક કાર્યવાહી કરતા તુરંત ભલામણોના પણ ફોન આવવા લાગ્યા હતા તેવું પણ જાણવા મળેલ પરંતુ મામલતદાર દ્વારા કોઈપણ જાતની ભલામણ રાખ્યા વગર કડક અને કાયદાકીય રીતે કાર્યવાહી કરી અને આ ડમ્પરને ઝડપી પાડેલા હતા ઉપરાંત આ કાર્યવાહી હજુ પણ અવિરત પણે ચાલુ રહેશે તેવું પણ જાણવા મળેલું અને હજુ પણ આવા ગેરકાયદેસર ટ્રકોને પકડવાની તજવીજ શરૂ રાખી છે અને આ ગેરકાયદેસર સપ્લયને પકડી અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે આ બધાં રેતી નાં ડમ્પર ઓવરલોડ ભરેલાં પકડાયાં હતાં જે કામ પોલીસ તંત્ર એ કે ખાણ ખનીજ તંત્ર એ કામગીરી કરવાની હોય એ કામગીરી ધોરાજી મામલતદાર શ્રી એ કરી હતી જવાબદાર તંત્ર કુંભ કરણ ની નિંદ્રા માં તંત્ર સૂતું હોય તેવું લાગી રહ્યું છે.