૨૦૧૯ માં બેંગલોર ખાતે યોજાયેલ વિજ્ઞાન સમાગમમાં યુરોપીયન ઓર્ગનાઇઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચ(CERN)ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ ડો. ફબીઓલા જનોત્તિએ તેમના સંબોધન માં ભારતના યોગદાનને શ્રેષ્ઠતમમાંનું એક ગણાવ્યું હતું
આ વાત બીજા વિશ્વ યુદ્ધ બાદ ના સમય ની છે. યુરોપ હવે વિજ્ઞાન ક્ષેત્રે એટલું શ્રેષ્ઠ નહોતું. પરંતુ વિવિધ યુરોપીયન દેશ ના દિગ્ગજ સ્વપ્નદ્રષ્ટા વૈજ્ઞાનિકો મહાન સિદ્ધિઓ મેળવ્યા પછી પણ થાક્યા નહોતા. તેઓ એ આંતરરાષ્ટ્રીય સ્તરે એક પરમાણુ ભૌતિકવિજ્ઞાન ની પ્રયોગશાળા સ્થાપવા પ્રયત્નો શરૂ કર્યા. આ દિગ્ગજ વૈજ્ઞાનિકો માં ફ્રાંસ થી રઔલ દૌત્રી, પિયરે ઔગર અને લેવ ક્વાર્સ્કિ, ઈટલી થી એડોરડો અમાલ્દી અને ડેન્માર્ક થી નીલ્સ બોહર નો સમાવેશ થાય છે. આ પ્રયોગશાળા બનાવવા થી યુરોપીયન વૈજ્ઞાનિકો એકસાથે આવી ને વિજ્ઞાન ક્ષેત્રે પ્રયત્ન કરી શકે તેમ હતા. આ સાથે પ્રયોગો પાછળ નો જંગી ખર્ચ અલગ દેશો વચ્ચે વહેંચાય શકે.
યુરોપીયન કાઉન્સીલ:
૯ ડિસેમ્બર, ૧૯૪૯ માં લુઇસ દે બ્રોગલી એ સૌપ્રથમ યુરોપીયન સાંસ્કૃતિક સભા માં આવી જ એક પ્રયોગશાળા ની દરખાસ્ત રજૂ કરી. ત્યાર બાદ આ પ્રસ્તાવ ને ૧૯૫૦ થયેલી યૂનેસ્કો ની સભા માં વેગ મળ્યો. ૧૯૫૧ માં પેરિસ માં મળેલી યૂનેસ્કો ની બેઠક માં સૌપ્રથમ પરમાણુ ભૌતિકશાસ્ત્ર પરિષદ નો ઠરાવ મંજૂર થયો. ફક્ત બે જ મહિનામાં ૧૧ દેશો એ પોતાની સંમતિ ના હસ્તાક્ષર કર્યા. આ ઘટનાએ વિશ્વ ની સૌથી મોટી પરમાણુ ભૌતિકશાસ્ત્ર ની પ્રયોગશાળા ના બીજ રોપ્યા હતા. કોણ જાણતું હતું કે આ જ પ્રયોગશાળા વિજ્ઞાન ના એવા રહસ્યો ખુલ્લા કરશે કે જે માનવજાતિ ને બ્રમ્હાંડ ના વણઉકેલ્યા તથ્યો ની નજીક લઈ જશે.
મનુષ્યજાતિ નિરંતર બ્રમ્હાંડ ના રહસ્યો જાણવા ઉત્સુક રહી છે. ચક્ર થી શરૂ થતી શોધખોળ આજે બ્રમ્હાંડ ની ઉત્પત્તિ વિશે ના તથ્યો ઉકેલી રહી છે. પરમાણુ ભૌતિકશાસ્ત્ર બ્રમ્હાંડ ની રહસ્યો ની ચાવીરૂપ છે. ૧૯૫૪ માં બનેલી આ યુરોપીયન સંસ્થા આ જ ચાવી થી વણઉકેલ્યા રહસ્યો જાણવા કાર્યરત છે.
