૨૫ હજાર ભૂતિયા નળ જોડાણ હોવાના અંદાજ સામે માત્ર ૯૫૦ જેટલા ભૂતિયા થયા નિયમિત
દરેક નાગરિકને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નલ સે જલ યોજના અમલમાં મુકવામાં આવી છે.જેની અમલવારી ગુજરાત સરકાર દ્વારા પણ કરવામાં આવી છે.દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી ચાર માસ પૂર્વે નલ સે જલ યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં માત્ર રૂપિયા ૫૦૦ વધારાનો ચાર્જ વસૂલ કરી ભૂતિયા નળ જોડાણ નિયમિત કરી દેવામાં આવતા હતા.આજે આ યોજના પૂર્ણ થઇ રહી છે. જો કે અંદાજની સરખામણીએ ખૂબ જ ઓછી સંખ્યામાં ભૂતિયા નિયમિત થયા હોય નલ સે જલ યોજનાની મુદત નાછૂટકે વધારવી પડે તેવી સ્થિતિ ઊભી થવા પામી છે.
મહાપાલિકા દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત માત્ર રૂ.૫૦૦ ચાર્જ વસૂલી ભૂતિયાં નળજોડાણ નિયમિત કરી આપવામાં આવતા હતા.આ યોજના ૩૧મી ડિસેમ્બર સુધી અમલમાં હતી.આજે વિધિવતરીતે આ યોજનાની મુદત પૂર્ણ થવા પામી છે.જલ યોજના અમલમાં મૂક્યા પૂર્વે એવો અંદાજ હતો કે શહેરમાં આશરે ૨૫,૦૦૦ જેટલા ભૂતિયા નળ જોડાણો આવેલા છે.જે આ યોજના દરમિયાન નિયમિત થશે અને મહાપાલિકાને કરોડો રૂપિયાની આવક થશે.યોજનાને સફળ બનાવવા માટે વોર્ડ ઓફિસરોથી લઇ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી.સરકારી ખરાબા, ખાનગી માલિકીની જગ્યામાં ખડકાયેલા દબાણો અને શહેરના તમામ ૧૮ વોર્ડમાં ભૂતિયા શોધવા માટે સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો.પરંતુ આજ સુધીમાં માત્ર ૯૫૦ જેટલાં જ ભૂતિયા નળ જોડાણો નિયમિત કરવામાં આવ્યા છે.અમુક અરજીઓ હજી પેન્ડિંગ છે છતાં વધીને બે હજાર જેટલા ભૂતિયા નળ જોડાણો રેગ્યુલરાઇઝ થાય તેવી શક્યતા છે.જે અંદાજ સામે ખૂબ જ ઓછા છે.
વિધિવત રીતે નલ સે જલ યોજના આજે પૂર્ણ થઇ રહી છે.હાલ મહાપાલિકામાં ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં ન હોય વહીવટદાર તરીકે મ્યુનિસિપલ કમિશનર જ કાર્યરત છે.જો કે તેઓને નીતિવિષયક નિર્ણય લેવાની કોઇ સત્તા નથી ત્યારે જોવાનું એ રહે છે કે હવે કમિશનર સે જલ મુદતમાં વધારો કરે છે કે નવું બોર્ડ અસ્તિત્વમાં આવ્યા બાદ ફરીથી એક વખત મુદત આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય આ યોજના અમલમાં મૂક્યા પૂર્વે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે નલ સે જલ યોજના ની મુદત પૂર્ણ થતાની સાથે જ મહાપાલિકા ભૂતિયા નળ જોડાણો ધરાવતા લોકો સામે ત્રાટક તે મને આકરી કાર્યવાહી કરશે. ભૂતિયા નળ જોડાણ તપાસ કરવા સહિતની ઝુંબેશ હાથ ધરવાનું કરવાનું જાહેર કરાયું હતું હવે જોવાનું એ રહે છે કે ભુરીયા કનેક્શન ધારકો સામે મનપા લાખ કરશે કે ફોલ સે જલ યોજના નિષ્ફળ રહેતા હવે મુદતમાં વધારો કરવામાં આવશે.