૬ મહિના માં ૫૦ લાખ સ્માર્ટફોનના વેચાણનો રેકોર્ડ :-
શાઓમીના Redmi Note 4 એ વેચાણ બાબતે બધાને પાછળ છોડી દીધા છે માત્ર ૬ મહિનાના સમયગાળમાં (૨૫ જાન્યુઆરી થી ૨૩ જુલાઇ) માં જ ૫૦ લાખ રેડમી નોટ ૪ હેન્ડસેટ વેચાઇ ચુક્યા છે.
જો સૌથી વધુ વેચનારા સ્માર્ટફોન સાથે તેની સરખામણી કરીએ તો આ આંકડો અવિશ્ર્વસયનીય છે. ગત વર્ષે સેમસંગ J2 લોન્ચ થયાના ૬ મહિનામાં ૩૩ લાખ લોકોએ ખરીદ્યો હતો.
– શાઓમીના Redmi Note 4 ના રેકોર્ડ વેચાણની સફળતાની ઉજવણી માટે નવી દિલ્હીના ભાગરાજ સ્ટેડિયમ ૬ હજાર સ્કવેર ફુટમાં ગ્રેન આર્ટમા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ટુંક સમયમાં ખુલશે mi સિગ્નેચર સ્ટોર :
શાઓમી ઇન્ડિયાના MD અને શાઓમી ઉપાધ્યાક્ષ મનુ કુમાર જૈને એક આયોજનમાં જણાવ્યું કે દિલ્હી NCR માં આગામી થોડા સમયમા mi સ્ટોર ખોલવાની શક્યતા છે. હું તમને કોઇ નિશ્ર્ચિત તારીખ તો જણાવી શકતો નથી.