ચપટી ભરી ચોખાને ઘીનો છે દીવડો…
નિલેશ પંડ્યા-મિતલબેન પટેલ ગુજરાતની આગવી પરંપરા ‘ગરબા’ ગાઇને ર્માં નવદુર્ગાને સાદ કરશે
‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસિક દર્શકોનો અતિપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’માં રજૂ થતા કલાકારો પોતાની આગવી કલાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોક સંગીતને લોકો વધુ ને વધુ માણે સાથે-સાથે ખુબજ સારા પરંતુ અપ્રચલિત કલાકારોને પોતાની કલાને છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટેનું પ્લેટફોર્મ પુરૂ પાડવા ‘અબતક’ ચેનલનો હમેશા પ્રયાસ રહ્યો છે.
‘ચાલને જીવી લઇએ’માં આજે નિલેશભાઇ પંડ્યા તથા મિતલબેન પટેલ દ્વારા ગરબાની રમઝટ બોલશે તથા માં નવદુર્ગાને રીઝવવા નિલેશ પંડ્યા અને મિતલબેન પટેલ સાદ કરશે.
‘ગરબો’ એટલે ગુજરાતની આગવી પરંપરા અને લોકસંસ્કૃતિ. ગરવા ગુજરાતની આગવી વિશેષતા છે ગરબો. આ એક એવી કૃતિ છે, કે જેને ગાવામાં, સાંભળવામાં અને રમવામાં અનેરો થનગનાટ અને તરવરાટ જોવા મળે છે. કહેવાય છે કે ગરબાનો સાદ સાંભળીને માં નવદુર્ગા તેના બાલુડા પર પ્રસન્ન થાય છે. ગરબાની અન્ય એક વિશિષ્ટતા એ છે કે તે માત્ર નવરાત્રિમાં જ નહિ ગમે તે સમયે સાંભળવા ગમે છે અને ગરબા બાળકોથી લઇને વડીલો સુધીના સૌ કોઇને અતિશય પ્રિય છે. ગરબા ગુજરાતીઓની ઓળખ છે. ‘માડી તારા અઘોર નગારા વાગે…’, ‘ઘોર અંધારી રે…’, ‘તુ કાળી ને કલ્યાણી રે માં…’ આ ગરબાનો ગુંજારવ શરીરમાં નવી ઉર્જા અને ચેતનાનો સંચાર કરે છે તથા તન અને મનને પ્રફુલિત કરે છે. તો ‘ચાલને જીવી લઇએ’માં આજે ગરબાની રમઝટ ચૂકાય નહીં…
કલાકારો
કલાકાર: નિલેશભાઇ પંડ્યા, મિતલબેન પટેલ
એન્કર: યોગીત બાબરીયા
તબલા: મહેશ ત્રિવેદી
પેડ: કેયુર બુધ્ધદેવ
કી બોર્ડ: પ્રશાંત સરપદડિયા
સાઉન્ડ: અનંત ચૌહાણ આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ
માતાજીના દુહા…
પરથમ સમરૂ સરસ્વતી…
ઉંચા-ઉંચા રે માડી તારા ડુંગર…
અંબા અભય પદદાયીની…
ચોટીલા ડુંગર માડી એકલા…
ચપટી ભરી ચોખાને…
આદ્યશક્તિ તુજને નમો…
કાળી ને કલ્યાણી રે માં…
માં પાવા તે ગઢથી…
માડી તારા મંદિરે ઘુઘરા…
ઘોર અંધારી…
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને
ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
ઈન કેબલ ચેનલ નં.૫૬૧ ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦ સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