જુદા-જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લીધે બાળકો પર નજર રાખવી એ માતા-પિતા માટે મોટી સમસ્યા બની ગઈ છે
લોક ગપસપ અને મિજાજ પરથી એક નિરીક્ષણ કરવામાં આવ્યું અને નિરીક્ષણનું મનોવિશ્લેષણ કરતા ભયાનક બાબતો નજરે પડી. લોકડાઉનમાં નવરાં માનસે ન જોવાનું જોયું અને તેની અસરો તરુણો અને બાળકોના ભવિષ્ય પર થશે. નેશનલ ઇન્ટરનેશનલ રિપોર્ટને આધારે કહીં શકાય કે લોકડાઉન પછી ઇન્ટરનેટ પર પોર્ન સાઈટ જોવાની ઘેલછા વધી. સતત મોબાઈલ ભણવાના બહાને બાળકો પાસે હોવાથી સોશિયલ સાઈટના અતિરેક સાથે ન જોવાનું જોવાની વૃત્તિમાં પણ વધારો થયો છે. સોશિયલ મીડિયાના વધતા ઉપયોગથી દરેક જણ સોશિયલ મીડિયાનો શિકાર બની ગયો છે. આજકાલ સોશિયલ મીડિયામાં દરેક ઉંમરના લોકો તેમજ બાળકો પર તેની અસર જોવા મળી રહી છે. જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લીધે, બાળકો પર નજર રાખવી એ માતાપિતા માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. કેટલાય બાળકો સાયબર બુલિગનો શિકાર બનતા હશે એ પ્રશ્ન પણ વિચારવા જેવો. એક ૭ વર્ષની બાળકી તેની મમ્મીના સ્માર્ટફોનમાં વિડિયો જોતી હતી. આ વિડિયો પોર્ન સાઈટનો હતો. એક દિવસ બાળકીએ માતાને પોર્ન સાઈટનો વિડિયો બતાવીને માતાને સવાલ કરતાં જ માતા અને પિતા બંને ગભરાઈ ગયાં હતા. એક સોશિયલ મીડિયામાં ગ્રુપ બન્યું અને એ ગ્રૂપમાંથી બીભત્સ વાતો કરતા તરૂનોની જાણ થઈ. એક મહિલાએ અમને જણાવ્યું કે મારી ૯ વર્ષની બાળકી સોશિયલ સાઈટ પર અલગ અલગ વલગર વિડીયો જોતી થઇ છે અમારા રૂબરૂ કાઉન્સેલિંગ દરમ્યાન અમે ચોકી જઈએ એવી હકીકતો બાળકીએ રજુ કરેલ. આવા કેટલાય કિસ્સા રોજબરોજ બનતા હશે પણ શું બાળકોના માનસપટ પર થતા સોશિયલ મીડિયાના પ્રભાવથી આપણે વાકેફ છીએ?
સોશ્યલ મીડિયાએ બાળકને કેટલું નુકસાન કર્યું છે એ દરેક માતા પિતાએ વિચારવા જેવી બાબત છે. આવી પરિસ્થિતિઓ બાળકોને અશ્લીલ, હાનિકારક અથવા ગ્રાફિક વેબસાઇટ તરફ દોરી શકે છે, જે તેમની વિચારસરણી પ્રક્રિયાને અસર કરી શકે છે.
આ બાબતોનું ધ્યાન રાખો
પહેલા તમારા બાળકોના પ્રશ્નો સાંભળો, શાંતિથી સમજો અને પછી તેના જવાબો આપો, બાળક પર ગુસ્સે થવાનું ટાળો, પછી ભલે તેઓ ગમે એટલા પ્રશ્નો પૂછે, બાળક સાથે અને બાળક સામે નકારાત્મક વાત ન કરવાનો પ્રયાસ કરો અને તેને હકારાત્મક બનાવવાનો પ્રયાસ કરો, બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વિશે જણાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.જેથી બાળક તમારી સાથે આરામથી વાત કરી શકે છે, બાળકોનો સૂવાનો, રમવાનો, ઘરનું કામ કરવા અને ટ્યુશન આપવાનો સમય સુનિશ્ચિત કરો. મોબાઈલ વાપરવા માટેનો સમય પણ નક્કી કરો, બાળકોને સોશિયલ મીડિયા કરતા વધુ સામાજિક મૂલ્ય વિશે કહો, સોશિયલ મીડિયાના માર્ગદર્શિકા માટે બાળકોને કહેવું જોઈએ કે કેવી રિતે કઈ સાઇટ્સ કામ કરતી હોય છે, વાસ્તવિક દુનિયા સાથે જોડો કારણકે બાળક સામાજિક અને સંબંધીઓ અંતરનો શિકાર બની રહ્યું છે, બાળકોને સોશિયલ મીડિયાથી સંબંધિત તથ્યો વિશે જણાવવું જોઈએ, જેથી તેઓ તેની આડઅસરો અને જરૂરિયાતોને સમજી શકે, એવા ઘણા દેશો છે જ્યાં અમુક સોશિયલ મીડિયા પર પ્રતિબંધ છે. આ દેશોમાં આ સોશિયલ સાઇટ્સને ત્યાં નિયંત્રિત કરવામાં આવે છે, માહિતી ગુપ્ત રાખવા શીખવો.