અમેરિકન બંધારણ દ્વારા વાઈસ પ્રેસિડેન્ટને આપેલી વિશાળ બંધારણીય સત્તા ટ/જ ટ્રમ્પકાર્ડનું દ્વંદ યુદ્ધ રાજકીય અને આર્થિક ક્ષેત્રે ઉથલ-પાથલ મચાવનારૂ બની રહેશે
વિશ્વની સૌથી જૂની અને પરિપક્વ ગણાતી અમેરિકાની લોકશાહી અત્યારે વિવાદોના વમણમાં અને બંધારણીય કટોકટીની પરિસ્થિતિમાં ફસાઈ ગઈ છે. અમેરિકાનું ટ્રમ્પકાર્ડ બિડનને બીડવવા મરણીયો બન્યો હોય તેવી પરિસ્થિતિમાં અમેરિકા અત્યારે સમગ્ર વિશ્વના અચંબાભાવ વચ્ચે વર્ગ-વિગ્રહ અને આંતરીક અફરા તફરીના માહોલ તરફ સરકી રહ્યું છે. બિડનને બીડી દેવા છઠ્ઠીએ સેંકડોની વોશિંગ્ટન તરફ કુચની જાહેરાત અમેરિકાના ઈતિહાસને કલંકીત કરી દે તેવા સંજોગો ઉભા કરનારૂ બન્યું છે.
અમેરિકાના પ્રમુખપદની ગત ચૂંટણી આરંભથી જ વિવાદોમાં ઘેરાતી રહી હતી અને ચૂંટણી દરમિયાન હરિફ જૂથોના ચૂંટણી ઢંઢેરાથી લઈને ડિબેટ સુધીની તમામ પ્રક્રિયા, મતદાન અને પરિણામોમાં પણ આક્ષેપો-પ્રતિઆક્ષેપોથી વિવાદમાં રહેતી આવી છે. અમેરિકાનું રાજકારણ ટ્રમ્પકાર્ડ પ્રભાવિત હોવાનું શરૂઆતથી જ જગત સામે આવતું રહ્યું હતું અને ઈતિહાસમાં પ્રથમવાર આ વખતની ચૂંટણી આરંભ થી અંત સુધી વિવાદો-પડકારો અને ગેરરીતિના આક્ષેપોવાળી બની હતી. અમેરિકાની પ્રેસીડેન્સીયલ વોર જેવી ચૂંટણીમાં સોશિયલ મીડિયા મહત્વનું પરિબળ બન્યું હતું અને હરિફોએ એકબીજા સામે સોશિયલ મીડિયાનો જે રીતે બેફામ ઉપયોગ કર્યો હતો તેની સામે ૪૦ ટકા અમેરિકનોએ સોશિયલ મીડિયાના ભ્રામક અને અવાસ્તવિક પ્રચાર સામે અવિશ્વાસ વ્યકત કર્યો હતો.
અમેરિકાના બંધારણના ઘડવૈયાઓએ વાઈસ પ્રેસીડેન્ટને વિશાળ સત્તાઓ આપી છે અને ઈતિહાસમાં થોમસ જેફરશન સૌથી વધુ અને પોતાની સત્તાનો ઉપયોગ કરનારા ઉપરાષ્ટ્રપતિ તરીકે જાણીતા બન્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પાસે બંધારણના ઉપયોગની સત્તા અને પરિવર્તન માટે નિર્ણાયક બનવાની બંધારણીય શક્તિ રહેલી છે. અત્યારે અમેરિકામાં રિ-પબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટીક પાર્ટી વચ્ચે ભારે કાયદાકીય લડત ચાલી રહી છે તેવા સંજોગોમાં ટ્રમ્પકાર્ડ અત્યારે જો બિડનને બીડી દેવા માટે આક્રમક તેવર અખત્યાર કરી ચૂક્યું હોય તેમ છઠ્ઠીએ સેંકડો કાર્યકરો વોશિંગ્ટન તરફ કુચ કરવા માટેની જાહેરાત કરી ચૂક્યા છે. જો આવું થશે તો અમેરિકાના ઈતિહાસ માટે આ ઘટના કલંકીત બનશે.
અમેરિકાની ચૂંટણી અને તેના પરિણામો ડેમોક્રેટના જોય બિડન તરફ આવ્યા હતા. વાઈસ પ્રેસીડેન્ટ માઈક પેન્સ પાસે કેટલાક મત વિસ્તારોના વિવાદીત પરિણામોને ધ્યાને લઈ ટ્રમ્પને વધુ તક આપવાની સત્તા રહેલી હતી. આ સંજોગોમાં અશ્ર્વેત, લઘુમતીઓ સહિતના પરિબળો બિડન અને હેરીસના તરફેણમાં રહેવા પામ્યા હતા. જો કાયદેસરની કાર્યવાહી અને રાજદ્વારી પંડિતોની કવાયતના ભાગરૂપે વાઈસ પ્રેસીડેન્ટ બિડન અગાઉ જ હિલેરી ક્લિન્ટનના ઉપરાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પને જાન્યુઆરી ૬ ૨૦૧૭ના દિવસે જ નકારી કાઢવામાં સફળ થયા હોત. ટ્રમ્પે પોપ્યુલર વોટ હારી જવાની સ્થિતિ અને જાન્યુઆરી ૧-૨૦૦૧માં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ અલગોરેએ તેમને વિજેતા જાહેર કર્યા હતા. જ્યોર્જ બુશે સુપ્રીમ કોર્ટમાં દરમિયાનગીરીની માંગ કરી હતી. ટ્રમ્પના ૧૫૦ ધારાસભ્યોમાં ૧૨ રિ-પબ્લિકન સેનેટરનું જુથ ઉભુ કરી આજે છઠ્ઠી જાન્યુઆરીએ કોંગ્રેસની બેઠકમાં આ અંગેની ચર્ચા થશે. બિડનને બીડી દેવા માટે ટ્રમ્પકાર્ડ હજુ પણ સક્રિય રીતે કાર્ય કરી રહ્યું છે.
