આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.
રાજકોટ વોર્ડ નં 7
શું કહે છે ભાજપ?
પૂર્વ કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ તેમજ વોર્ડ નંબર ૦૭ બીજેપી વોર્ડ પ્રમુખ રમેશભાઈએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ ૧૯૫૨માં જનસંઘની સ્થાપના થઇ તે પણ મોટી ટાંકી ચોક વોર્ડ નંબર ૦૭ માં થઈ હતી.એ વખતના ફાઉન્ડર,મેમ્બર આદરણીય ચીમનભાઈ શુક્લ એક કાર્યકર હતા.વોર્ડ નંબર ૦૭ ભાજપ નો ગઢ ગણાય છે. વર્ષ ૧૯૭૭માં પ્રથમ મેયર આ જ વોર્ડના પંચનાથ
વિસ્તારના અરવિંદભાઈ મણિયાર બન્યા હતા.સમગ્ર રાજકોટમાં કોંગ્રેસનું ક્યાંય નામ નિશાન કે કાર્યાલય દેખાતા નથી.કોંગ્રેસ આજે પણ પરિવારવાદથી ચાલતી પાર્ટી છે. નહેરુ અને ગાંધી સિવાય કોંગ્રેસની ધૂરા કોઈને સોંપવામાં નથી આવી.ભારતીય જનતા પાર્ટીમાં સંપૂર્ણ લોકશાહી છે.વોર્ડના પ્રમુખથી લઈ પ્રદેશ પ્રમુખ સુધી અને પ્રદેશ પ્રમુખથી ઓલ ઇન્ડિયા સુધી દરેક ને સમય મર્યાદામાં ટર્મ આપવામાં આવે છે.કાર્યકર્તાઓથી ચાલતી આ પાર્ટી છે.ભારતીય જનતા પાર્ટી એક ગંગા છે .પક્ષ પલટુ જે કો પણ આવે એકવાર ગંગામાં પાપ ધોવા ડૂબકી લગાવી જ પડે.ભાજપ લોકશાહીમાં માનનારો પક્ષ છે માટે લોકો પસંદ કરે છે.કોંગ્રેસ ના ૧૩૬ માં સ્થાપના દિવસે કોંગ્રેસ નેતાઓને વિનંતી કે પહેલા પોતાનું ઘર સાચવે.ક્યારેય પણ કોંગ્રેસ નેતાઓ કે કાર્યકરો સ્થાનિકોને ઉપયોગી થયા જ નથી. પહેલાની કોંગ્રેસ ની વાત જ અલગ હતી. હાલની કોંગ્રેસને લોકો સ્વીકારવા તૈયાર જ નથી માટે ગુજરાતમાં પણ ભાજપનું જ શાસન છે અને રહેવાનું.
શું કહે છે કોંગ્રેસ?
પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી મહેશભાઈ રાજપુતે કોંગ્રેસના ૧૩૬માં સ્થાપના દિવસે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભૂતકાળ ની અંદર કોંગ્રેસ ખૂબ જ મજબૂત હતી સમગ્ર ગુજરાતમાં ભાજપને ક્યાંય પણ સ્થાન મળતું ન હતું. ચીમનભાઈ ની સરકાર આ વખતે ભાજપને સ્થાન મળ્યું છે, ભાજપના હાલના શાસકોના જન્મ પહેલાની કોંગ્રેસ પાર્ટી છે. ગુજરાતમાં ચૂંટણી સમયે હિંદુઓ અને મુસ્લિમો પર વોટીંગ થઈ રહ્યું છે. ચૂંટણી સમયે પાકિસ્તાન જેવો
માહોલ સરકાર ઉભો કરી રહી છે. જ્ઞાતિઓ પર રાજકારણ નહિ પરંતુ દેશના વિકાસ પર રાજકારણ થવું જોઈએ, યુવાનોને ભરમાવીને વોટીંગ કરાવવામાં આવી રહ્યા છે. કોંગી અગ્રણીએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર ૭ મા રાજકોટના માથાભારે તત્વો ને ટીકીટ આપી ને લોકોને ધમકાવીને વોટિંગ કરાવવામાં આવ્યું માટે વોર્ડ નંબર ૭ માં ભાજપ ની સરકાર છે.વર્ષ ૨૦૧૦ થી વર્ષ ૨૦૧૫ અંદર કોંગ્રેસની ત્રણેય પેનલ હતી. ૨૦૧૫ ની અંદર બંને વોર્ડ ને ભેગા કરવામાં આવ્યા. કોંગ્રેસ અગ્રણીઓએ વધુમાં જણાવ્યુ હતુ કે માણસ ની કાંઈ ને કાંઈ મજબૂરી તેને પક્ષ પલટો કરાવે છે. કુંવરજીભાઈ નો કેસ ચાલુ કરવામાં આવ્યો , જવાહરભાઈ ચાવડા નો પણ એક જમીન વિવાદ હતો તે દુ:ખતી રગ દબાવી ભાજપ ચાલ રમે છે.વોર્ડ નંબર ૧૩ માં ઉમેદવારનો પક્ષ પલટો થયો તેમાં પણ એક સ્ત્રી પાત્ર ની વાત આવી હતી અને ઉમેદવારની એક મજબૂરી હતી . માત્ર બ્લેક મેઇલિંગ થી ભાજપ પોતાનું પ્રેસર આપે છે. આવનારા દિવસોમાં મજબુત કોંગ્રેસી શાસન માટે તમામ પ્રભારીઓ નિરીક્ષકો ની મિટિંગ કરવામાં આવી છે.લોકોને શું જોઈએ છે ? તેની મિટિંગ કરવામાં આવી છે.લોકોની ઈચ્છા મુજબનું કાર્ય કરવામાં આવશે.અગ્રણીઓએ જણાવ્યું હતું કે લોકો અમને સ્વીકારી મત આપશેજ.
શું કહે છે પ્રજા?
સ્થાનિકોએ કોંગ્રેસના ૧૩૬માં સ્થાપના દિવસે પક્ષને અભિનંદન પાઠવ્યા હતા.સાથેજ કોંગ્રેસની કારમી હાર વિશે એક મોટું માહામંથન કરવા કોંગી નેતાઓને સૂચન પણ કર્યું હતું. સ્થાનિકોએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પક્ષ કોઈ પણ હોઈ અમને અમારી સગવડો મળવી જ જોઈએ. પ્રાથમિક સુવિધાઓ આપવામાં કોંગ્રેસ સક્ષમ ન બની માટે અમે લોકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુક્યો છે. કોંગી નેતાઓ કાર્યકરો માત્ર ચૂંટણી સમયે જ નજરે ચડે છે જ્યારે ભાજપ નેતાઓ કાર્યકરો હંમેશા લોકો સાથે જ રહે છે માટે જ અમે જીતનો તાજ ભાજપને શિરે રાખી રહ્યા છીએ.