કોટક,એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકની ૩૮ શાખાઓ અને રૂડા કચેરીએ ફોર્મ મળશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા નિર્માણાધિન આવાસો પૈકી ઊઠજ-૧ પ્રકારના ૧૨૨ આવાસો, ઊઠજ-૨ પ્રકારના ૩૦૩ આવાસો, કઈંૠ પ્રકારના ૧૦૨ આવાસો તથા ખઈંૠ પ્રકારના ૧૬૧ આવાસો મળી કુલ ૬૮૮ આવાસો જુદા જુદા ૭ સ્થળોએ ખાલી રહે છે. આ ખાલી આવાસો ફાળવવા માટે કોટક મહિન્દ્રા બેંકની ૧૦ શાખા, આઈસીઆઈસીઆઈ બેંકની ૧૩ શાખા તથા એચડીએફસી બેંકની ૧૫ શાખા આ ત્રણેય બેંકોની ૩૮ શાખાઓ તથા રૂડા કચેરીએથી આવતીકાલથી ૧૬ મી જાન્યુઆરી સુંધી ફોર્મ વિતરણ કરાશે. કેટેગરી વાઈઝ લાયકાત ધરાવતા ઇસમો આ આવાસો મેળવવા માટે ઉપરોક્ત નિયત બેંકમાંથી રૂ. ૧૦૦/-ની ફોર્મ ફી (નોન રીફંડેબલ) ચુકવી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી શકશે. અરજદારે નિયત આધારો તથા વિગતો સાથે ભરેલ ફોર્મ તા. ૧૬/૦૧/૨૦૨૧ સુધીમાં ફોર્મમાં દર્શાવેલ બેંકની નિયત શાખાઓમાં રજુ કરવાનું રહેશે તથા ફોર્મની સાથે ભરવાની ડીપોઝીટની રકમ જમા કરાવવાની રહેશે. આ મુદ્દત વિત્યા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
આવેલ અરજીઓ પૈકી ફોર્મ તપાસ બાદ માન્ય રહેલ ફોર્મ માટે સાઈટ તથા આવાસની ફાળવણી ફક્ત કોમ્પ્યુટરાઈઝડ ડ્રોથી કરવામાં આવશે. ડ્રો બાદ ફાળવેલ આવાસ કે સાઈટ બદલવા અંગેની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
વધુમાં લોકોની સરળતા માટે શરુ કરાયેલ ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થા ચાલુ છે જે અનુસાર ઓનલાઇન ફોર્મ ભરવા માટે રૂડા કચેરીની વેબસાઇટ ૂૂૂ.ફિષસજ્ઞિીંમફ.ભજ્ઞળ, ૂૂૂ.ફિષસજ્ઞિીંમફ.ભજ્ઞ.શક્ષ પરથી કાલ લથી તા. ૧૬ સુધી ફોર્મ ભરી શકાશે. લાભાર્થીને કોઈ પણ પ્રકારની મુંજવણ હોય તે અંગે રૂડા કચેરીના ફોન નં ૦૨૮૧૨૪૪૦૮૧૦ / ૯૯૦૯૯૯૨૬૧૨ પર સંપર્ક કરવા રૂડા કચેરી દ્રારા જણાવાયું છે. ડ્રો તારીખ સુધીમાં જેટલા આવાસો ખાલી હશે તે તમામ આવાસોનો ડ્રોમા સમાવેશ કરી લેવામાં આવશે. સાઈટ પરના કુલ આવાસોની સંખ્યાના ૨૦% લેખે અરજીઓને વેઈટીંગમાં રાખવામાં આવશે.