અળશીએ ગુણોથી ભરપૂર આહાર છે, પરંતુ એ વાત સાવ વિભિન્ન છે કે લોકો આ વાસ્તવિકતા જાણતા જ નથી. શાકાહારી લોકો માટે તે ઓમેગા-૩ ફેટી એસિડ નો ખુબ જ સારો સ્રોત છે. અળસી મા અંદાજિત ૫૦ ટકા ઓમેગા-૩ ફેટી એસિડ આલ્ફા લિનોલિક એસિડ ના સ્વરૂપ મા હોય છે. આ આલ્ફા લિનોલિક એસિડ શરીરની અંદર નિર્માણ પામતું નથી. તેને આહારના માધ્યમ દ્વારા જ પ્રાપ્ત કરવું પડે છે.
જો તમે નિત્ય તેનું સેવન કરતા હોવ તો તમને તેની હકારાત્મક અસરો અવશ્યપણે જોવા મળશે. અળશીમાં ઓમેગા-૩ ઉપરાંત ફાઈબર, પ્રોટીન, વિટામિન બી કોમ્પ્લેક્સ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ અને ફાઇટોએસ્ટ્રેજન પણ સમાવિષ્ટ હોય છે. શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવા રોજ બે ચમચી અળસી તો ખાવી જ જોઈએ.
૧૦૦ ગ્રામ અળશી માં ૫૩૪ ગ્રામ કેલરીઝ , ૪૨ ગ્રામ ફેટ , ૩.૭ ગ્રામ સેચ્યુરેટેડ ફેટ , ૨૯ ગ્રામ પોલિઅનસેચ્યુરેટેડ ફેટ , ૮ ગ્રામ મોનોઅનસેચ્યુરેટેડ ફેટ , ૩૦ મીલીગ્રામ કોલેસ્ટેરોલ , ૩૦ મીલીગ્રામ સોડિયમ , ૮૧૩ મીલીગ્રામ પોટેશિયમ , ૨૯ ગ્રામ ટોટલ કાર્બોહાઇડ્રેટ , ૨૭ ગ્રામ ડાયેટરી ફાયબર , ૧.૬ ગ્રામ શર્કરા , ૧૮ ગ્રામ પ્રોટિન , ૦ % વિટામિન એ , ૧% વિટામિન સી , ૨૫% કેલ્શિયમ , ૩૧% આયર્ન , ૦% વિટામિન ડી , ૨૫% વિટામિન બી-૬ , ૦% વિટામિન બી-૧૨ , ૯૮% મેગ્નેશિયમ સમાવિષ્ટ હોય છે.
કબજિયાત મટાડે
જો તમે નિયમિત કબજિયાતની સમસ્યા થી પીડાતા હોવ અને તમારી પાચનશક્તિ નબળી હોય તો ઉપરોકત જણાવેલી વિધી અનુસાર અળશીનું સેવન કરવાથી તમારી પાચનશક્તિ સુધરે છે અને મજબૂત બને છે આ ઉપરાંત આખા દિવસ દરમિયાન બને તેટલું વધારે પાણી નું સેવન કરવું.
અસ્થમાના દર્દીઓ માટેફાયદાકારક
અળશીમાં અસ્થમા ની સમસ્યામાંથી રાહત મેળવવા માટેના અનેક ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. જો તમે અસ્થમા ની સમસ્યા થી પિડિત હોવ તો તેના માટે અળસી ના બીજ ને વાટી તેને ક્રશ કરી તેને પાણી માં મિક્સ કરી દેવું ત્યાર બાદ આ પાણી ને ૧૦ કલાક માટે તેમ જ રાખી મુકવું. ત્યાર બાદ જો આ પાણીનું આખા દિવસમાં ત્રણ વાર નિયમિત સેવન કરવામાં આવે તો અસ્થમાની સમસ્યામાં રાહત મળે છે. આ ઉપરાંત આ પાણી ના સેવનથી ઉધરસમાં પણ રાહત મળશે.