આજે યુરોપીયન ઓર્ગનાઇઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચ (CERN) એ વિશ્વ ની સૌથી મોટી પરમાણુ પ્રયોગશાળા છે. તે તકનીકી અને વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ નોંધપાત્ર ભાગ ભજવી રહી છે. વિશ્વ ના ઘણા ઉપકરણો સૌપ્રથમ આ સંસ્થા માં શોધાયા હતા. આજે જે આપણે વર્લ્ડ વાઇડ વેબ વિશે જાણીએ છીએ તે આ સંસ્થા ની દેણ છે.
શું પરમાણુને પણ તોડી શકાય છે?:
આપણી આસપાસ રહેલ કોઈ પણ પદાર્થ ને જો આપણે તોડવાનો પ્રયત્ન કરીએ અને તેને સૂક્ષ્મ થી સૂક્ષ્મ કણ માં વિભાજિત કરતાં જઈએ, તો એક સમય એવો આવશે કે આપણે તેના પરમાણુ સ્તર સુધી પહોચી જશું. મિટર ના ટ્રિલ્યન ભાગ જેટલો સૂક્ષ્મ આ પરમાણુ નરી આંખે તો જોઈ જ નહીં શકાય. પરમાણુ નું કેન્દ્ર તેનાથી પણ ૧૦ હજાર ગણું સૂક્ષ્મ હોય છે. યુરોપીયન ઓર્ગનાઇઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચ (CERN) ખાતે આવેલ ઉપકરણ લાર્જ હેડ્રોન કોલાઇડર(એલએચસી) આ સૂક્ષ્મ પરમાણુ કેન્દ્ર માં આવેલા પ્રોટોન તથા ન્યૂટ્રોન કણો ને લગભગ પ્રકાશ ના ગતિ એ પ્રેવેગિત કરે છે. આ પ્રેવેગિત કણો નિશ્ચિત વાતાવરણ માં એકબીજા સાથે ટકરાય છે અને પરિણામે તેમની અંદર રહેલા બંધારણીય કણો નું અસ્તિત્વ ઓળખી શકાય છે. જ્યારે બિગબેંગ (BigBang) ની ઘટના થી બ્રમ્હાંડ ની ઉત્પત્તિ થઈ હતી તે તત્કાલિન પરિસ્થિતી રચી ને મુખ્ય બંધારણીય કણો કેવી રીતે એકબીજા સાથે પ્રક્રિયા કરી ને પરમાણુ માં આવેલા પ્રોટોન, ન્યૂટ્રોન અને ઇલેક્ટ્રોન માં પરિણમે છે તેનો અભ્યાસ કરવા યુરોપીયન ઓર્ગનાઇઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચ (CERN) કાર્યરત છે.
૧૯૨૮ માં નોબલ પરિતોષિક વિજેતા પોલ દિરાક એ આઇન્સટાઇન ની થિયરી ઓફ સ્પેશિયલ રિલેટિવિટી તથા ક્વાંટમ ફિજિક્સ ના સિધ્ધાંતો ને ભેગા કરી ને એક એવો ખ્યાલ આપ્યો કે જે પદાર્થ ના અસ્તિત્વ સાથે એક વિરોધી પદાર્થ ના અસ્તિત્વ ને સાબિત કરતો હતો. જેમ ભાષા માં દરેક સમાનાર્થી શબ્દ નો એક વિરોધી શબ્દ હોય છે તેમ વિશ્વ ના દરેક પદાર્થ નો એક વિરોધી પદાર્થ હોય છે. બ્રમ્હાંડ ની ઉત્પત્તિ સમયે આ બંને(પદાર્થ અને તેનો વિરોધી પદાર્થ) એક જ સરખા જથ્થા માં ઉત્પન્ન થયા હતા. પરંતુ આજે આપણે વિરોધી પદાર્થ ના અસ્તિત્વ તથા લક્ષણો વિશે અજાણ છીએ. આ રહસ્ય આપણને આપણાં બ્રમ્હાંડ ને સમજવા મદદરૂપ થઈ શકે છે. યુરોપીયન ઓર્ગનાઇઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચ (CERN) પોતાના આધુનિક ઉપકરણો થી આ રહસ્ય ને સમજવા પ્રયોગો કરી રહ્યું છે.
