સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ઢંઢેરા માટે કોંગ્રેસના સાંસદ ડો.અમિબેન યાજ્ઞિક અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનિષ દોશીએ શહેર કોંગ્રેસના આગેવાનો અને હોદેદારો સાથે રણનીતિ ઘડી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તમામ ભાજપ કોંગ્રેસ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી ઢંઢેરા માટે કોંગ્રેસ નેતા સાંસદ ડો. અમીબેન યાજ્ઞિક અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશી ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી અનુલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી. મીટીંગમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અબતક મિડિયા દ્વારા પૂછેલા પ્રશ્ર્નોના જવાબ
(૧) સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ દ્વારા મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો?
રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના મહાનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ૩૧ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાની ચૂંટણીનું આયોજન થવા જઇ રહ્યું છે. મહાનગરો શહેરી સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નિવડ્યુ છે. મહાનગરોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, પાયા સુવિધા આપવામાં ભાજપ સદંતર નિષ્ફળ નિવડી છે.
નાગરીકો પાસેથી બેફામ ટેક્સ વસૂલ કરેલ, ૨૦૧૦, ૨૦૧૫ વખતે વાતો કરેલ કે પાણીની વ્યવસ્થા થશે. પરંતુ અવ્યવસ્થા જ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ લોકોના પ્રશ્ર્નો, લોકોની પાયા જરૂરિયાત પૂરી કરવા હરહંમેશ તૈયાર હોય છે અને તે દિશામાં આગળ વધી રહ્યું છે.
લોકો આજે પણ કોંગ્રેસનું શાસન હતુ ત્યારના સમયને જોઇએ તો અશોકભાઇ મેયર હતા, ઇન્દ્રનીલભાઇ સ્ટેન્ડીંગ કમીટીની જવાબદારી સંભાળતા તો રાજકોટ શહેરના નાગરિકોને તેના કરમાળખા પ્રમાણે વળતર સુવિધા મળે તે દિશામાં કોંગ્રેસ ઘ્યાન આપ્યું હતું અને ઘણા સમયથી સંગઠન કામ કરી રહ્યું છે.
કોંગ્રેસનો મેનીફેસ્ટો – ચૂંટણી ઢંઢેરો વચનપત્ર એવું હશે કે જેમાં શહેરના નાગરિકો શું સુવિધા આપવી ભાજપ માટેનું બ્લેક પેપર હશે. તેમના શાસનમાં તેમણે આપેલા વચનમાં ક્યાંકને ક્યાંક નિષ્ફળ ગયું. તે જણાવવામાં આવશે.
(ર) કોંગ્રેસનો સ્થાપના દિવસ હમણાં જ ગયો. કોંગ્રેસનો ભવ્ય ભૂતકાળ રહ્યો ત્યારે હાલની સ્થિતિ શું અને કાર્યકરો ઝઝુમવું પડે છે?
૨૮મી ડિસેમ્બરે કોંગ્રેસનો સ્થાપના દિવસ હતો. દેશને આઝાદ કરવામાં મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ જાતિ, જ્ઞાતિ, કોમ ભૂલીને અને દેશને આઝાદ કરવા માટે લડત લડ્યા. કોંગ્રેસનું બંધારણ પણ સમાનતા માટે, સૌને સાથે લઇ ચાલવાનું. જે સંવિધાન છે. કોંગ્રેસ અને ભારત દેશ એક વાત છે. તે સંજોગોમાં એક તરફ જૂઠાણાનું વાવાઝોડુ છે તેની સામે લડે છે તે અમારા નેતા રાહુલ ગાંધી સત્યની લડાઇ લડી રહ્યા છે. સત્યને તમે આછુ કરી શકો પરંતુ સત્યનો જ વિજય થતો હોય. આ લડાઇ લાંબી છે. સામાન્ય કાર્યકરથી નેતાઓ સુધી તમામ સંગઠન કામ કરી રહ્યા છે.
(૩) કોંગ્રેસના પડકારો આંતરીક છે કે બાહ્ય?
મને એવુ લાગે છે કે દેશ સામેના પડકારો છે તે કોંગ્રેસ માટેના પણ પડકારો કહી શકાય.
અત્યારે મોંઘવારી, મંદી તે દેશ સામેનો મોટો પડકાર છે, લોકડાઉન દરમિયાન એકવીસ ટકા લોકોને ભુખ્યુ સુવુ પડ્યું. છ હજાર જેટલી સરકારી શાળાને તાળા લાગી ગયા. શિક્ષણ વધશે તો ગુજરાત આગળ વધશે.
અત્યારે કોંગ્રેસ તે જ દિશામાં આગળ વધી રહ્યુ છે તે જ માટે આ મેનીફેસ્ટો ચાર દિવાલ વચ્ચે ઓફિસમાં બેસીને નથી કરવાનો તમામ લોકો વચ્ચે કરી રહ્યા છીએ. અમે તમામ જગ્યાએ જિલ્લા કક્ષાએ જઇને કરવાના છીએ.
(૪) ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પાતળી સરસાઇથી સત્તાથી વંચિત રહ્યું હતું. ત્યારે પ્રજાનો ઓછો ભરોસો હતો કે નેતૃત્વની ખામી હતી?