સ્ત્રીઓના હોર્મોન્સને રાખે છે નિયંત્રણમાં
અળશી મા સમાવિષ્ટ ફાઇટોએસ્ટ્રોજન ના કારણે તે સ્ત્રીઓ માટે વિશેષ લાભદાયક સાબિત થાય છે. સ્ત્રીઓ મા રજોનિવૃત્તિ ના સમયે થનારા હોર્મોનલ પરિવર્તન અને તેના કારણે ઉભી થતી સમસ્યાઓ જેમ કે વધારે પડતી ગરમી (હોટ ફ્લેશીસ), અકળામણ, અનિયમિત રક્તસ્ત્રાવ, કમરદર્દ , યોની શુષ્ક થઈ જવી, અને સાંધાનો દર્દ વગેરે માં અળશી ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
પોલિસાઇટિક ઓવેરી સિમ્પટમ્પ્સમાંથી મુક્તિ
જો તમે પી. સી .ઓ. એસ.ની સમસ્યા થી પીડાતા હોવ અને તમારું માસિક નિયમિત ન હોય તો તેવા કેસ મા આ અળશી નું નિયમિત સેવન તમને આ સમસ્યાથી મુક્તિ અપાવી શકે છે.
ચામડી અને વાળને ચમકદાર બનાવે
જો તમે ઇચ્છતા હોવ કે તમારા વાળ અને ચામડી સ્વસ્થ અને ચમકદાર બને તો રોજ ૧થી ૨ ચમચી અળશીના સેવનને તમારી આદત બનાવી લો. તેમાં સમાવિષ્ટ એન્ટીઓક્સિડેન્ટ સ્કિનમાં કોલેજન પ્રોડક્શન અને નવા સેલ્સને બનાવવામાં સહાયરૂપ બને છે જેનાથી સ્કિન પર ઉંમરની સાથે થતા પરિવર્તનો ઓછા દેખાય છે.
હાઇ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે
અળશી મા સમાવિષ્ટ ફાઈબર ચરબી અને કોલેસ્ટ્રોલને શરીર દ્વારા શોષાતા અટકાવે છે જેના કારણે શરીર ના કોલેસ્ટ્રોલ ના સ્તર ને નિયંત્રિત રાખવામાં સહાયરૂપ બને છે. તેની સાથોસાથ અળશીના બીજ હાઈ બ્લડપ્રેશર ના દર્દીઓ માટે પણ લાભપ્રદ સાબિત થાય છે.
ડાયાબિટીઝ ના દર્દીઓ માટે ઉત્તમ
અળશી ના બીજ મા સેલ્યૂલોસ નું જ એક સ્વરૂપ લિગ્નિન ભરપૂર પ્રમાણ મા સમાવિષ્ટ હોય છે, જે બ્લડ શુગર ને નિયંત્રિત રાખવામાં અત્યંત સહાયરૂપ બને છે. માટે જો તમે પણ ડાયાબિટીઝ ના દર્દી હોવ તો કોઈપણ સ્વરૂપે નિયમિત ૨૫ ગ્રામ અળશીનું સેવન ભૂલ્યા વગર કરવું જોઈએ. જો તમે ઇચ્છો તો આ પ્રમાણને તમે કેટલાક ભાગમાં વહેંચીને પણ લઈ શકો છો. અને પછી આખા દિવસમાં કોઈ પણ સમયે તેનું સેવન કરી શકો છો.
કેન્સર અટકાવવા માટે સહાયરૂપ
શરીર મા મળી આવતા ટોક્સિંસ તેમજ બગાડ ના લીધે કેન્સર થવાનું જોખમ હંમેશા આપણાં પર તોળાયેલું રહે છે. અળશી મા વિદ્યમાન લિગ્નિન શરીર મા મળતા ટોક્સિંસ, બગાડ તેમજ કોલેસ્ટ્રોલ ને એકસાથે મળવાટે બહાર કાઢી નાખે છે અને તમને કેન્સર જેવા જીવલેણ રોગ થી બચાવવામાં મદદરૂપ થાય છે. તેના સેવન થી પ્રોસ્ટેટ કેન્સર, કોલોન કેન્સર , બ્રેસ્ટ કેન્સરથી રક્ષણ મેળવી શકાય છે.
સાંધાના દુ:ખાવાથી રાહત
અળશી સાંધા ની દરેક તકલીફો મા અસરકારક છે. તેના નિયમિત સેવન થી લોહી પાતળુ થાય છે, જેના લીધે પગ મા લોહી નો પ્રવાહ યોગ્ય માત્રા મા થાય છે.
સાંધા ના દુ:ખાવા મા અળશી નો ભુક્કો લઈ તેને સરસિયા ના તેલ ની સાથે ગરમ કર્યા બાદ તેને ઠંડુ થવા દઈ સાંધા પર લગાવી દેવું, જેથી આરામ મળશે.