રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
વૈશ્વિક બજારોની સકારાત્મક વલણ અને વિદેશી ભંડોળના આગમનથી ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં રોનક જોવા મળી હતી. ભારતીય શેરબજારમાં ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા મોટાપાયે ખરીદી અને વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેતોને પગલે સપ્તાહના બીજા દિવસે…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૭૩૫૩.૭૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૭૪૬૬.૬૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૭૩૬૧.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૨.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૯.૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૭૬૧૩.૦૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૮૯૦.૫૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૩૯૪૯.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૮૬૮.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૭.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૪.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૩૯૩૫.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સ્થાનિક અને વૈશ્વિક પોઝિટિવ અહેવાલને કારણે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. કેલેન્ડર વર્ષ ૨૦૨૦નો અંત નજીક છે ત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય શેરબજારમાં અવિરત મોટી ખરીદી ચાલુ રહેતાં સેન્સેક્સે ફરી આજે ૪૭૭૧૪ પોઈન્ટ અને નિફટી ફ્યુચરે ૧૩૯૬૫ પોઈન્ટની વિક્રમજનક સપાટી નોંધાવી હતી બનાવી ઈતિહાસ રચ્યો હતો. કેલેન્ડર વર્ષ ૨૦૨૦ કોરોના મહામારીના પરિણામ વિશ્વ માટે ખરાબ રહ્યા છતાં ભારતીય શેરબજારોમાં રોકાણકારો માટે આરંભિક ઘટાડા બાદ એૈતિહાસિક તેજીનું રહ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય અર્થતંત્રમાં ઝડપી રિકવરી લાવવા માટે લેવાઈ રહેલા પગલાં અને હવે કેન્દ્રિય બજેટમાં મોટા પ્રોત્સાહનોની અપેક્ષાએ ફંડોએ ઓલ રાઉન્ડ તેજી જાળવી રાખી નવી ઊંચાઈના વિક્રમો સર્જયા હતા.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેઝિક મટિરિયલ્સ, એનર્જી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એફએમસીજી, ફાઈનાન્સ, આઈટી, બેન્કેક્સ, કઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૭૨ અને વધનારની સંખ્યા ૧૫૫૩ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સ્થાનિક અર્થતંત્ર… જૂન માસથી અનલોકિંગની શરૂઆત થઈ હતી. જો કે તે અગાઉના બે માસ ભારત સહિત વૈશ્વિક અર્થતંત્ર માટે ઐતિહાસિક રહ્યાં હતાં. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નો પ્રથમ ક્વાર્ટરનો જીડીપી -૨૩.૯૨% જોવા મળ્યો હતો. પરંતુ કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ ક્ષેત્ર સક્રિય રહેતા ભારતીય અર્થતંત્રને ઘણે અંશે ટેકો પૂરો પડ્યો હતો. એ વાત ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ક્વાર્ટરમાં ૭.૧૦%ના જીડીપી વૃદ્ધિ દર બાદ આર્થિક વૃદ્ધિ દરમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અને જૂન ૨૦૨૦ ક્વાર્ટરમાં તે બોટમ આઉટ થયો હતો.
અનલોકિંગના કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરનો જીડીપી -૭.૫૪%ના ઘટાડે અગાઉની અપેક્ષા કરતાં સારો જોવા મળ્યો હતો અને પ્રથમ ક્વાર્ટરની સરખામણીમાં તેણે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. જ્યારે આગામી ત્રીજા ક્વાર્ટરમાં સાધારણ પોઝિટિવ ગ્રોથની અપેક્ષા છે. જ્યારે ચોથા ક્વાર્ટરમાં જીડીપી ૫%ની પોઝિટિવ વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કેલેન્ડર ૨૦૨૦ કોવિડ-૧૯ રોગચાળાની અસરને કારણે ઇતિહાસના વધુ એક યાદગાર વર્ષ તરીકે અંકિત થશે. આ કોવિડ-૧૯ એ દુનિયાભરમાં વસતા લોકો અને એમની આજીવિકાને માઠી અસર કરી છે જેના પરિણામે મહામંદી પછી અત્યાર સુધીની સૌથી ખરાબ આર્થિક કટોકટી ઊભી થઈ છે. જ્યારે રોગચાળાનો પ્રારંભ થયો હતો ત્યારથી ભારત સહિત દુનિયાના મોટા ભાગના અર્થતંત્રો આર્થિક ક્ષેત્રે મંદીનો સામનો કરી રહ્યાં છે. શરૂઆતમાં એવી અપેક્ષાઓ હતી કે લોકડાઉનથી રોગચાળાને નિયંત્રણમાં લેવામાં મદદ મળશે અને થોડા મહિનાઓમાં સ્થિતિ સંજોગો સામાન્ય થઈ જશે. જો કે વાઇરસ દુનિયાના મોટા ભાગના દેશોમાં ફેલાઈ જવાથી અને હજારો કિંમતી લોકોએ જીવ ગુમાવ્યો હોવાથી એ આશા પર પાણી ફરી વળ્યું હતું અને નિરાશા ફેલાઈ ગઈ હતી.
વૈશ્વિક સ્તરે હાલમાં કોરોનાની રસીના સફળ પરિણામે થોડી રાહત સાથે આશાવાદ પણ જન્મ્યો છે છતાં રસીનું ઉત્પાદન અને એનું વિતરણ / એનું રસીકરણ કેટલી ઝડપથી થઈ શકશે એના નજર રહેશે. ભારતીય અર્થતંત્ર પર આ કટોકટીની અસર થોડી વધારે તીવ્ર છે જો કે સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજ સાથે છેલ્લા નવ મહિનામાં અનેક પ્રોત્સાહક પગલાં લેવામાં આવ્યાં છે જે બેન્કો, રોગચાળાની માઠી અસર અનુભવતા ક્ષેત્રોને અને આર્થિક તંગીનો સામનો કરતા લોકોને રાહત આપી છે.
ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેતો જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ફરીથી સુધારાના સંકેતો જોવાશે અને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં મજબૂત ગ્રોથનો અંદાજ મૂકવામાં આવે છે આને કારણે વિવિધ રેટિંગ અજન્સી સહિત બ્રોકરેજ હાઉસોએ જીડીપીના અંદાજોમાં સુધારો કર્યો છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા કેસને કારણે વધેલી ચિંતાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા છે. તે સાથે જ નવી રસીનો આશાવાદ હોવાથી નવી કોઈ જાહેરાતની પણ રાહ જોવાઈ રહી છે. બજાર ઐતિહાસિક ટોચ પર હોવાથી પ્રોફિટ બુકિંગની પણ સંભાવના જોવાઈ રહી છે ત્યારે એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.
તા.૩૦.૧૨.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૯.૧૨.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૩૯૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૮૩૮ પોઈન્ટના પ્રથમ અને ૧૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૩૯૮૯ પોઈન્ટ થી ૧૪૦૪૪ પોઈન્ટ, ૧૪૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૩૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- એપોલો હોસ્પિટલ ( ૨૩૮૮ ) :- હેલ્થકેર ફેસિલિટી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૩૨૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૦૪ થી રૂ.૨૪૧૯ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ઈન્ડીગો ( ૧૬૯૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- પિરામલ એન્ટરપ્રાઈઝીસ ( ૧૪૨૭ ) :- રૂ.૧૪૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૮ ના બીજા સપોર્ટથી ફાઇનાન્સિયલ સર્વિસીસ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- મુથુત ફાઈનાન્સ ( ૧૨૧૧ ) :- ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારત ફોર્જ ( ૫૨૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૦૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૩૮ થી રૂ.૫૪૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!