વિવાદમાં ફસાયેલા રૂ. ૯.૩૨ લાખ કરોડના કેસના ઉકેલ માટે લાગુ કરાઈ હતી સ્કીમ: ભૂલ ભરેલી એન્ટ્રીના કારણે કરોડોની મંડવાણ

ઘણા સમયથી કાયદાકીય વિવાદોમાં અટવાયેલા આવકવેરાના કેસના નિકાલ માટે વિવાદ સે વિશ્વાસ યોજના ઘડી કાઢવામાં આવી હતી જેનાથી ફસાયેલા નાણાં અર્થતંત્રમાં આવશે અને તરલતા વધશે તેવી અપેક્ષા હતી જોકે કારણ વગરના વિવાદે એટલે કે ભૂલભરેલી એન્ટ્રીના કારણે આવકવેરા વિભાગ સામે પડકાર સર્જાયા છે. આંકડા મુજબ ટેક્સ લીટીગેશનમાં લાખો કેસ ફસાયા છે. રૂ.૮૩૦૦૦ કરોડની રકમની મંડવાણ થઈ છે. ગત વર્ષે બજેટમાં વિવાદ સે વિશ્વાસ સ્કીમની જાહેરાત થઈ હતી જેનો મૂળ ઉદ્દેશ અલગ-અલગ અપીલેટ ફોરમમાં ફસાયેલા રૂ.૯.૩૨ લાખ કરોડ છુટા કરવાનો હતો. ત્યારે અત્યાર સુધીમાં ૯૬,૦૦૦ કેસની માંડવાળ થઈ છે.  વિવાદો ઉકેલવા માટેની આ યોજનાને સરકારે ૩૧ જાન્યુઆરી સુધી લંબાવી પણ હતી મોટા ભાગના કેસમાં ભૂલભરેલી એન્ટ્રી જવાબદાર હતી આ યોજનામાં વ્યાજ પેનલ્ટી સહિતની માફી પણ આપવાનો નિર્ણય લેવાયો હતો વિવાદિત પેનલ્ટી એક્સ અને વ્યાજ બાબતે અત્યાર સુધીમાં ૯૬૦૦૦ કેસ સંકેલાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.