ગુગલ સ્વામીત્વાવાળી યુ ટ્યુબને ટક્કર દેવા માટે ફેસબુકે ‘વોચ’ લોન્ચ કર્યુ છે. જે રચનાકારો અને પ્રકાશકો માટે નવુ ડિઝાઇન થયેલુ પ્લેટફોર્મ છે. સોશિયલ મિડિયા દિગ્ગજ ફેસબુકે અમેરિકામાં ગયા વર્ષે વિડિયો ટેબ લોન્ચ કર્યુ હતું. જે ફેસબુક પર વીડીયો ગોતવા માટે મદદરૂપ થતુ હતું.
ફેસબુકના ઉત્પાદક ર્નિદેશક ડેનીયલ ડૈનકરે પોસ્ટ કરતા જણાવ્યું હતું. કે હવે તમે તમારા પસંદીદા શો જોવાનું સરળ થઇ ગયું છે. ફેસબુક પર શો જોવા માટે એક નવું પ્લટફોર્મ ‘વોચ’ લોન્ચ કર્યુ છે. ‘વોચ’ એ મોબાોઇલની સાથે ડેસ્કટોપ, લેપટોપ અને ટીવી એપ પર ઉપલબ્ધ છે.‘વોચ’ પર ઘણા શો પ્રસારીત થશે સાથે જ લાઇવ અને રેકોર્ડ કરેલા શો પણ પ્રસારીત થઇ શકશે.
યુઝર્સ વોચલીસ્ટમાં શો ને એડ પણ કરી શકશે જે રીતે નેટફ્લીક્સ અને એમેઝોન પ્રાઇમ વીડીયો પર થાય છે તે રીતે ફેસબુકે પોતાના શો ને અલગ-અલગ કેટેગરીમાં વિભાજીત કર્યુ છે. જેમાં ‘મોસ્ટ ટોકડ અબાઉટ, વોટસ મેંકીગ પીપયુલલા વગેરે છે. હાલમાં શો માં ‘નૈસ ડેલી, ગેબ્બી બર્નસ્ટીન’ એન કિચન લીટીલ મુખ્ય છે.