અમેરિકામાં હજુ પ્રમુખપદની દાવેદારી માટેની તાણખેંચ વચ્ચે રાજદ્વારી માહોલ રિ-પબ્લિકન પાર્ટી અને ટ્રમ્પ તરફે ધારાસભ્ય લુન વોડે શુક્રવારે આક્રમક કાર્યક્રમોની જાહેરાત કરી હતી. ટેકસાસના ધારાસભ્ય લુ ગોમેટે પણ આ મુદ્દો જલદ રીતે ઉઠાવ્યો છે. કોર્ટ જો કે, આ રાજદ્વારી મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી ચૂકી છે. ટ્રમ્પના સમર્થકોએ છઠ્ઠી જાન્યુઆરીએ વોશિંગ્ટન બીસીમાં ડેમોક્રેટિક શાસનવાળા રાજ્યમાં કુચનું આયોજન કર્યું છે અને તેમાં યુવાનો દેખાવો કરશે.
અમેરિકાની અત્યારની પરિસ્થિતિ ઐતિહાસિક રીતે આંતરીક કલહ કગાર પર છે. અમેરિકાની આ આંતરીક કલહની પરિસ્થિતિ વિશ્ર્વના આર્થિક પરિબળોને પણ અસર કરનારી બને તેવી દહેશતના પગલે સમગ્ર વિશ્ર્વનું ધ્યાન અત્યારે ટ્રમ્પ સમર્થકોના મોરચા પર મંડાઈ ર્હયું છે.
અમેરિકાની રાજકીય અસ્થિરતા મુડી બજારમાં ઉથલ-પાથલ સર્જશે?
અમેરિકાની ચૂંટણી આ વખતે આરંભથી જ નિતનવા વણાકનું કારણ બની છે. ટ્રમ્પકાર્ડ હજુ પણ પ્રભાવી બની ર્હયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ સંજોગોમાં બિડેનને સ્વીકારવા તૈયાર નથી. આવનાર દિવસોમાં અમેરિકાની આ કટોકટીથી અમેરિકા, એશિયન અને ભારતીય શેરબજારને અસર કરનાર બને તેવી શકયતાઓ તજજ્ઞો વ્યકત કરી રહ્યાં છે.
સુપર પાવરની રેસમાં સોશિયલ મીડિયાના ઉપદ્રવ સામે ૪૦ ટકા અમેરિકનોને અવિશ્વાસ
ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડન વચ્ચેની ટક્કરમાં સોશિયલ મીડિયાના કેટલાક અંશે ભૂમિકા શંકાસ્પદ બની રહી છે ત્યારે ૪૦ ટકા અમેરિકનો સોશિયલ મીડિયાને સંપૂર્ણપણે વિશ્ર્વાસપાત્ર માનતા નથી.
જો હિલેરી ક્લિન્ટને સત્તાનો ઉપયોગ કર્યો હોત તો ટ્રમ્પનો ઘડો લાડવો થઈ ગયો હોત!
અમેરિકાના બંધારણના ઘડવૈયાઓએ પ્રમુખગત લોકશાહીમાં ઉપપ્રમુખને વિશાળ સતાઓ આપી છે. જો ગત ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટને પોતાના ઉપપ્રમુખ કાળ દરમિયાન સત્તાનો ઉપયોગ કર્યો હોત તો કદાચ ટ્રમ્પનું અસ્તિત્વ ત્યારે જ પૂરું થઈ ગયું હોત.
અમેરિકન પ્રેસિડેન્સીયલ માટે સોશિયલ મીડિયાનું વાયરલ-વાયરસ બની જશે?
અમેરિકન પ્રજા પ્રબુદ્ધ બુદ્ધિશાળી અને શિક્ષીત પ્રજા માનવામાં આવે છે. મુક્ અભિવ્યક્તિ, માનવ અધિકાર જેવી સંવેદનશીલ બાબતોમાં અમેરિકનો સૌથી આગળ છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં સોશિયલ મીડિયાના વાયરલના ઉપદ્રવને અમેરિકનોએ ભારે નારાજગીનો મુદ્દો બનાવ્યો છે. ખોટી અફવા, અપ્રચાર અને ભ્રામક રાજકીય સમાચારોને સોશિયલ મીડિયા માટે વિશ્ર્વસનીયતા ગુમાવનારૂ બન્યું છે. ૪૦ ટકા અમેરિકનો સોશિયલ મીડિયાથી નારાજ છે.