કેલેન્ડર વર્ષ ૨૦૨૦ની વિદાયના આજના અંતિમ દિવસે જરા પાછલા વર્ષની ફ્લેશબેકમાં જો સ્મૃતિના રિવર્સ બટનને દબાવીને નજર કરીએ તો ટી-૨૦ ક્રિકેટ ફોર્મેટની જેમ વર્ષ-૨૦૨૦ પણ ઝડપી નિર્ણય શક્તિ અને સમજણ શક્તિ ભરી બાજી રમીને વિજય પ્રાપ્ત કરતા શીખવનાર વર્ષ બની રહ્યું હતું ૨૦૨૦નું વર્ષ ખરા અર્થમાં જીવન જીવવાના એવા રહસ્યો શીખવી ગયા હતા કે જે શીખવા માટે માણસને અનેક ભવ ભવનો ફેરો ટૂંકો પડે ૨૦૨૦ જીવન જીવવાની ઇનિંગને માત્ર રમતા જ નહીં પરંતુ કેવી રીતે જીતી શકાય તે શીખવતું વર્ષ બની ગયું હતું, સમય કેટલી ઝડપથી વીતે છે અને કેવા કેવા બદલાવ કેટલી ઝડપથી થાય છે તેની પ્રતીકાત્મક મૂર્તિમાં જોવા જઈએ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક વર્ષ પહેલાંની તસવીર દાઢીનું રૂપ યુવા અવસ્થાની ઝાંખી આપતી દાઢીમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઋષિ-મુનિ જેવી દાઢીની અભિવૃદ્ધિ ૨૦૨૦ના સમયગાળાની પરિપકવતા અને લાંબો ગાળો ટૂંક સમયમાં કપાઈ ગયો હોવાના અણસાર આવે છે.
૨૦૨૦નું વર્ષ કોરોનાની મહામારી થી બધા માટે કપરા સંજોગોનો સામનો કરવાનું વર્ષ બન્યું હતું જીવન જીવવાની પદ્ધતિ, કમાણીની ઉપલબ્ધિ અને જીવન મૃૃત્યુઓને નજીકથી માણવાની તકો આ વર્ષમાં માનવજાત સામે સામનો કરનારી અનુભવ ગાથા બની રહી હતી. કોરોનાએ સ્વાસ્થ્ય અંગેની સજાગતા માટે દરેકને ગંભીરતાથી વિચારતા કરી દીધા કોરોનાથી બચવા બધાએ મુખોટા ધારણ કરી લીધા સ્વચ્છતા તો આપણી સંસ્કૃતિ હતી પરંતુ તેની મહત્તા અને સેનેટ રાઈઝર ના ઉપયોગ સુધીની સુજ આ વર્ષમાં આપણને મળી ઘરમાં રહીને ઘર કેમ ચલાવવું એકબીજાથી દૂર રહીને આત્મીયતા કેળવી તેના માટે કોરોનાનો આકાર પ્રકાર સાચો શિક્ષક બની રહ્યો હતો પરિવાર સાથે રહેવાની તક આપવાની સાથે સાથે પરિવારની ખેવના અને ઘરમાં પુરાઈ રહેવાથી ગભરામણના બદલે રસોડાની રાણીઓએ ભાત ભાતના ભોજન કસબ અજમાવીને લોકડાઉનનો સમય હતો ગભરાટનો પરંતુ આનંદનો બનાવી દીધો.
૨૦૨૦ કુદરતની કમાલ જોવાનો અને કુદરતનો પરચો અનુભવવાનો વરસ બની રહ્યો હતો કુદરતને વારંવાર છેડનાર માનવીને તેની ઓકાત જોવા મળી પ્રકૃતિ સાથે વારંવાર ચેડા કરનાર માનવી ને એક વર્ષ સુધી ઘરમાં પુરીને પ્રકૃતિએ પોતાનો નિખાર ફરીથી મેળવી લીધો લોકડાઉનના કારણે વાહન વ્યવહાર અને ઉદ્યોગો બંધ રહેતા હોવાથી વાયુનું પ્રદૂષણ ઘટ્યું અને પૃથ્વીનું પર્યાવરણ કેવું શુદ્ધ હોય તેનો અનુભવ કરાવ્યો. હાય હેલો કરી ભ્રમના ઝાળમાં તથા સંબંધો નમસ્તે સુધી પહોંચી ગયા સમાજમાં અકી જવાવાળા જ ઓછા થઈ ગયા કોરોના એકબીજા પર નિર્ભર ન રહેવાનું અને આત્મનિર્ભર બનવા નું શીખવી દીધું ૨૦૨૦ નું વર્ષ ડિજીટાઇઝેશન નો પર્યાય બની ગયો જનતા કરફ્યુથી લઇ લોકડાઉન અને સામૂહિક હિજરતની સમસ્યામાં મોત પછીનો મોહ પણ ગયો અડી જવા વાળા ઓછા થઈ ગયા અને સર્વત્ર મોકળાશનો માહોલ ઉભો થયો જીવતાં જીવતાં કેમ મરી જવાય અને મરતાં મરતાં કેમ જીવી શકાય જીવન મૃત્યુને નજીકથી જોવાનો અવસર ૨૦૨૦માં મળ્યો લોકોની વચ્ચે રહીને પણ એકાંત કેમ ભોગવી શકાય અને એકાંતમાં મનને કેમ જગાડી શકાય તે વિશે વિશે આપણને ૨૦૨૦ શીખવી દીધું.