રાજકોટની જનતાએ કોંગ્રેસ પર પૂર્ણ પણે વિશ્ર્વાસ મૂક્યો હતો. તેના કારણે કોંગ્રેસ સત્તાથી નજીક ગઇ હતી. ભાજપ દ્વારા વિભાજન નીતિ કરી હતી. અમુક લોકોને બીજાથી વોર્ડ ડિવિઝન કરવાની વાત કરી અમે નજીવી બેઠકોના કારણે સત્તાથી દૂર રહ્યા. કોંગ્રેસની પ્રતિબઘ્ધતા શાસન કરતા અગત્ય રાજકોટના શહેરી નાગરિકો જે ટેક્સ ભરે તેને ન્યાય મળે તે માટે વોર્ડમાં વિપક્ષના નેતા સહિત કોંગ્રેસની ટીમ સંગઠન સતત લડ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ઘરઆંગણે વિજયભાઇને મોટો પડકાર કોંગ્રેસના સંગઠનનો છે અને આગામી દિવસોમાં રાજકોટના નાગરિકોને ન્યાય મળે તે માટે શાસન સામાન્ય નાગરિક કરે તે મોટુ શાસન હશે. તે પ્રકારનું શાસન આપવા કોંગ્રેસ પણ પ્રતિબઘ્ધ છે.
કોંગ્રેસ હંમેશા પ્રજાના પ્રશ્ર્નોને ઉજાગર કરવા સતત પ્રયત્નશીલ રહે: સાંસદ અમીબેન યાજ્ઞિક
અબતકએ પુછેલા પ્રશ્ર્નોના જવાબ આપતા કોંગ્રેસ સાંસદ અમીબેન યાજ્ઞીક જણાવ્યું હતુ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. આજે કોંગ્રેસ નાગરીકનો અવાજ સાંભળવા અમે ઉપસ્થિત રહ્યા છીએ. પ્રજાને શું જોઈએ છીએ પ્રજાના અનેક પ્રશ્ર્નો હોય છે પ્રજા કયાં કહી શકે. ચૂંટણી સમયે જયારે મત આપવાનો આવે તે પ્રજા પણ વિચારે કે મને શું મળ્યું તો તે બાબતે તેમની સાથે સીધી વાતચીત કરી શકીએ. સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં પાણીનો પ્રશ્ર્ન મુખ્ય છે. મહિલાઓ બહાર આવી અવાજ ઉઠાવતા હોય તેની સમસ્યાનો ઉકેલ આવતો નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રજાના પ્રશ્ર્નોના ઉકેલ લાવવા માટે હોય. નાગરીકોને સુવિધા મળી રહે તે માટે તેઓ ટેકસ ભરે છે.
પ્રશ્ર્ન: પ્રજાના પ્રાણ પ્રશ્ર્નો ઉકેલવા માટે કોગ્રેસે હજુ વધુ કાર્યક્રમો આપવા જરૂરી કે કેમ? જવાબ: કોંગ્રેસ હંમેશા પ્રજાની સાથે રહી છે. દરેક પ્રશ્ર્નો કોંગ્રેસ ઉજાગર કરે છે. સતત પ્રજાનું ધ્યાન દોરે છે. સતા પક્ષ ચૂંટણી વખ્તે ખોટા વચનો આપી સતા મેળવે છે સતા મળ્યા બાદ જે એકાઉટેબલીટી પ્રજા પાસે હોવી જોઈએ તે નથી હોતી. કોંગ્રેસએ શાસન કરેલ છે તેથી ખબર છે કે પ્રજાના શુ પ્રશ્ર્નો છે. તેમની પાયાની સુવિધા માટે જ કોંગ્રેસ વાત કરે છે. સ્વાસ્થ્ય શિક્ષણ, મહિલાનો પ્રશ્ર્નો વગેરે કોંગ્રેસ પ્રોગ્રામ કરે છે. અને સમજાવે પણ છે.
પ્રશ્ર્ન: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સંગઠીતતા સંગઠનની તાકાત બતાવી સબળ નેતૃત્વ પૂરૂ પાડશે?
જવાબ: કોંગ્રેસમાં કાર્યક્રમો પણ પુષ્કળ છે. અમે જયાં પણ કોઈ પ્રશ્ર્ન ઉપસ્થિત થયા છે. ત્યાં સંગઠન કાર્યકરો તે પ્રશ્ર્નોને ઉજાગર કરવા પહોચે છે. સતાની કયાં કયાં ગેરવર્તણુંક થઈ રહી છે. કયાં સમસ્યા છે. કયાં સંવેદનશિલતા જતી રહી છે? અને તેમનું લક્ષ્ય ફકત સતા લક્ષી છે ઈલેકસન મોડમાં સરકાર જે કામ કરે છે. પ્રજાને શું જોઈએ છે તેમની જરૂરીયાત શું તેઓ સુખાકારી રીતે જીવન જીવી શકે તે પ્રશ્ર્નોઉપર ધ્યાન કેન્દ્રીત નથી થતું હોતું ત્યારે કોગ્રેસ સંગઠનની તાકાત બતાવી સબળ નેતૃત્વ પુરૂ પાડશે.