ધરતી પર બ્રમ્હાંડ:
ફ્રાંસ અને સ્વિટ્ઝરલૈંડ ની સીમા પાસે આવેલ જેનેવા ની ધરતી તથા ભૂતળ પર આ પ્રયોગશાળા નું મથક છે. જમીન થી ૧૦૦ મિટર નીચે ૨૬.૬૫૯ કિમી ના વિશાળ પરિઘ વિસ્તાર માં એક ગોળાકાર પાઇપ જેવી રચના ગોઠવવા માં આવી છે. આ પ્રણાલી પરમાણુ પ્રવેગક કહેવાય છે. બ્રમ્હાંડ ની રચના સમયે થયેલી બિગ બેંગ ની ઘટના જેવી પ્રતિકૃતિ આ પ્રેવગક લગભગ પૂરી પાડે છે. અતિ શૂક્ષ્મ પરમાણુ ને લગભગ પ્રકાશ ની ગતિ એ પ્રવેગિત કરવા ખૂબ જ જટિલ સંરચના ની જરૂર પડી હતી. વર્ષો ના પ્રયત્નો, વિવિધ દેશના વૈજ્ઞાનિકો ની મહામહેનત તથા વિશ્વ ની સૌથી આધુનિક તકનિક મળી ને લાર્જ હેડ્રોન કોલાઇડર માં પરિણમી. આ જ એલએચસી ની મદદ થી એક એવા કણ(હિગ્ગ્સ બોસોન) ની શોધ થઈ જે પદાર્થ ના દ્રવ્યમાન(ળફતત) માટે જવાબદાર છે.
ભારત નું યોગદાન:
આ વિશાળ પ્રોજેકટ માં ભારત નું પણ યોગદાન છે. એલએચસી ના નિર્માણ માં ઘણા ભારતીય વૈજ્ઞાનિકો નો નોંધપાત્ર ફાળો છે. એલએચસી ના ઘણા ઉપકરણો ભારત માં બન્યા છે. ભારત ની પબ્લિક સેક્ટર તથા વિવિધ ખાનગી ઔદ્યોગિક સંસ્થાઓ એ એલએચસી ને ભારતીય ઉપકરણો આપ્યા છે. ૨૦૧૯ માં બેંગલોર ખાતે યોજાયેલ વિજ્ઞાન સમાગમ માં યુરોપીયન ઓર્ગનાઇઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચ(ઈઊછગ) ના પ્રથમ મહિલા ડાઇરેક્ટર જનરલ ડો. ફબીઓલા જનોત્તિ એ હાજરી આપી હતી. તેમણે તેમના સંબોધન માં ભારતના યોગદાન ને શ્રેષ્ઠતમ માનું એક ગણાવ્યું હતું. ૨૦૧૯ સુધી માં ઈઊછગ માં ૪૦૦ ભારતીય વૈજ્ઞાનિકો હતા. જેમનો અલગ અલગ પ્રયોગો માં નોંધપાત્ર ફાળો જણાયો છે.
બીજા વિશ્વયુદ્ધ બાદ થી શરૂ થયેલી સંસ્થા હવે રોજ નવી સિદ્ધિ હાંસલ કરવા આગળ ધપી રહી છે. ક્ષણભર માં એક અબજ પરમાણુ અથડામણ કરી શકતા એલએચસી ને હવે એક નવા સ્તરે પહોંચાડવા પ્રયાસો થઈ રહ્યા છે. એલએચસી ની તેજસ્વિતા અને પ્રયોગો ના પરિણામો ની સંખ્યા વધારતા એક નવા એલએચસી ના અવતાર ને બનાવવા નું શરૂ થઈ ગયું છે. ૨૦૨૭ સુધી માં એલએચસી એક નવા રંગરૂપ અને ક્ષમતા સાથે હાઇ લૂમીનોસિટી એલએચસી માં પરિવર્તિત થઈ જશે. જે આજ ના એલએચસી કરતાં દસ ગણા વધારે પરમાણુ અથડામણ ની ક્ષમતા ધરાવતું હશે.
