કુરિયર સર્વિસના કર્મચારીને ઢોર માર મારીને મોડી રાત્રે લૂંટ ચલાવાઈ
અમદાવાદ માંથી રૂ.૧.૭૭ કરોડ ની લૂંટ ની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કુરિયર સર્વિસના કર્મચારીને ઢોર માર મારીને લૂંટારુઓ રૂ. ૧.૭૭ કરોડની મત્તા લૂંટીને ફરાર થઈ ગયા હતા. હાલ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મામલામાં ફરિયાદી વિદ્યાધાર બાજરંગલાલ શર્માએ દાખલ કરાવેલી ફરિયાદ મુજબ તેઓ જય અંબે કુરિયર સર્વિસમાં નોકરી કરે છે. ગત ૩૦ ડિસેમ્બર લના રોજ રાજકોટથી એક સોનાના દાગીનાથી ભરેલું પરસાળ આવ્યું હતું. જેને દિલ્લી મોકકવા માટે તેઓ રાત્રે અઢી વાગ્યાની આસપાસ એર કાર્ગો તરફ જી રહ્યા હતા. આ દરમિયાન ત્રણ અજાણ્યા ઈસમોએ તેમના પર હુમલો કરીને થેલો લૂંટીને ફરાર થઇ ગયા હતા.
આ થેલા માં રહેલા ૩૪ લાખના દાગીના સહિત કુલ રૂ ૧.૭૭ કરોડના મુદ્દામાલની લૂંટ થઈ હતી. હાલ પોલીસે ફરિયાદ દાખલ કરીને ફરાર થઈ ગયેલા આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે, નવા વર્ષની પૂર્વ સંધ્યા પણ અમદાવાદ પોલીસ માટે તણાવપૂર્ણ રહી હતી. એક તરફ શહેરના વસ્ત્રાલમાં ફાયરિંગ કરીને એક હત્યાની ઘટના બની હતી તો બીજી તરફ આંબાવાડી ના ભુદરપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના પણ સામે આવી હતી.
ફરિયાદમાં રજૂ કરાયેલી વિગત અનુસાર ફરિયાદી વિદ્યાધર શર્મા અને તેમનો કર્મચારી જગદીશ જ્યારે મોડી રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યે એરકાર્ગો જવા નીકળ્યા ત્યારે ત્રણ લોકોએ અંધારાનો લાભ લઈને તેમના મોટર સાઇકલ પર લાકડાના હથિયાર વડે હુમલો કર્યો હતો જેના કારણે ફરિયાદીએ સંતુલન ગુમાવી દેતા નીચે પડી ગયા હતા. જે બાદ લૂંટારુઓએ હુમલો કરીને રૂ. ૧.૭૭ કરોડની મત્તા લૂંટી લીધી હતી.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના સરદારનગરમાં રહેતા વિદ્યાધર શર્મા મૂળ રાજસ્થાનના વતની છે. તેઓ સુરેશકુમાર ચૌધરી સાથે મળી છેલ્લા બે વર્ષથી અમદાવાદમાં જય માતાજી લોજીસ્ટિક અને રાજકોટ જય માતાજી એર એમ બે અલગ અલગ કુરિયર કંપની ધરાવી વેપાર કરે છે. તેમની આ કંપની સોના – ચાંદીના વેપારીઓના પાર્સલ લાવવા – લઈ જવાનું કામ કરે છે. તેમની રાજકોટવાળી કંપનીના બે પાર્સલો આવે તે અને અમદાવાદની કંપનીના બે પાર્સલ આવે તે ભેગા કરી એરકારગો ખાતે તેઓ લાવે છે અને જે તે જગ્યાએ પાર્સલ મોકલવાના હોય છે. તેઓ આ તમામ પાર્સલ આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ મોકલતા હોય છે. ગત ૩૦મીએ રાજકોટથી જય માતાજી એર કુરિયરના ૯ પાર્સલ જેમાં રાજકોટના સોની વેપારીઓનું રૂ. ૪૯,૦૬,૨૧૯ની કિંમતનું સોનુ હતુ અને રાજકોટની જ બ્રાઇટ લોજીસ્ટિક કુરિયર કંપનીના ૧૩ પાર્સલ હતા જેમાં ૯૪,૬૪,૨૧૦ની કિંમતનું સોનુ હતું તે લઈ રાજકોટથી વિદ્યાધર ભાઈના મામાના દીકરા શ્યામસુંદર શર્મા અને બશિલવિં લોજિસ્ટિક ના જગદીશભાઈ ચૌધરી અમદાવાદ આવેલા હતા વિદ્યાધર ભાઈ ના ઘરે સોનાના પાર્સલ નો વજન કરી રાખી મૂકવામાં આવ્યા હતા. આ પાર્સલ દિલ્હી ખાતે મોકલવાના હોય તેની સવારે છ વાગ્યે પહેલી ફ્લાઈટ હોવાથી શ્યામસુંદર શર્મા ઘરે રહ્યા હતા જ્યારે રાત્રે ૩.૧૦ વાગ્યા આસપાસ વિદ્યાધર અને જગદીશ રાજકોટના ૨૨ અને અમદાવાદના ૫ સોનાના પાર્સલ મળી કુલ ૨૭ સોનાના પાર્સલ લઇ ઘરેથી બાઇક નંબર જીજે ૦૧ યુએમ ૭૩૦૩ બાઇક પર નીકળ્યા હતા. ત્યારે ૩.૨૫ વાગ્યાની આસપાસ મેઘાણીનગર એર કાર્ગો જવાના રોડ ઉપર એચકયું એરપોર્ટનાથી આગળ રોડ ની ગોળાઈ પર અંધારામાં કોઈ વ્યક્તિએ ધોકા વડે બાઈક ચલાવતા વિદ્યાદધરભાઈના હેલ્મેટ પર ઘા કર્યો હતો. જેથી બંને બાઇક સવાર ફસડાઈ પડયા હતા. ત્યારબાદ અન્ય બે વ્યક્તિ આવી બંને બાઇક સવારને ધોકા વડે બેફામ માર મારતા તેઓ અર્ધ બેભાન થઈ ગયા હતા.આ દરમિયાન લૂંટ ચલાવનાર ત્રણેય આરોપીઓ સોનાના પાર્સલની બેગ લઈ બાઇક પર ફરાર થઈ ગયા હતા.