૧૪ ઓગષ્ટ એટલેકે શીતળા સાતમનું વ્રત રાજ્યભરના અનેક વિસ્તારોમાં ઉજવવામાં આવશે.માતા શીતળાની પૂજા અર્ચના કરી આજે રાંધણ છઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોય જમીને તેનું વ્રત હોય છે.છઠ ના દિવસે ચુલા ચાલુ કરીતેનું પૂજન કરીને પછી ચુલા બંધ કરીદેવામાં આવે છે.એટલેકે આજે ચુલા ચાલુ રહેતા નથી.અને ગરમ વસ્તુ કોઈ જ બનાવતું નથી.
જાણો શું છે શીતળા સાતમની કથા…
એક ગામમાં એક પરિવાર રહેતો હતો. શ્રાવણ માસની છઠ્ઠના દિવસે પરિવારની વહુઓએ રસોઈ બનાવી. પરંતુ દેરાણી અને જેઠાણી ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ હતી. રાત્રિનો સમય થયો અને મા શીતળા ફરવા નીકળ્યા, તેઓ દેરાણીના ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં આખા શરીરે દાઝી ગયાં. તેથી શીતળા માતાએ તેને શ્રાપ આપ્યો કે “જેવી મને બાળી, એવું જ તારું પેટ બળજો.” આ વાત જાણી દેરાણી કલ્પાંત કરવા લાગી. કોઈ એ કહ્યું કે નક્કી આ શીતળા માતાનો કોપ છે. આ સાંભળી તે ટોપલામાં દાઝેલા બાળકને લઈ ભટકવા લાગી. વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ ડોશી દેખાયા, ડોશીએ તેને બોલાવી. ડોશીના કહેવા પ્રમાણે તેણે તેના માથાને સાફ કર્યું. આ રીતે ડોશીની સેવા કરવાથી ડોશીએ કહ્યું ” જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો.” એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવન થયો. શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી. આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા. તેને ઘરે ધન-ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થઈ.