મનુષ્ય ની બ્રમ્હાંડ ને જાણવા ની ઘેલછા તેની પાસે અનેક અનેરા આવિષ્કાર કરવી દે છે. એક સમય એવો હતો જ્યારે વૈજ્ઞાનિકો બ્રમ્હાંડ ના અસ્તિત્વ વિશે સાવ અજાણ હતા. આજે વિશ્વ ની વિશાળ પ્રયોગશાળાઓ એક પછી એક બ્રમ્હાંડ ના અસ્તિત્વ ના પત્તાઓ ખોલી રહી છે. ભારત હવે વિશ્વ સ્તરે આ મહત્વકાંશી યોજનાઓ માં પોતાનું અમુલ્ય યોગદાન નોંધાવી રહ્યું છે. પરંતુ જે વિશાળ પ્રોજેકટ ને આપણે સામાજિક સ્તરે અસરકારક નથી પામી રહ્યા તે કોઈ ને કોઈ રીતે મનુષ્યના જીવન માં અસર કરતાં જ હોય છે. પરમાણુ ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે કાર્યરત આ સંસ્થા માં કેટલાય એવા ઉપકરણો શોધાયા છે જે તબીબ અને ટેક્નોલોજી ક્ષેત્રે આજે પણ વપરાય છે. આપણે જે ટચ સ્ક્રીન નો ઉપયોગ કરીએ છીએ તે સૌપ્રથમ ઈઊછગ માં ઉપયોગ માં લેવામાં આવી હતી. અહીના વૈજ્ઞાનિકો એ બાયો મેડિકલ ક્ષેત્રે ઉપયોગ માં આવી શકતા ઉપકરણો બનાવવા યોગદાન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય સહયોગ થી ચાલતી આ સંસ્થા પરમાણુ ને કેટલી હદ સુધી તોડી શકે છે એ તો હવે ભવિષ્ય ના ગર્ભ માં છે.
સમય કોષ્ટક
“૯ ડિસેમ્બર,૧૯૪૯: પરમાણુ ભૌતિકશાસ્ત્રની આંતરરાષ્ટ્રીય પ્રયોગશાળા ની સૌપ્રથમ દરખાસ્ત
“જુલાઈ, ૧૯૫૫: યુરોપીયન ઓર્ગનાઇઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચ(ઈઊછગ)નો શિલાન્યાસ
“૪ જુલાઈ, ૨૦૧૨: હિગ્ગ્સ બોસોન (ગોડ પાર્ટીક્લ)ની શોધ
ક્વિક બોક્સ
લાર્જ હેડ્રોન કોલાઇડર(એલએચસી)
“પરિઘ : ૨૬૬૫૯ મિટર
“અંદર વપરાતા દ્વિધ્રુવો(મશાજ્ઞહય)નું તાપમાન: -૨૭૧ ડિગ્રી સેલ્સિયસ
“દર ક્ષણે થતાં પરમાણુ ના ટકરાવ ની સંખ્યા: ૧ અબજ
તથ્ય કોર્નર
“સૌપ્રથમ વર્લ્ડ વાઇડ વેબ ઈઊછગ માં સ્થાપિત કરવા માં આવ્યું હતું.
“મોબાઇલ માં વપરાતી કેપેસિટિવ ટચસ્ક્રીન નું આધુનિકીકરણ ઈઊછગ ને આભારી છે.
“લાર્જ હેડ્રોન કોલાઇડર નામ એ પ્રોટોન જે સમૂહનો સભ્ય છે એવા હેડ્રોન પર થી પડ્યું છે.