રૂડા ઓફિસ નજીક કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી
ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ગયું છે. ઘર વપરાશના ગેસ સિલિન્ડરમાં તાજેતરમાં થયેલા ભાવ વધારા સામે અને મોંઘવારીનો વિરોધ કરવા માટે રાજકોટ કોંગ્રેસની મહિલાઓ રૂડા ઓફિસ નજીક એકત્ર થઈ હતી.મહિલાઓએ ચૂલા પર રોટલા અને શાક બનાવી ભાજપ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં હાય રે ભાજપ હાય હાય જેવા સુત્રોચ્ચાર કર્યા હતા. આથી પોલીસે મહિલાઓની અટકાયત કરી હતી.
રૂડા ઓફિસ નજીક એકઠી થયેલી મહિલાઓએ માર્ગ પર ચૂલા સળગાવ્યા હતાં. આટલું જ નહીં લાકડા અને માટીના ચૂલા ઉપર શાક અને રોટલા ઘડી વિરોધ નોંધાવ્યો હતો.
મહિલાઓ હાથમાં કમળ વાળી સરકાર બહુ મોંઘી લખેલા બેનેરો સાથે રસ્તા પર ઉતરી આવી હતી અને વિરોધ કર્યો હતો. શહેરમાં કોંગ્રેસની મહિલાઓ રસ્તા પર બેનરો સાથે ઉમટી પડી હતી. આ સાથે જ મહિલાઓએ હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા અને મોંઘવારી સામે વિરોધ નોંધાવ્યો હતો.
બે દિવસ પહેલા જામનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરાની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ હતી. મહિલાઓએ ચૂલા પર રોટલા બનાવી ભાજપ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં હાય રે ભાજપ હાય હાય, ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી નહીં ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા. જો કે, મહિલાઓના વિરોધથી પોલીસ દોડી આવી હતી અને અટકાયત કરી હતી.