સાંસદ કુંડારીયા, ધારાસભ્ય સાગઠીયાના પ્રયાસોથી
રાજકોટ કોઠારીયા કોટડા સાંગણી રોડ માટે રૂ.૩.૮ કરોડ ખર્ચાશે
રાજકોટ ગ્રામ્ય વિસ્તાર તથા લોધીકા કોટડાસાંગાણી તાલુકાના રસ્તા માટે સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ રૂા.૨૩.૬૨ કરોડના રસ્તાનાં કામો મંજૂર કરાયા છે.
રાજકોટ ગ્રામ્ય મત વિસ્તારનાં સરપંચો આગેવાનો અને પદાધિકારીઓની રજૂઆતોને ધ્યાને લઈ રાજય હસ્તકના રસ્તાઓ માટે રૂા.૨૩.૬૨ કરોડ મંજૂર કરાયેલ છે. રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા સરકારમાં રજૂઆત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત રાજયનાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ દ્વારા માંગણી ધ્યાને લઈ આ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ વિસ્તારનાં આગેવાનો સરપંચો ભાજપના આગેવાનો દ્વારા રાજય સરકાર અને સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાને અભિનંદન આપી આભાર વ્યક્ત કયો હતો.રાજકોટ કોઠારીયા કોટડા સાંગાણી રોડ માટે રૂા.૩.૮૦ કરોડ, ધુળીયા દોમડા નગરપાલીકામા રોડ માટે ૫૬.૪૮ લાખ, કૃષ્ણનગર ટુ જોઈન એસએચરોડ માટે રૂ.૧૨૮.૨૮ લાખ, મવડી, પાળ રાવકી, માખાવડ ટુ જોઈન એસએચ માટે રૂા.૧૫૩ લાખ, લોધીકા-રીબડા રોડ માટે રૂ.૮૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.આ ઉપરાંત રાજગઢ,- માણેકવાડા , મોટામાંડવા, નાનામાંડવા રોડ માટે રૂ.૨.૪૬ કરોડ જૂના રાજપીપળાનવા રાજપીપળા વાદીપરા રોડ માટે રૂા.૧.૦૦ કરોડ, કોટડાસાંગાણી સેમળા રોડ માટે રૂ.૧.૦૫ કરોડ વાડાધરી નવી મેંગણી રોડ માટે રૂ.૮૦ લાખ મંજૂર કરાયા છે.
આ ઉપરાંત લોધીકા તાલુકામાં જેતાકુબા એપ્રોચ રોડ અપ ટુ ડિસ્ટ્રીકટ લીમીટ જોઈનીંગ લોધીકા થાંદલી રોડ માટે રૂ.૬૦ લાખ સ્ટેટ હાઈવેથી હરિપર (પાળ) રોડ માટે રૂ.૩૭.૫૦ લાખ મળી કુલ રૂા. ૨૩.૬૨ કરોડ મંજૂર કરાયા છે.