એક જ માસમાં ૧.૫૨ કરોડની આવક, કુલ ૨.૮૧ લાખ ભાવિકોએ દર્શનનો લાભ લીધો
જયારે ગંગાને જમીન ઉપર અવતરણ કરવું હતુ ત્યારે કોઈ દેવ ગંગાને ઝીલવા તૈયાર ન હતા ત્યારે ભગવાન શિવે પોતાની જટામાં ગંગાને ધારણ કરી હતી. આમ ભગવાન શિવ દેવોના દેવ એટલે કે મહાદેવ છે. આ મહાદેવનું પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ સ્થિત છે. આ સોમનાથ મંદિરની ભવ્યતા એટલી હતી કે અફઘાનથી મહમદ ગજનવી ૧૭ વખતક લૂંટવા આવ્યો હતો. આ ઘટનાથી સોમનાથ મંદિરની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય.
આ સોમનાથ મંદિરમાં કળીયુગમાં પણ રૂપીયાની ગંગા વહી રહી છે. ડિસેમ્બર માસમાં આ મંદિરને રૂ.૧.૫૨ કરોડની આવક થઈ છે.
વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જયોતિર્લીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરને સમગ્ર ડીસે.૨૦ માસમાં રૂ.૧ કરોડ અને રૂ.૫૨ લાખની આવક થઈ જેમાં મુખ્યત્વે પૂજાવિધીના રૂ.૨૧ લાખ, પ્રસાદી ભાવિકોએ ખરીદી તેના રૂ.૪૫ લાખ, ગેસ્ટહાઉસ આવક ૩૪ લાખ, ગોલખ પેટી આવક ૩૬ લાખ સહિત્ય ૧.૨૫ લાખ, પાર્કિંગના ૬.૯૨ હજાર અને બાકીની અન્ય આવક સહિત કુલ રૂ.૧ કરોડ ને ૫૨ લાખની આવક મંદિરને થઈ છે.
સમગ્ર ડીસેમ્બર માસ દરમ્યાન ૨ લાખ ૮૧ હજાર ૬૯૬ દર્શનાથીઓ શિવ દર્શન કરી ધન્ય બન્યા સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર નાતાલની રજાઓમાં સોમનાથ પર્યટકો, ભાવિકો, શ્રધ્ધાળુઓ, તા.૨૪ ડીસે.થી ૩૧ ડીસે. આમ આઠ દિવસમાં ૧,૧૭,૨૯૭ લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઈ લહેરીના માર્ગદર્શન હેઠળ આ દિવસોમાં પણ સુચારૂ સારી વ્યવસ્થા ગોઠવાઈ હતી. જેમા તા.૨૬ ડીસે. ૨૦૬૨૬ અને ૨૭ ડીસે. ભાવિકો ૧૦૪૮૩, ૩૦ ડીસે. ૧૮૧૧૯, તા.૩૧ ડીસે. ૯૪૧૪ ભાવિકોએ દર્શન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે નાતાલની રજાઓના અરસામાં મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથ મંદિરે ઉમટયા હતા. ઉપરાંત દીવ જતા સહેલાણીઓ પણ સોમનાથ મુકામ કરીને પછી દીવ જતા હોય ભાવિકોની સંખ્યામાં ભારે ઉછાળો નોંધાયો હતો.