આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.
રાજકોટ વોર્ડ નં 15
શું કહે છે ભાજપ?
કોંગ્રેસ સ્થાપના દિવસ છે. પરંતુ કોંગ્રેસની નબળી કામગીરીને કારણે કોંગ્રેસ પાછી પડે છે. ખાસ તો ભાજપ જે રીતે વિકાસ કરી રહ્યું છે. તેને જોઇ કોંગી કાર્યકરો પણ ભાજપમાં જોડાઇ રહ્યા છે. ગાંધીજીએ આઝાદી મેળવવા માટે કોંગ્રેસની સ્થાપના કરી હતી. પરંતુ કોંગ્રેસની હાલની સ્થીતી જોઇએ તો કોંગ્રેસ અતિ નબળી પડી રહી છે. ભાજપના કાર્યોની અવગણના પણ ઘણી વખત કોંગી લોકો કરતા નજરે ચડે છે. પરંતુ અવગણનાને બદલે ભાજપની કાર્ય શૈલી ને જોઇ તેમાંથી શીખ લઇ જનતા હિત માટેના લોકોને પણ લાભ થાય અત્યાર સુધીની ભાજપની કામગીરી જોઇએ તો ખ્યાલ આવે કે ભાજપ હરહંમેશા લોકોમાં જીવંત છે. તે કોંગ્રેસ પોતાનામાં વિખવાદ ટાળી સુધારા કરે તો અને તો જ ટકી શકશે.
શું કહે છે કોંગ્રેસ?
આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે. ખાસ તો કોંગ્રેસ જે સવાસો કાર્ય કરતી આવે છે અને હરહંમેશ જનતાની સેવા કરતી આવી છે. ખાસ તો ‘બુઢી’કોંગ્રેસ એવું લોકો બોલે છે પરંતુ ખરા અર્થમાં ‘ઘરડા ગાડા વાળે’ હાલમાં કોઇ જનતામાં કોંગ્રેસ માટે પ્રેમ છે. જ વોર્ડ નં.૧પમાં તમામ કોર્પોરેટર કોંગ્રેસના જ છે. અને અમે લોકોની સેવા પણ કરી રહ્યા છીએ, અને લોકોનો કહેવું પણ એવું છે કે તમને જ અમે મત આપીશું. લોકોના સાથ સહકારથી અમે અહિયા પહોંચીયા છીએ. હજુ પણ કોંગ્રેસમાંથી સેવાનો લાભ મળશે તો અવિરત સેવા કરતા રહીશું? ખાસ તો ભાજપના જે વાયદા હતા. વડાપ્રધાનના જુના ભાષણ સાંભળીએ તો ખ્યાલ આવે જે રીતેની વાતો થઇ તેમાંનું શું થયું? કેટલા વિકાસ કાર્યો થયા? ખરા અર્થમાં માત્ર ભાષણ આપ્યા છે. અને ભોળી જનતાન ભરમાવી છે.
શું કહે છે પ્રજા?
અમારા વોર્ડમાં અત્યારે ચારેય કોર્પોરેટર કોંગ્રેસના છે, ખાસ તો ચારેય કામગીરી પણ સારી કરી રહ્યા છે. ખાસ તો જે રીતે કોંગ્રેસને બધા બુઢ્ી કોંગ્રેસ કરી અવગણી રહ્યા છે. પરંતુ ખરા અર્થમાં કોંગ્રેસની કામગીરી જોવા જઇએ તો ઘણી કામગીરી અમારા વોર્ડમાં થઇ છે. ઉપરાંત જો સમગ્ર રાજકોટની વાત કરીએ તો કોંગ્રેસ કરતા ભાજપની કામગીરી ખુબ જ સારી છે. જેનું કારણ ભાજપની એકતા છે. કોંગ્રેસને જો કંઇ પાછળ રાખે છે. તો તે કોંગ્રેસની અંદરો અંદરની તાણ ખેંચને નેવી મુકી એક બની કામગીરી કરવામાં આવે તો કોંગ્રેસ પણ શ્રેષ્ઠ કાર્ય કરી શકે.