ગૌવંશ પર થતા હુમલાઓ અટકાવવા પોલીસ નકકર કાર્યવાહી કરે તેવી ગૌપ્રેમીઓની માંગ
હળવદ પંથક ગૌવંશ ઉપર હુમલાઓની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું છે. હળવદ પંથકમાં ગૌવંશ ઉપર વધુ એક હુમલાની ઘટના સામે આવી છે.જેમાં હળવદના પાલાસણ ગામે અજાણ્યા શખ્સોએ છ જેટલા ગૌવંશ ઉપર ઘાતકી હુમલો કર્યો હતો.આ બનાવથી લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.
હળવદ પંથકમાં જાણે ગૌવંશ ઉપર હુમલાઓની ઘટના અટકવાનું નામ જ ન લેતી હોય તેમ વધુ એક ગૌવશ ઉપર હુમલાની ઘટના બની છે.અત્યાર સુધીમાં હળવદ પંથકમાં ૨૨ થી વધુ ગૌવંશ ઉપર હુમલો થયો હતો.આ ગૌવંશ ઉપર હુમલાઓની ઘટના સામે ગૌપ્રેમીઓ ઉકળી ઉઠ્યા હતા.અગાઉ પોલીસને રજુઆત કરી તેમજ ગૌવશ ઉપર હુમલો કરનાર બેને પકડી પાડ્યા છતાં નરાધમોને પોલીસનો ડર જ ન હોય એમ બેફામ બન્યા છે.જેમાં હળવદના પાલાસણ ગામે છ જેટલા ગૌવંશ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં ત્રણ ગૌવંશ ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો હતો અને બીજા ત્રણ ગૌવંશ ઉપર ઘાતકી હથિયારોથી હુમલો કરી પગમાં ગંભીર ઇજા કરી પગને ભાંગી નાખ્યા હતા.
ગામલોકોના કહેવા મુજબ આ બનાવ ત્રણ દિવસ પહેલા બન્યો હતો.ગૌપ્રેમીઓએ ગૌવંશના હુમલાઓ અટકાવવા પોલીસ નક્કર કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.