રદ થયેલી ૫૦૦ના દરની ૩૬લાખની ચલણી નોટો ૧૦ ટકામાં આર.બી.આઈમાં વટાવવાની સ્ટોરી ઉભી કરી હતી
શહેરના આજીડેમ નજીક રામપાર્ક પાસેથી ગઈકાલે ક્રાઈમબ્રાન્ચે ૫૦૦ના દરની ચલણમાંથી રદ થઈ ગયેલી ૩૬ લાખની રકમની નોટો સાથે જસદણના મઢડા ગામના કાકા ભત્રીજાની જોડી હરેશ જેસંગ ચાવડા ઉ.૪૩, ભત્રીજો દિલીપ તથા સાગરીત ધોરાજીના વતની મેહૂલ ઉર્ફે મૌલીક લાલજીભાઈ બાબરીયા ને પકડી પાડ્યા હતા. વધુ શખસ પડધરીના
વિસામણના વિશાલ પટેલનું નામ ખુલતા શોધ આદરાઈ છે. તપાસનીસ પી.એસ.આઈ. એચ.બી. ધાંધલીયાના કહેવા મુજબ આરોપી હરેશે ૩૬ લાખમાંથી પોતાના ૫ લાખ હોવાનું અન્ય રકમ વિશાલની હતી. વિશાલ અને હરેશ મળી નોટ બદલાવવાનું કારસ્તાન ગોઠવ્યું હતું. મેહૂલે પોતાને આર.બી.આઈ.માં સંપર્ક હોવાનું અને દસ ટકામા ચલણ ટ્રાન્સફર કરાવી દેશેનું કથન કર્યું હતું.
જો કે આજે મેહુલે પોલીસ સમક્ષ આર.બી.આઈ.માં કોઈ સંપર્ક ન હોવાનું ફેરવી તોડી પોલીસને પણ ૨૪ કલાક સુધી મામુ બનાવી હતી. વિશાલે પોતાની પાસે બીજી પાર્ટી પણ હોવાની લાલચ આપી હતી. વિશાલ હાથમાં આવ્યું બીજી પાર્ટી કોણ ? કે પછી લાલચ આપી હતી ? તે વીશે પોલીસ પુછતાછ કરશે.