વર્ષના અંતિમ કલાકોમાં સૌ સાથે મળીને પરમાત્માને યાદ કરીએ, અને એ શકિતને ખુદમાં ભરીને દુવાઓ સ્વરૂપે વિશ્ર્વમાં ફેલાવીએ…
અંગ્રેજી કેલેનડર મુજબ આવનારા નવા વર્ષ ૨૦૨૧ની શરુઆત થવાને હવે દિવસો જ નહીં કલાકો ગણવાનો સમય આવી ગયો છે. ત્યારે વીતેલા વર્ષ ૨૦૨૦ને સમગ્ર વિશ્ર્વએ કુદરતી આફત, કોરોના અને દુધટના વચ્ચે વિતાવ્યું છે. આ વર્ષ માટે એમ કહેવાય છે કે અનેક જયોતિષશાસ્ત્રીઓ અને જાણકારવિદોએ પોતપોતાના મત આપ્યા હતા. અને તેઓના કહેવા મુજબ વર્ષ ‘ભારે’ રહેશે તેવો અભિપ્રાય પ્રવર્ત્યો હતો. અને આ ભારે હોવાનું ફળ વિશ્ર્વના દરેક વ્યકિતએ કોરોનાના રૂપમાં ભોગવ્યું છે અને હજુ પણ આ કહેરે ભરડો લીધો છે.
કહેવાય છે કે વ્યકિત પરિસ્થિતિ ને ગુલામ છે અને તે જ મુજબ તેની સાથે સારી નરસી ઘટનાઓનું નિર્માણ થતું હોય છે.
આ વાત ખરેખર સાચી છે પરંતુ જયારે આફત સહિયારી હોય ત્યારે પ્રયાસ પણ સહિયારો જ હોવો જોઇએ અને તેના માટેની તૈયારીઓ આગોતરી હોવી જોઇએ, જો કે નવા વર્ષને વધાવવાની તૈયારીઓ તો થઇ ચૂકી છે. પણ આ તૈયારીઓ સ્થૂળ છે, દેખાય તેવી છે, પણ જો આ સ્થૂળ તૈયારીઓની સાથે આપણે મૂક તૈયારીઓ એટલે કે અદ્રશ્ય તૈયારીઓ પણ જો કરીશું ને તો આવનારા નવા વર્ષમાં આપણે સુખ, શાંતિ
સમૃઘ્ધિ નહીં પરંતુ વર્તમાન સમયની મુખ્ય જરુરીયાત સ્વાસ્થ્યને પણ માણી શકીશું. પણ અહીં સવાલ એ થાય કે આ મૌન તૈયારીઓ કેવી હોવી જોઇએ અને તેના માટે આપણે શું કરવું જોઇએ એ ખાસ જાણવું અને અપનાવવું જરુરી છે.
વિતેલા વર્ષોમાં આપણે નવા વર્ષને વધાવવાની તૈયારીઓમાં પાર્ટીઓ કરી, ફેમીલી ફેન્ડસ સાથે મોજ માણી ઘણું બધુ કર્યુ પણ આવનારા આ નવા વર્ષ ૨૦૨૧ ની તૈયારી કંઇક અલગ કંઇક વિશેષ કરવી પડશે કારણ કે વિતેલું વર્ષ ભય, ચિંતા, બીમારી વચ્ચે વિતાવ્યું છે. આપણા દરેકના મનમાં કોરોના સંક્રૅમણના ડરના વિચારો જ રહેલા છે. માનવ મનમાંથી ઉદભવેલા દરેક વિચારો પ્રકૃતિમાં ભળે છે. અને તેવી જ ઘટનાનું નિર્માણ થાય છે.
આ વર્ષે આખુ જે માર સહન કરી રહ્યું છે ત્યારે ચાલો આપણે સહુ સાથે મળને નવા વર્ષમાં ભય અને ચિંતાના વાયબ્રેશન સાથે નહીં પણ શાંતિ, શકિત અને દુવાઓના વાયબ્રેશન સાથે પ્રવેશ કરીએ અને તેના માટે સૌનો પ્રયાસ જરુરી છે. જો સૌ સાથે મળીને અંતર મનથી ભય રાખ્યા વગર આ પ્રયાસ કરીશું તો ચોકકસ આ ચિંતા અને ભયથી ઉગરી શકીશું, દરેક લોકોના સકારાત્મક વિચારો જો સમગ્ર પૃથ્વી પર એક સાથે ઇવાઇ જશે તો આ ભયાનક મહામારીથી આખુ વિશ્ર્વ ટુંક સમયમાં મુકત થઇ જશે તેના માટે આપણે સૌ સાથે મળીને પરમાત્મા સાથે એક સાથે કનેકટ થવાનું છે. આવતીકાલથી શરુ કરીને નવ વર્ષની મંગલમય સવાર સુધી સાચા મનથી એક સાથે આપણે સૌ દરેક માટે પરમાત્માને યાદ કરીશું તો
આવી પડેલું આ સંકટ વિશ્ર્વને બચાવી લેશે.