ભચાઉથી ૧૦ કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આચકાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે કચ્છના ભચાઉમાં ફરી એકવાર ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાવા પામ્યો છે.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ કચ્છના ભચાઉથી ૧૦ કિમી દૂર મોડી રાતે ૧૧:૦૨ કલાકે ૩.૨ની તીવ્રતાનો આંચકો ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. આ ઉપરાંત ગઈકાલે સાંજે ૫:૩૯ કલાકે નોર્થ ગુજરાતના ધરોઈથી ૭ કિમિ દૂર ૧.૭ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો.
વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જો કે વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે વધુ વરસાદથી ભૂ-સ્તર વધતા આવા નાના-મોટા આંચકાઓ અનુભવાતા રહે છે. જો કે આ આચકા સામાન્ય હોય લોકોએ ગભરાવાની જરૂર નથી. અને મોડી રાતે આવેલો આંચકો ૩.૨નો હોય, કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.