આરડીસી બેંક અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વચ્ચે એમઓયુ થયા

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે તાજેતરમાં રાજકોટ જિલ્લાની રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા અને નિયામક જે.કે. પટેલ ઉપસ્થિત રહ્યા અને આરડીસી તરફથી બેંકના સી.ઇ.ઓ. સખીયાએ ઉપસ્થિત રહી એમ.ઓ.યુ. કર્યા હતા. આ એમ.ઓ.યુ. અન્વયે રાજકોટ જિલ્લાના લગભગ ૬૫૦ જેવા જોઇન્ટ લાયબીલીટી ઓફ અર્નિગ એન્ડ સેવીંગ ગ્રૃપને રૂ. ૬ કરોડ ૫૦ લાખ જેવી રકમની વગર વ્યાજની લોનનો લાભ માર્ચ પહેલા આપવામાં આવશે તેમ જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના પ્રોજેકટ ઓફીસર બસીયાએ એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.